Viral Video: વિશ્વમાં અંગ કસરત માટે સદૈવ જિમ્નેસ્ટિકના ખેલાડીઓ આશ્ચર્યમાં મુકી દેતા હોય છે. તાજેતરમાં રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેર્ગેઈ બોયત્સોવનો અવિશ્વસનીય લાગે તેવો વિડીયો વાયરલ થયો છે જેને જોઈને વિશ્વભરના લોકો દંગ રહી ગયા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
વાયરલ વિડીયોમાં (Viral Video) જોઈ શકાય છે કે રશિયન જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર બોયત્સોવે કોઈ પણ સુરક્ષા ઉપકરણ કે પેરાશૂટનો ઉપયોગ કર્યા વગર 1500 મીટર એટલે કે આશરે 4920 ફૂટ ઉપર હોટ એર બલૂનની નીચે લટકતા પ્લેટફોર્મ પર આંખો પહોળી થઈ જાય એવા સ્ટંટ્સ કરી રહ્યો છે.

જોતા જ હ્રદય બેસી જાય એવો વિડીયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં (Viral Video) બોયત્સોવ હોટ એર બલૂનની નીચે જોડેલા એક ચોરસ પ્લેટફોર્મની નીચે લગાડેલી આડી પટ્ટી પર જિમ્નાસ્ટિક્સના અદ્દભુત પ્રયોગ કરે છે. દંગ રહી જવાય એવી બાબત છે કે આ જિમ્નાસ્ટિક્સના પ્રયોગો દરમિયાન તેણે ન તો સલામતી બેલ્ટ પહેર્યો છે, ન પેરાશૂટ, ન કોઈ સેફ્ટી નેટ બાંધી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
જોખમી સ્ટંટનો વાયરલ વિડીયો (Viral Video)
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર કોલિન રગ નામના હેન્ડલ ઉપર આ વિડીયો શેર કરાયો છે જેમાં લખ્યું છે કે: “રશિયન બોડીબિલ્ડર અને ડેરડેવિલ સેર્ગેઈ બોયત્સોવનો દાવો છે કે તેણે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. બોયત્સોવે પેરાશૂટ વિના 1500 મીટરની ઊંચાઈએ જિમ્નેસ્ટિક્સ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો દાવો કર્યો છે. જો કંઈ ખોટું થયું હોત, તો તેની કોઈ સુરક્ષા ન હતી.”

આ વાયરલ વિડીયો (Viral Video) જોઈને લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે કેટલાક દર્શકોએ તેની ટીકા કરી, એક યુઝરે લખ્યું, “હવે લોકો પ્રચાર માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે.” અન્ય યુઝરે કહ્યું, “આ તો સીધું મૃત્યુને આમંત્રણ આપવા જેવું છે.”

કેટલાક લોકોએ વાયરલ વિડીયો (Viral Video) જોઈને આ સ્ટંટની પાછળ રહેલા વિજ્ઞાનની ચર્ચા કરતા કહ્યું કે, જો શરીર અને પ્લેટફોર્મ સમાન ગતિમાં હોય, તો સ્ટન્ટ થોડીક હદે નિયંત્રિત હોઈ શકે છે. છતાં પણ, આવું કરવું જોખમથી ભરેલું છે અને ભૂલ થાય તો જીવલેણ સાબિત થઈ શકે છે.
NEW: Russian bodybuilder and daredevil Sergey Boytsov claims to have set a world record.
— Collin Rugg (@CollinRugg) June 19, 2025
Boytsov claims to have set a world record for the world's first gymnastic turns under a balloon at an altitude of 1500 meters *without* a parachute.
Boytsov says there was no "insurance,"… pic.twitter.com/3gAfMCGhTc
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બ્રાઝિલના સાન્ટા કેટરિના શહેરમાં, એક હોટ એર બલૂન દુર્ઘટનામાં આઠ લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. શનિવારે સવારે એક હોટ એર બલૂનમાં આગ લાગતા જંગલમાં તુટી પડ્યું હતું. બલુનમાં 21 પ્રવાસીઓ હતા જેમાંથી 13 નો ચમત્કારિક બચાવ થયોબ હતો. આ અને અન્ય અનેક દુર્ઘટનાઓ બાદ એવું પ્રતિત થાય છે કે આકાશમાં ઉડવાનું રોમાંચક હોવા છતાં અત્યંત જોખમભર્યું છે.
સેર્ગેઈ બોયત્સોવનો આ પ્રયોગ આપણને યાદ અપાવે છે કે યશ મેળવવાનું સ્વપ્ન જોયું છે તો એ સ્વપ્ન પુરુ કરવા સુરક્ષાનું પણ ધ્યાન રાખવું આવશ્યક છે. કોઈપણ સ્થિતિમાં જીવન સાથે રમત કરવી એક ગંભીર બાબત છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો જેનો વીડિયો (Video) હવે સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) […]