મનાલી (Manali) વેકેશનમાં ફરવા માટે આવેલા એક પરિવાર સાથે દુખ:દ અકસ્માત થયો છે. અહીં મનાલીમાં (Manali) ઝિપ લાઈન પર લટકતી એક યુવતી અચાનક 30 ફૂટ ઊંડી ખાડામાં પડી ગઈ હતી. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ઝિપ લાઈનનો કેબલ તૂટવાથી આ અકસ્માત સર્જાયો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મનાલી (Manali) ફરવા આવેલી એક યુવતી સાથે એક દુ:ખદ અકસ્માત થયો હતો. યુવતી તેના સમગ્ર પરિવાર સાથે અહીં ફરવા માટે આવી હતી. આ દરમિયાન ઝિપ લાઈન પર લટકતી વખતે, અચાનક કેબલ તૂટી ગયો હતો. આ અકસ્માત થતા યુવતી 30 ફૂટ નીચે કોતરમાં પડી ગઈ હતી. જેનો વિડીયો સામે આવ્યો છે.

આ અકસ્માતમાં યુવતીને ગંભીર ઈજાઓ થઈ છે. દુઘટના બાદ યુવતીને પહેલા મનાલી (Manali) અને બાદમાં ચંદીગઢ (Chandigarh) હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. હવે તેને નાગપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં યુવતી ઝિપ લાઇન તુટતા યુવતી ઝિપ લાઈન પરથી પડતી જોઈ શકાય છે.

પરિવાર મનાલીમાં (Manali) વેકેશન માણવા આવ્યો હતો
નાગપુરથી મનાલી (Manali) વેકેશનમાં ફરવા ગયેલા એક પ્રવાસી પરિવાર સાથે ભયાનક અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, નાગપુરના રહેવાસી પ્રફુલ્લ બિજવે તેમના પત્ની અને પુત્રી ત્રિશા સાથે ઉનાળાની રજાઓમાં ફરવા માટે મનાલી ગયા હતા. ગયા અઠવાડિયે રવિવાર, 8 જૂનના રોજ, પ્રફુલ્લ બિજવેની પુત્રી ત્રિશા ઝિપ લાઇન પર લટકીને એક ટેકરીથી બીજી ટેકરી પર જઈ રહી હતી ત્યારે અચાનક ઝિપ લાઇનનો કેબલ તૂટી જતા ત્રિશા 30 ફૂટ ઊંડી ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રિશાને પગમાં ગંભીર ઈજા થઈ હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
A teenage girl from #Nagpur sustained serious injuries after falling from a zipline in #Manali. The zipline cable snapped mid-air while she was riding, causing her to plunge several feet to the ground. She was admitted to a local hospital and stable now. #Tragedy #Accident pic.twitter.com/CU3sdsKENj
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) June 15, 2025
સામે આવ્યો અકસ્માતનો વીડિયો
અકસ્માત પછી, ત્રિશાને તાત્કાલિક મનાલીની (Manali) એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં કોઈ રાહત ન મળતા તેને ચંદીગઢ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે તેને નાગપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં ત્રિશાની સારવાર ચાલી રહી છે. તે જ સમયે, ત્રિશાના પરિવારે કહ્યું કે મનાલીમાં ઝિપ લાઈન દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા નહોતી. પરિવારનું કહેવું છે કે તેમને કોઈ મદદ મળી નથી. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] જ બેટના બે ટુકડા થઈ ગયા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો […]