Pahalgam Terror Attack
Spread the love

કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. નિયંત્રણ રેખા (LoC) ને અડીને આવેલા પૂંછ જિલ્લાના ગામડાઓમાં, સ્થાનિક લોકોએ બંકરોની સફાઈ અને સમારકામ શરૂ કરી દીધું છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલા આ બંકરોમાં કોઈપણ કટોકટીની સ્થિતિમાં ગ્રામજનોને સુરક્ષિત રાખી શકાય તે માટે ફરી એકવાર સક્રિય કરવામાં આવી રહ્યા છે.

પહલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ સરકારે લીધા કઠોર રાજદ્વારી પગલા

પહલગામ આતંકી હુમલામાં (Pahalgam Terror Attack) 26 હિંદુ પર્યટકોની નિર્મમ હત્યાનો પ્રતિકાર કરતા સરકારે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આમાં પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો તોડવા, સિંધુ જળ સંધિને અસ્થાયી રૂપે સ્થગિત કરવા અને અટારી સરહદ ચોકી અસ્થાયી રૂપે બંધ કરવા જેવા કડક પગલાંનો સમાવેશ થાય છે.

સીમા ઉપરના બંકરોની સાફ-સફાઈ શરુ

સરકાર દ્વારા બનાવવામાં આવેલા આ બંકરોમાં કોઈપણ કટોકટીની સ્થિતિમાં ગ્રામજનોને સુરક્ષિત રાખી શકાય તે માટે સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. પૂંછના કર્માર્હા ગામના એક રહેવાસીએ કહ્યું, “ઘણા સમયથી બંકરોની જરૂર અનુભવાતી નહોતી, પરંતુ હવે પરિસ્થિતિ ફરી બદલાઈ રહી છે. બંકરોમાં પલંગ, ગાદલા અને ઓશિકા પહોંચાડવામાં આવી રહ્યા છે. ભયનું વાતાવરણ છે, પરંતુ અમને અમારી સેના અને સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે.”

બીજા એક ગ્રામવાસી એ કહ્યું, “પહેલાં, ગોળીબાર દરમિયાન, અમે આ બંકરોમાં આશરો લેતા હતા. પહેલગામની ઘટનાએ અમને ફરીથી સતર્ક કર્યા છે. અમે દરેક પરિસ્થિતિ માટે તૈયાર છીએ.”

22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં એક વ્યસ્ત પર્યટન સ્થળ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં આતંકીઓએ 26 નિર્દોષ હિંદુ પર્યટકોની તેમનો ધર્મ પુછીને નિર્મમ હત્યા કરી હતી. આ ઘટનાને ખીણમાં લાંબા સમયથી થયેલો સૌથી ભયાનક આતંકવાદી હુમલો માનવામાં આવી રહ્યો છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

2 thoughts on “Pahalgam Terror Attack: પાકિસ્તાન સાથે યુદ્ધ માટે ભારત સંપૂર્ણપણે તૈયાર, LoC નજીક લોકોએ બંકરોમાં આશરો લીધો, જુઓ વીડિયો”
  1. […] પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારત દ્વારા લેવામાં આવેલી કડક […]

  2. […] પહોંચી ગઈ છે. પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *