Indus Water Treaty: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, ભારતે ચિનાબ (Chenab) નદીનો ડેમ બંધ કરી દીધો છે, જેના કારણે પાકિસ્તાનના પંજાબમાં પાણીની અછત સર્જાઈ શકે છે. આ દરમિયાન, ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં દારૂગોળોનો વરસાદ કરી રહ્યું છે. એલઓસી પર પણ સતત ગોળીબાર થઈ રહ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના પહલગામ આતંકી હુમલામાં 26 હિન્દુ પ્રવાસીઓના હત્યાકાંડ બાદ, ભારત પાકિસ્તાનનું નાક સતત દબાવી રહ્યું છે. આ બાજુ બંને દેશોની સેનાઓ સામસામે છે. ભારત સરકારે પોતાની સેનાને સંપૂર્ણ છૂટ આપી છે. આ સાથે, અન્ય મોરચે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ ક્રમમાં, ભારતે ચિનાબ (Chenab) નદીનો બંધ બંધ કરી દીધો છે. સિંધુ જળ સંધિ તોડ્યાના લગભગ 10 દિવસની અંદર ભારત સરકારે આ પગલું ભર્યું છે. આનાથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતને ચિનાબ (Chenab) નદીમાંથી મળતા પાણીના પુરવઠામાં મોટો ઘટાડો થઈ શકે છે.

ભારતે રોક્યું ચિનાબનું (Chenab) પાણી
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ભારતે ચિનાબ (Chenab) નદી પર બનેલા બગલીહાર ડેમના દરવાજા બંધ કરી દીધા છે. આના કારણે પાકિસ્તાન તરફ વહેતા ચિનાબ (Chenab) નદીના પાણીમાં ભારે ઘટાડો થયો છે. અહેવાલમાં જણાવાયું છે કે ચિનાબ (Chenab) પરનો બગલીહાર ડેમ રન ઑફ ધ રિવર હાઇડ્રો પાવર પ્લાન્ટ તરીકે બનાવવામાં આવ્યો હતો. એટલે કે અત્યાર સુધી આ બંધમાંથી પાણીનો પ્રવાહ રોકી રહ્યો ન હતો. પાણીના પ્રવાહમાં વિક્ષેપ પાડ્યા વિના વીજળી ઉત્પન્ન થઈ રહી હતી. ચિનાબ (Chenab) નદી જળ સંધિ હેઠળ ઉલ્લેખિત છ નદીઓમાંથી એક છે. આ એક પશ્ચિમી નદી છે અને સંધિ મુજબ, ભારત આ નદીના પાણીનો ઉપયોગ જળવિદ્યુત ઉત્પાદન માટે કરી શકે છે.

ચિનાબના (Chenab) પાણી વગર તરફડશે પાકિસ્તાનનું પંજાબ
અધિકારીઓનું કહેવું છે કે આ બંધના દરવાજા બંધ કરવાથી પાકિસ્તાનના પંજાબ ક્ષેત્રમાં પાણીની તીવ્ર અછત સર્જાઈ શકે છે. પાકિસ્તાનના પંજાબમાં ખેતરોની સિંચાઈ આ નદીના પાણીથી થાય છે. તેવી જ રીતે, ઝેલમ નદી પર બનેલા કિશનગંગા બંધ પર પણ આ પ્રકારના પગલા લેવાની તૈયારીઓ ચાલી રહી છે.
પહલગામ આતંકી હુમલાના થોડા દિવસોમાં જ ભારતે સંધિમાંથી ખસી જવાની જાહેરાત કરી. આ સંધિ 1960 ના દાયકામાં વિશ્વ બેંકની મધ્યસ્થતામાં કરવામાં આવી હતી. સંધિ મુજબ, સિંધુની છ ઉપનદીઓમાંથી, ત્રણનું પાણી ભારત અને ત્રણનું પાણી પાકિસ્તાન જતું હતું. પાકિસ્તાન પશ્ચિમી નદીઓમાંથી પાણી મેળવતું હતું. ભારતમાં આ સંધિ અંગે ઘણા સમયથી પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એક મોટો વર્ગ માને છે કે તત્કાલીન વડા પ્રધાન સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુએ આ સંધિમાં વધારે પડતી ઉદારતા દાખવી હતી અને પાકિસ્તાનને વધારે પાણી આપ્યું હતું.
पहलगाम हमले के बाद भारत का एक और एक्शन, चिनाब नदी पर बने बगलिहार डैम का गेट बंद -सूत्र #PahalgamAttackNewsLiveOnNN #PahalgamTerroristAttack #IndiaPakistanWar #IndiaAgainstTerror #NewsUpdates #NewsNation | @garg_amrita pic.twitter.com/WkRKIR09UA
— News Nation (@NewsNationTV) May 4, 2025
આ દરમિયાન, બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં મોટા પાયે યુદ્ધ કવાયત કરી રહ્યું છે. તણાવના આ સમયમાં, આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાને બદલે, પાકિસ્તાન ઉશ્કેરણીજનક પગલાં લઈ રહ્યું છે. શનિવારે પાકિસ્તાને સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઇલ અબ્દાલીનું પરીક્ષણ કર્યું. નિષ્ણાતો કહે છે કે આ મિસાઈલની રેન્જ 450 કિમી છે. પરંતુ, ભારત પાસે આ શ્રેણીની અને એના કરતા ચઢિયાતી, મારકણી અને લાંબી રેન્જ ધરાવતી અગ્નિ મિસાઇલ છે.