Viral Video
Spread the love

Viral Video: કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના હેગડે ગામમાં એક કોબ્રા 12 ઈંચ લાંબુ ચપ્પુ ઉંદર સમજીને ગળી ગયો હતો. સ્થાનિકોએ સ્નેક રેસ્ક્યુ ટીમને બોલાવતા સ્નેક રેસ્ક્યુ કરનાર પવન અને અદ્વૈત ભટે કાળજીપૂર્વક ચપ્પુ કાઢીને કોબ્રાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો હવે સોશ્યલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સાપનો સ્વભાવ જ પોતાનો શિકાર શોધીને ગળી જવાનો છે. પણ જ્યારે આ સરીસૃપ ભૂલથી ચપ્પુ, છરી કે કાતર જેવી કોઈ વસ્તુને પોતાનો શિકાર સમજીને ગળી જાય છે ત્યારે શું થાય છે? હા, કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લાના એક ગામમાં આવો જ એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામમાં એક કોબ્રા 12 ઈંચ લાંબા રસોડાના ચપ્પાને ઉંદર સમજીને ગળી ગયો હતો. આ ઘટના કુમતા તાલુકાના હેગડે ગામમાં ગોવિંદ નાઈકના ઘરે બની હતી. એવું માનવામાં આવતું હતું કે આ ઝેરી સાપ ચપ્પુ ગળી ગયા પછી બચી શકશે નહીં, પરંતુ લોકોની સમયસૂચકતાના કારણે તેને બચાવી લેવામાં આવ્યો.

વાયરલ વિડીયોમાં (Viral Video) જુઓ કોબ્રા ગળી ગયો ચપ્પુ, બચાવે લેવાયો

વાયરલ વિડીયોમાં (Viral Video) બે સ્નેક રેસ્ક્યુઅર કોબ્રાના મોઢામાંથી ચપ્પુ કાધવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કોબ્રા શિકારની શોધમાં ફરતો ફરતો ઘરમાં પ્રવેશ્યો હતો અને ભૂલથી ચપ્પુને ખોરાક સમજીને ગળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક સાપ બચાવકર્તા પવન અને પશુચિકિત્સા સહાયક અદ્વૈત ભટને બોલાવવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વિડીયોમાં (Viral Video) જોઈ શકાય છે કે કેવી રીતે કોબ્રાને કોથળામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેના શરીરમાંથી ચપ્પુ કાઢવામાં આવ્યું હતુ. આ ચપ્પુ લગભગ 12 ઈંચ લાંબુ અને 2 ઈંચ પહોળુ હતુ.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વાયરલ વિડીયોમાં (Viral Video) જોઈ શકાય છે કે બચાવ કામગીરી દરમિયાન પવન અને અદ્વૈતે ખૂબ જ કાળજીપૂર્વક કામ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં દેખાય છે કે એક વ્યક્તિ કોબ્રાનું મોં ખુલ્લું અને સ્થિર રાખે છે, જ્યારે બીજો વ્યક્તિ તબીબી કાતરની મદદથી ધીમે ધીમે કોબ્રાના ગળામાંથી ચપ્પુ કાઢે છે.

આ ઘટના વિશે માહિતી આપતાં, પત્રકાર યાસીર મુશ્તાકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “કર્ણાટકના કારવાર જિલ્લાના હેજડે ગામમાં એક વિચિત્ર ઘટનામાં, એક કોબ્રા આકસ્મિક રીતે રસોડાનું ચપ્પુ ગળી ગયો હતો. બચાવકર્તા પવન અને પશુચિકિત્સા સહાયક અદ્વૈતે કોબ્રાના પેટમાંથી કોબ્રાને કોઈ નુકશાન ન થાય એમ સુરક્ષિત રીતે ચપ્પુ કાઢ્યુ હતું. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે કોબ્રાને બચાવ્યા બાદ જંગલમાં સુરક્ષિત છોડી દેવામાં આવ્યો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

2 thoughts on “Viral Video: ઉંદર સમજીને કોબ્રા 12 ઈંચનું ચાકુ ગળી ગયો અને પછી જે થયુ તે જોઈ રુવાંડા ઉભા થઈ જશે, જુઓ વિડીયો”
  1. […] તેની સારવાર ચાલી રહી છે. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં યુવતી ઝિપ લાઇન […]

  2. […] પહોંચી ગયું હોવાનું જણાય છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે હુમલા દરમિયાન એન્કર […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *