Israel
Spread the love

ઈઝરાયલે (Israel) યુદ્ધવિરામ પછી કરેલા હુમલામાં કોઈ નુકસાન કે જાનહાનિ અંગે તાત્કાલિક કોઈ માહિતી નથી, પરંતુ ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઈઝરાયલી દુશ્મને તેહરાન નજીક એક જૂના રડારને નિશાન બનાવ્યું હતું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઈરાની મીડિયા અનુસાર, મંગળવારે સાંજે તેહરાનના ઉત્તરીય ભાગમાં બે મોટા વિસ્ફોટો સંભળાયા હતા. મંગળવારે વહેલી સવારે ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામની જાહેરાત કર્યા પછી પણ ઈઝરાયલે ઈરાન પર હુમલા બંધ કર્યા નથી. ઈઝરાયલનું (Israel) આ પગલું ટ્રમ્પના યુદ્ધવિરામના પ્રયાસો ઉપર પાણી ફેરવી શકે છે. ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વિશ્વને ક્યાં લઈ જશે તે હવે અનિશ્ચિત બનતુ જાય છે.

ઈઝરાયલ આર્મી રેડિયોએ (Israel Army Radio) માહિતી આપી હતી કે ઈઝરાયલ વાયુસેનાએ તહેરાન (Tehran) નજીક એક રડાર પર હુમલો કર્યો છે. આરબ દેશોએ બંને દેશોને યુદ્ધવિરામનું (Ceasefire) પાલન કરવા વિનંતી કરી છે, જ્યારે ટ્રમ્પે પણ ઈઝરાયલના (Israel) આક્રમક અભિગમ પર નિરાશા વ્યક્ત કરી છે. ઈઝરાયલનો (Israel) આ હુમલો ફરી એકવાર યુદ્ધને વધુ ભડકાવી શકે છે.

ટ્રમ્પે કહ્યું- હું ઈઝરાયલથી (Israel) ખુશ નથી

યુદ્ધવિરામ (Ceasefire) શરૂ થવાના થોડા સમય પહેલા ઈરાન (Iran) અને ઈઝરાયલે (Israel) એકબીજા પર હુમલો કરતા ટ્રમ્પે કહ્યું, “તેઓ બહાર આવ્યા અને મેં પહેલાં ક્યારેય જોયા નથી તેના કરતા વધુ બોમ્બ ફેંક્યા. હું ઈઝરાયલથી ખુશ નથી, પણ હું ખરેખર દુઃખી છું. આજે સવારે એક રોકેટ પડવાને કારણે જે હજુ જમીન ઉપર આવ્યો જ નથી એવો યુદ્ધવિરામ ઈઝરાયલ છોડી રહ્યું છે.” ટ્રમ્પે ઈઝરાયલની ટીકા કરી અને કહ્યું કે ઈઝરાયલ અને ઈરાનને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે.

યુદ્ધવિરામ પછી થયેલા આ હુમલામાં કોઈ નુકસાન કે જાનહાનિ અંગે તાત્કાલિક કોઈ માહિતી નથી, પરંતુ ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઈઝરાયલી દુશ્મને તેહરાન નજીક એક જૂના રડારને નિશાન બનાવ્યું હતું.

હુમલાના કલાકો પહેલા, એક્સિઓસના એક પત્રકારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરતા એક ઈઝરાયલી અધિકારીને ટાંકીને કહ્યું હતું કે, “ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ફોન કરીને ઈરાન પર હુમલો ન કરવા કહ્યું. એક્સિઓસ રિપોર્ટરના અહેવાલ મુજબ, નેતન્યાહૂએ ટ્રમ્પને કહ્યું હતું કે તેઓ હુમલો રોકવા અસમર્થ છે અને ઈરાન યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું હોવાથી આમ કરવું આવશ્યક છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *