Flying Car: હોલીવુડ અને કાર્ટૂન ફિલ્મોમાં એક સમયે જોવા મળતી ઉડતી કાર (Flying Car) હવે વાસ્તવિકતા બની ગઈ છે. વર્ષ 2026 સુધીમાં, એવી કાર બજારમાં આવવા જઈ રહી છે જે મુસાફરને બેસાડતાની સાથે જ હવામાં ઉડવા માંડશે. આ વાત વિચિત્ર લાગે છે પણ સાચી છે. જુઓ વિડીયો
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહિં ક્લિક કરો
દરરોજ ટ્રાફિક જામમાં ફસાઈ જતા લોકો માટે હવે વિજ્ઞાને એક અલગ વિકલ્પ શોધી કાઢ્યો છે. હવે ઉડતી કારનું (Flying Car) આગમન આપણા જીવનમાં થવા જઈ રહ્યું છે, ઉડતી કાર એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. પહેલા જે અશક્ય લાગતું હતું પરંતુ તે સ્વપ્નને હવે સ્લોવાકિયન કંપની ક્લેઈન વિઝનની ઉડતી કાર (Flying Car) ‘એરકાર’ વાસ્તવિકતામાં ફેરવવા જઈ રહી છે. આ અનોખી કાર, જે રસ્તા પર ચાલશે તો ખરી જ અને આકાશમાં પણ ઉડશે પણ ખરી.

ક્લેઈન વિઝનની પહેલી એરકારને સ્લોવાક ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (EASA) તરફથી હવાઈ યોગ્યતા સર્ટિફિકેટ મળી રહ્યું છે. આ ઉડતી કારના (Flying Car) 200 થી વધુ વખત ઉડવા અને ઉતસ્રવાના પરીક્ષણ થઈ ચુક્યા છે. એટલું જ નહીં, આ ઉડતી કારે (Flying Car) નાઈટ્રાથી બ્રાતિસ્લાવા સુધીની 35 મિનિટની હવાઈ યાત્રા પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી. તેનું બીજું મોડેલ, એરકાર 2, આ ઉનાળામાં પરીક્ષણ માટે તૈયાર છે અને ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહિં ક્લિક કરો
શું છે એરકારની વિશેષતાઓ?
એરકારની વિશેષતાઓ તેને ખૂબ જ અનોખી બનાવે છે. તેની ઝડપ રોડ પર 124 માઈલ પ્રતિ કલાક (લગભગ 200 કિમી/કલાક) અને હવામાં 154 માઈલ પ્રતિ કલાક (લગભગ 250 કિમી/કલાક) ની ઝડપે દોડી/ઉડી શકે છે. તે એક સમયે 620 માઈલ (લગભગ 1000 કિમી) સુધી ઉડી શકે છે.
これが本当の空飛ぶ車
— ミリレポ (@sabatech_pr) May 15, 2025
スロバキアのKleinVisionは90秒で飛行機に変形する空飛ぶ自動車「AirCar2」を公開。
これまで170時間以上の飛行と500回以上の離着陸を実施。飛行距離は最大1000km、最高速度は時速250km/hに達する予定。価格は80万ドルからで2026年の発売を予定しているpic.twitter.com/MTsCz0neYg
સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે કારને એરો મોડમાં રૂપાંતરિત કરવામાં આવે છે, ત્યારે તેની પાંખો અને પાછળની બાજુ પૂંછડી જેવી રચના આપમેળે બહાર આવી જાય છે, જેનાથી તે નાનકડા વિમાન જેવું દેખાય છે.
કેટલી છે કિંમત આ ઉડતી કારની? Flying Car
જોકે, આ કારની કિંમત દરેકને પરવડે તેવી નહીં હોય. આ ઉડતી કારના મોડેલ એરકાર-2 ની અંદાજિત કિંમત 6.5 થી 8 કરોડ રૂપિયાની વચ્ચે છે. આ ઉપરાંત, તેને ઉડાડવા માટે પાયલોટ લાયસન્સ આવશ્યક રહેશે, જેના કારણે હાલમાં સામાન્ય લોકો માટે તે થોડું મુશ્કેલ હોઈ શકે છે.

ક્લેઈન વિઝનના સ્થાપક સ્ટીફન ક્લેઈનને તાજેતરમાં ‘લિવિંગ લેજેન્ડ્સ ઓફ એવિએશન’ તરફથી એન્જિનિયરિંગમાં વિશેષ સન્માન મળ્યું. સ્ટીફને કહ્યું કે આ સન્માન તેમના માટે ખૂબ મોટી વાત છે. તેમણે કહ્યું કે એરકાર તેમનું જૂનું સ્વપ્ન છે, જેના દ્વારા હું સામાન્ય લોકોને ઉડવાની સ્વતંત્રતા આપવા માંગુ છું. ઉડતી કારનું નવું મોડેલ લોકોને આ સ્વપ્નની નજીક લાવી રહ્યું છે.

એરકાર ફક્ત ટ્રાફિકની સમસ્યાને જ હલ કરી શકતી નથી, પરંતુ તે મુસાફરીની રીતને પણ સંપૂર્ણપણે બદલી શકે છે. રસ્તા અને આકાશને જોડતી આ ટેકનોલોજી વ્યક્તિગત પરિવહનના નવા યુગની શરૂઆત કરી શકે છે. જોકે તેને વ્યાપક રીતે અપનાવવામાં થોડો સમય લાગશે, તે ચોક્કસપણે ભવિષ્યની ઝલક છે.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહિં ક્લિક કરો