હૈદરાબાદમાં (Hyderabad) બોમ્બ વિસ્ફોટનું કાવતરું ઘડનારા બે લોકોની પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી એમોનિયા, સલ્ફર અને એલ્યુમિનિયમ પાવડર સહિત વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહિં ક્લિક કરો
આંધ્રપ્રદેશ અને તેલંગાણા પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં હૈદરાબાદમાં (Hyderabad) બોમ્બ વિસ્ફોટ કરવાનું ષડયંત્ર રચી રહેલા બે લોકોની ધરપકડ કરી છે. વિજયનગરમના સિરાજ ઉર રહેમાન (29)ની બાતમી બાદ અટકાયત કરવામાં આવી હતી. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે દરોડા દરમિયાન આરોપીના પરિસરમાંથી એમોનિયા, સલ્ફર અને એલ્યુમિનિયમ પાવડર સહિત વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

હૈદ્રાબાદમાં (Hyderabad) બોંબ વિસ્ફોટનું ષડયંત્ર નિષ્ફળ
પોલીસે જણાવ્યું હતું કે, “તપાસ દરમિયાન, રહેમાને હૈદરાબાદના (Hyderabad) બીજા એક વ્યક્તિ, સૈયદ સમીર (28) વિશે માહિતી આપી, જેના પગલે તેને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો.” પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓ કસ્ટડીમાં છે અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે લોકોને સહકાર આપવા અને સતર્ક રહેવા વિનંતી કરી છે.
🔴#BREAKING | Terror bid foiled in Hyderabad as Telangana and Andhra Pradesh police arrest two people who had planned to carry out blasts; ISIS Module link suspected
— NDTV (@ndtv) May 19, 2025
NDTV's @umasudhir reports#Hyderabad pic.twitter.com/APuiTNhuke
સિરાજ અને સૈયદ ISIS સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. પોલીસ તપાસ કરી રહી છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ બંનેના તાર ક્યાં અને કેટલે સુધી જોડાયેલા છે.

બીજી તરફ, ઓડિશા પોલીસે પુરી સ્થિત યુટ્યુબર અને જ્યોતિ મલ્હોત્રા વચ્ચેના કથિત જોડાણની તપાસ શરૂ કરી છે, જેમની પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોને સંવેદનશીલ માહિતી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યોતિ મલ્હોત્રાની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનુક્રમે 3.77 લાખ સબ્સ્ક્રાઇબર્સ અને 1.33 લાખ ફોલોઅર્સ છે. તે દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં કામ કરતા એક પાકિસ્તાની કર્મચારીના સંપર્કમાં હોવાનું કહેવાય છે. પાકિસ્તાની હાઈ કમિશનના આ અધિકારીને જાસૂસીમાં સામેલ હોવાના આરોપસર ભારત દ્વારા 13 મેના રોજ હાંકી કાઢવામાં આવ્યો હતો.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહિં ક્લિક કરો