IPL 2025
Spread the love

IPL 2025: ફાસ્ટ બોલિંગમાં પોતાની જબરદસ્ત લાઈન અને લેન્થ માટે પ્રખ્યાત શમીએ સાબિત કર્યું છે કે તે શરૂઆતથી જ કોઈપણ બેટ્સમેનને આશ્ચર્યચકિત કરી શકે છે.

દેવેલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

શુક્રવારે ચેપોક સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ની મેચમાં સન રાઈઝર્સ હૈદ્રાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટનના નિર્ણયને મોહમ્મદ શમીએ ન માત્ર સાચો સાબિત કર્યો સાથે સાથે પોતે એવો રેકોર્ડ પણ સર્જ્યો જે IPL ના 17 વર્ષના ઈતિહાસમાં કોઈ બોલર સર્જી શક્યો નથી.

IPL 2025: મોહમ્મદ શમીનો અનોખો રેકોર્ડ

પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ, ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત સારી નહોતી રહી. સનરાઈઝર્સ હૈદ્રાબાદના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ચેન્નાઈ સુપર કિંગ્સ ઓપનર શાકિબ રાશિદને મેચના પ્રથમ જ બોલે અભિષેક શર્માના હાથમાં ઝીલાવીને દઈને પહેલો ઝટકો આપ્યો હતો, આ વિકેટ સાથે શમીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો.

આઠ મેચમાંથી ફક્ત બે જીત સાથે પોઈન્ટ ટેબલમાં તળિયે બેઠેલી, સંઘર્ષ કરતી એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો આઠ મેચમાંથી છ હાર સાથે નવમા સ્થાને રહેલી સનરાઈઝર્સ હૈદ્રાબાદ થયો હતો. હારનારી ટીમને લાકડાના ચમચી સાથે સંતોષ માનવો પડશે અને ટુર્નામેન્ટની બહાર થવાનું જોખમ તો ખરું જ. બંને ટીમો તેમની છેલ્લી પાંચ મેચોમાં ફક્ત એક જ મેચ જીતી શકી છે.

દેવેલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

મોહમ્મદ શમીએ ફરી એકવાર પોતાની બોલિંગ કુશળતાથી IPL ના ઈતિહાસમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. ચેન્નાઈ સામે હૈદરાબાદ તરફથી રમતા શમીએ ઈનિંગના પહેલા જ બોલ પર વિકેટ ઝડપી હતી, તેણે આ સાથ ઈનિંગના પ્રથમ બોલે વિકેટ ઝડપવાની સિદ્ધિ તેની કારકિર્દીમાં ચોથી વખત મેળવી છે. તે IPLમાં સૌથી વધુ વખત આ સિદ્ધિ મેળવનાર બોલર બની ગયો છે.

શમીએ આજે ઈનિંગના પ્રથમ જ બોલે ચેન્નાઈના ઓપનિંગ બેટ્સમેન શાકિબ રાશિદને આઉટ કર્યો હતો. તેણે ઈનિંગના પ્રથમ બોલ ઉપર વિકેટ આ પહેલા ત્રણ વખત ઝડપી છે. સૌપ્રથમ 2014 માં દુબઈના જેક કાલિસને, 2022 માં વાનખેડે સ્ટેડિયમ ખાતે રમતા કેએલ રાહુલને, 2023 માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર રમતા ફિલ સૉલ્ટને ઈનિંગના આઉટ કર્યો હતો.

દેવેલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

3 thoughts on “IPL 2025: મોહમ્મદ શમીનો અનોખો રેકોર્ડ, બન્યો IPLના 17 વર્ષના ઈતિહાસમાં એકમાત્ર બોલર”
  1. […] IPL 2025 ની ફાઈનલમાં પંજાબ કિંગ્સ ઈલેવનને RCB સામે હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં, આ સમગ્ર IPLમાં ટીમ જે રીતે ઉભરી અને રમી તે આવનારા વર્ષો માટે બાકીની ટીમો માટે ચોક્કસપણે મોટી ખતરાની ઘંટડી વગાડી છે. આનું બીજું એક કારણ છે અને તે છે શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ, જેમણે હંમેશા ટીમનું મનોબળ ઊંચું રાખ્યું છે. અહીં આપણે ટીમ અને તેના પ્રદર્શન વિશે વાત કરીશું નહીં. અહીં આપણે ટીમના માલિક વિશે વાત કરીશું, જેમની એન્ટ્રી પછી ટીમનો આખો ચહેરો બદલાઈ ગયો. […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *