સુલતાના બેગમ (Sultana Begum) દ્વારા કે જે પોતાને મુઘલ સામ્રાજ્યના છેલ્લા શાસક બહાદુર શાહ ઝફરના પરિવારના વારસદાર હોવાનો દાવો કરે છે એક અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજી આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના સમક્ષ આવી હતી. આ અરજીમાં લાલ કિલ્લા પર કબજો કરવાની માંગ કરવામાં આવી હતી.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો
મુઘલ સામ્રાજ્યના છેલ્લા શાસક બહાદુર શાહ ઝફરના પ્રપૌત્રની કથિત વિધવા સુલતાના બેગમે (Sultana Begum) સુપ્રીમ કોર્ટમાં એક રસપ્રદ અરજી દાખલ કરી હતી. જે અરજી આજે કોર્ટે ફગાવી દીધી હતી. સુલતાના બેગમ (Sultana Begum) કથિત રીતે પોતાને બહાદુર શાહ ઝફરની કાયદેસર વારસદાર કહે છે. આ આધાર ઉપર તેણે રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લાનો કબજો પોતાને આપવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.

સ્વાભાવિક છે કે, આ સાંભળીને કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ માટે હસશે. આ અરજી સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ હતી. તેમણે આ સંપૂર્ણપણે પાયાવિહોણી અરજી છે અને કોઈપણ રીતે સાંભળવા યોગ્ય નથી તેમ કહીને માત્ર એક જ વારમાં અરજી ફગાવી દીધી હતી.
Supreme Court hears an appeal against Delhi HC judgment which dismissed the plea of descendant of Bahadur Shah Zafar, Sultana Begum, who claimed ownership of the Red Fort and sought its possession from the Indian government
— Bar and Bench (@barandbench) May 5, 2025
HC had rejected it citing an inordinate delay of over… pic.twitter.com/4I4s4ILOz6
સુલતાના બેગમ (Sultana Begum) દિલ્હી હાઈકોર્ટ પણ ગઈ હતી
ઉલ્લેખનીય છે કે સુલતાના બેગમે (Sultana Begum) આવી અરજી દાખલ કરી હોય તે પહેલી વાર નથી બન્યું. હાલમાં તે કોલકાતા નજીક હાવડામાં રહે છે. સુલતાના બેગમે (Sultana Begum) સૌપ્રથમ વર્ષ 2021 માં હાઇકોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. તેને આશા હતી કે આ બહાના હેઠળ સરકાર તેમની ચિંતાઓ પર ધ્યાન આપશે અને ઓછામાં ઓછું થોડી નાણાકીય સહાયતા કરશે. પણ આવું કંઈ થતું હોય તેવું લાગતું નથી.

સુપ્રીમ કોર્ટે કટાક્ષ પણ કર્યો
દિલ્હી હાઈકોર્ટે કેસ દાખલ કરવામાં 164 વર્ષથી વધુના વિલંબને ટાંકીને કેસ ફગાવી દીધો હતો. જ્યારે સુપ્રીમ કોર્ટે આજે આ કેસની સુનાવણી કરી, ત્યારે તેણે અરજી ફગાવી દીધી અને કહ્યું કે ફક્ત લાલ કિલ્લો જ કેમ, ફતેહપુર સિકરી કેમ નહીં, તેને કેમ બાકાત રાખવામાં આવ્યો છે.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

સ્વાભાવિક છે કે દેશની સુપ્રીમ કોર્ટે કટાક્ષ કર્યો હતો કે તમે આવી અર્થહીન અરજી કેવી રીતે દાખલ કરી શકો છો. સુપ્રીમ કોર્ટમાં આ અરજી જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારની બેન્ચ સમક્ષ હતી. અરજીનો નિકાલ કરતી વખતે, કોર્ટે કહ્યું કે સુલતાના બેગમ સંપૂર્ણપણે ખોટુ સમજી રહી છે.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો