સંયુક્ત રાષ્ટ્ર (UN) બે ભારતીય શાંતિ રક્ષકો, બ્રિગેડિયર અમિતાભ ઝા અને હવાલદાર સંજય સિંહને મરણોત્તર ડેગ હેમરસ્કજોલ્ડ મેડલ એનાયત કરશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

સંયુક્ત રાષ્ટ્ર (UN) બે ભારતીય શાંતિ રક્ષકો, બ્રિગેડિયર અમિતાભ ઝા અને હવાલદાર સંજય સિંહને મરણોત્તર ડેગ હેમરસ્કજોલ્ડ મેડલ અર્પણ કરશે. આ સન્માન તેમને વૈશ્વિક શાંતિની સેવામાં તેમના સર્વોચ્ચ બલિદાન માટે આપવામાં આવશે.

સંયુક્ત રાષ્ટ્ર (UN) ના કયા મિશન ઉપર હતા બન્ને શાંતિ રક્ષક
બ્રિગેડિયર અમિતાભ ઝા યુનાઇટેડ નેશન્સ ડિસએંગેજમેન્ટ ઓબ્ઝર્વર ફોર્સ (UNDOF) સાથે જોડાયેલા હતા, જે ગોલાન હાઇટ્સમાં યુદ્ધવિરામનું નિરીક્ષણ કરે છે. હવાલદાર સંજય સિંહને યુનાઇટેડ નેશન્સ સ્ટેબિલાઇઝેશન મિશન (MONUSCO) હેઠળ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા હતા.

આ મેડલ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે આયોજિત એક ખાસ સમારોહમાં મરણોત્તર અર્પણ કરવામાં આવશે. 29 મે, આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષક દિવસ (યુએન શાંતિ રક્ષક) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ 1948 થી યુએન ધ્વજ હેઠળ પોતાનો જીવ ગુમાવનારા 4,300 થી વધુ શાંતિ રક્ષકોને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર છે.
Two Indian peacekeepers to be honoured posthumously with Dag Hammarskjold medal
— ANI Digital (@ani_digital) May 29, 2025
Read @ANI| Story https://t.co/S7RKf1FUO0#India #UNPeacekeepers #DagHammarskjoldmedal pic.twitter.com/dZuvgug8D1
હેમરસ્કજોલ્ડની યાદમાં આપવામાં આવે છે આ સન્માન
ડેગ હેમરસ્કજોલ્ડ મેડલ આપવાનો ઠરાવ 1997માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ 1121 હેઠળ કરવામાં આવ્યો હતો. આ મેડલ યુએનના બીજા મહાસચિવ ડેગ હેમરસ્કજોલ્ડની યાદમાં આપવામાં આવે છે, જેનું 1961માં શાંતિ રક્ષા મિશન દરમિયાન વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ પુરસ્કાર જેમણે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવા સૈનિકો, પોલીસકર્મીઓ અને નાગરિકોને દર વર્ષે મરણોપરાંત આપવામાં આવે છે.

ભારત બે લાખથી વધુ શાંતિ રક્ષક સૈનિકો મોકલી ચુક્યુ છે
ભારત યુએન શાંતિ મિશનમાં સૌથી મોટા યોગદાન આપનારા દેશોમાંનો એક છે. ભારતે અત્યાર સુધીમાં 49 મિશનમાં 2 લાખથી વધુ સૈનિકો મોકલ્યા છે. આ પહેલા ઘણા ભારતીય શાંતિ રક્ષકોને આ સન્માન મળી ચૂક્યું છે. ભારત યુનાઈટેડ પીસ કીપિંગ કમિશનનું સદસ્ય પણ રહ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો