Plane Crash: 12 જૂને અમદાવાદમાં થયેલા ભયાનક પ્લેન ક્રેશમાં 270થી વધારે લોકોએ જીવન ગુમાવ્યા. સામાન્ય રીતે વિમાન યાત્રાને સુરક્ષિત યાત્રામાંની એક ગણવામાં આવે છે, પરંતુ અનેક વખતે તેની સલામત નહી જોખમી પુરવાર થતી હોય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

12 જૂને થયેલા અમદાવાદ પ્લેન ક્રેશને (Plane Crash) કારણે ઘણા લોકો પ્લેનના પ્રવાસીઓને કેવી રીતે બચાવી શકાય તેની ચર્ચા કરતા જોવા મળ્યા હતા. ત્યારે યુક્રેનના તાતારેન્કો વ્લાદિમીર નિકોલાયેવિચે નામના હોનહર એરોસ્પેસ એન્જિનિયરે પ્લેનની તૈયાર કરેલી અનોખી ડિઝાઈન ચર્ચામાં ફરીથી આવી છે. આ ડિઝાઈનમાં ઈમરજન્સીની સ્થિતિમાં પેસેન્જર કેબિનને વિમાનથી જુદુ કરી શકશે છે અને પ્રવાસીઓના જીવ બચી શકશે.

યુક્રેનના એરોસ્પેસ એન્જીનિયરે બનાવી વિમાન (Plane) અનોખી ડિઝાઈન
તાતારેન્કોએ આ ડિઝાઇન 3 વર્ષ કરતા વધુ સમયના કઠોર પરિશ્રમ બાદ તૈયાર કરી છે. તાતારેન્કોની ડિઝાઈન વર્ષ 2016માં જાહેરમાં રજૂ કરવામાં આવી હતી. તાતારેન્કોએ એક કોન્સેપ્ટ એરક્રાફ્ટ તૈયાર કર્યું છે. જેમાં ડિટેચેબલ પેસેન્જર કેબિન છે. જો પ્લેનમાં (Plane) ટેક-ઓફ, ઉડાન દરમિયાન અથવા લેન્ડિંગના સમયે કોઈ ઈમરજન્સી આવે તો પ્રવાસીઓ જ્યાં બેઠા હોય છે તે પ્રવાસી કેબિન વિમાનથી જુદી થઈ જશે.

ઈમરજન્સીમાં વિમાનની પેસેન્જર કેબિન જુદી થઈ જશે
આ કોન્સેપ્ટ એરક્રાફ્ટમાં પેસેન્જર કેબિનમાં પેરાશૂટની વ્યવસ્થા કરવામાં આવી છે, જે ઓટોમેટિક ખૂલે છે અને પેસેન્જર કેબિનને ધીમે-ધીમે લેન્ડિંગ કરાવે છે. આ પ્લેનની (Plane) પેસેન્જર કેબિન ઇન્ફ્લેટેબર ટ્યૂબ હોવાથી જો તે પાણીમાં પડે તેમાં તે કેબિનને તરતા રહેવામાં મદદ કરશે. પેસેન્જરના સામાન માટે પણ પ્લેનમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. યુક્રેનના આ એરોસ્પેસ એન્જીનિયર તાતારેન્કો વ્લાદિમીર નિકોલાયેવિચનો તર્ક છે કે હ્યુમન એરરને કંટ્રોલ નહીં કરી શકાય, પરંતુ તેના માટે તૈયારીઓ કરી શકાય છે. આ કેબિન કેવલર અને કાર્બન ફાઇબરથી બનશે, જે હલકું અને ખૂબ જ મજબૂત હશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અનોખી ડિઝાઈન ઉપર છેડાઈ ચર્ચા
તાતારેન્કો વ્લાદિમીર નિકોલાયેવિચની આ કોન્સેપ્ટ એરક્રાફ્ટની ડિઝાઈને લઈને એક નવી ચર્ચા છેડાઈ છે. વિદ્વાનો કહે છે કે વિમાનોમાં આવી વ્યવસ્થા કરવી જોઈએ કે નહીં. તાતારેન્કોની ડિઝાઈનના ટીકાકારો એવું કહી રહ્યા છે કે અલગ કેબિનને નિયંત્રિત કરવા માટે કોઈ વ્યવસ્થા નથી, તેથી તે પર્વતો, વસ્તીવાળા વિસ્તારો અથવા જંગલોમાં પડવાની સંભાવના છે. કેટલાક નિષ્ણાતો પાયલટની સલામતીની વ્યવસ્થા ન કરવા પર પણ પ્રશ્ન ઉભા કરી રહ્યા છે. જોકે કેટલાક લોકોએ આ અનોખી ડિઝાઈનને એક અદ્ભૂત ડિઝાઇન કહી છે અને તે વિમાનમાં (Plane) પ્રવાસ કરવા માટે વધુ કિંમતની ટિકિટ ખરીદવા માટે પણ રાજી છે.
Fantastic idea. Check out this detachable airplane cabin concept… pic.twitter.com/y25pjeR0n5
— Mark Lane 🇬🇧 (@marklanebiz) March 10, 2019
આ ડિઝાઇન કેટલી વ્યવહારુ પુરવાર થઈ શકે છે, તે આવનાર ભવિષ્ય જ જણાવશે. આ સિસ્ટમને ઇન્ટગ્રેટ કરવાથી વિમાનની (Plane) નિર્માણ કિંમત છે. એવામાં, જો કરવામાં આવે, તો કિંમત હજી વધી શકે છે. તાતારેન્કોએ પોતાની ડિઝાઇનનો રિયલ પ્રોટોટાઇપ બનાવવા માટે રોકાણકારની શોધ શરૂ કરી છે, પરંતુ એરબસ કે બોઇંગ જેવી કોઈ મોટી કંપની તેમાં સામેલ થવાની સંભાવના ખૂબ ઓછી છે. તાતારેન્કોનું કહેવું છે કે તેઓ પાઇલટ માટે પણ કોઈ સોલ્યૂશન વિચારી રહ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો