અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ફરી એકવાર પોતાના નિવેદનથી પલટતા જોવા મળ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારતે કરેલા ઓપરેશન સિંદૂર (Operation sindoor) દરમિયાન વધી રહેલા તણાવ અંગે, તેમણે પહેલા દાવો કર્યો હતો કે તેમણે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો હતો, પરંતુ હવે તેઓ પલટી મારીને કહી રહ્યા છે કે તેમણે યુદ્ધવિરામ નહોતો કરાવ્યો નહીં, પરંતુ મેં જરૂરી મદદ પૂરી પાડી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) આ વિરોધાભાસી નિવેદનથી ફરી એકવાર તેમની રાજદ્વારી ભૂમિકા પર પ્રશ્નો ઉભા થયા છે.
દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો

કતારના દોહામાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે (Trump) કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ હતી અને મિસાઈલોની ભાષામાં વાતચીત થવાની હતી. એટલા માટે તેમણે બંને દેશો સાથે વાત કરીને પરિસ્થિતિ શાંત કરી. જોકે, તેમણે એમ પણ કહ્યું કે મને આશા છે કે મારા અહીંથી ગયા પછી પણ, મને સાંભળવા મળશે કે બંને દેશો વચ્ચે સ્થિતિ શાંતિપૂર્ણ છે.

ટ્રમ્પે (Trump) પોતાના નિવેદનથી માર્યો ટર્ન
ટ્રમ્પે (Trump)દાવો કર્યો હતો કે પાકિસ્તાન અને ભારત બંને ‘ખૂબ ખુશ’ છે અને હવે વેપાર વિશે વાત કરી રહ્યા છે. પરંતુ આ વાતચીત દરમિયાન તે પોતે પણ ફસાઈ ગયા હતા. ખરેખર આ પછી તેમણે કહ્યું, તેઓ 1000 વર્ષથી લડી રહ્યા છે, મને ખબર નથી કે હું આનો ઉકેલ લાવી શકીશ કે નહીં. આ ખૂબ જ મુશ્કેલ બાબત છે.
“भारत-पाकिस्तान के बीच मैंने मध्यस्थता नहीं कराई” भारत-पाकिस्तान के बीच मध्यस्थता के बयान से पलटे ट्रंप#DonaldTrump #IndiaPakistanCeasefire #IndiaPakistanConflict #IndiaPakistan #OperationSindoor #PMModi pic.twitter.com/uJViCDzRMS
— CNBC-AWAAZ (@CNBC_Awaaz) May 15, 2025
ટ્રમ્પના ટર્ન બાદ ભારતીય અને વૈશ્વિક સ્તરે તેમની રાજદ્વારી સમજણ અને ભૂમિકા બન્ને ઉપર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે.
દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] એલોન મસ્કે (Elon Musk) યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટના DOGE વિભાગ છોડવાનો નિર્ણય લીધો […]