Pahalgam Terror Attack
Spread the love

Pahalgam Terror Attack: RSS ચીફ મોહન ભાગવતે કહ્યું કે હિન્દુઓ ક્યારેય પહેલગામ (ધર્મ પૂછ્યા પછી ગોળીબાર) જેવું ન કરે. રાવણના વધનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ‘ધર્મના રક્ષણ માટે કડક પગલાં લેવા આવશ્યક છે.’

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

RSSના વડા મોહન ભાગવતે કાશ્મીરમાં તાજેતરના પહલગામ આતંકવાદી હુમલાને (Pahalgam Terror Attack) ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ ગણાવી છે. તેમણે હિંસાની નિંદા કરી અને દેશની એકતા અને શક્તિ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે હિન્દુઓ સ્વભાવે શાંતિપ્રિય છે પરંતુ અત્યાચાર સહન કરવો તેમનો સ્વભાવ નથી.

પહેલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ દેશભરમાં આક્રોશ વધી રહ્યો છે એવા સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે આ આતંકવાદી માનસિકતા પર સીધો પ્રહાર કર્યો છે. મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ‘એક સાચો હિન્દુ ક્યારેય કોઈનો ધર્મ પૂછ્યા બાદ તેની હત્યા કરવાનું કૃત્ય ન કરી શકે.’

ભાગવતે આગળ કહ્યું, ‘જે લોકો ધર્મનું વિકૃત રૂપ લઈને માનવતાની હત્યા કરી રહ્યા છે તે રાક્ષસો છે.’ ભાગવતે પોતાના ભાષણમાં એક ઉદાહરણ આપ્યું કે રાવણ ભગવાન શિવનો ભક્ત હતો પરંતુ એવી પ્રવૃત્તિઓથી ઘેરાયેલો હતો જેને સમજાવવાથી ઉકેલી શકાય નહીં તેથી ભગવાન રામે તેનો વધ કરવો પડ્યો. મોહન ભાગવતે વધુમાં કહ્યું કે કેટલાક એવા લોકો છે, જેમને સમજાવવાથી કંઈ ઉકેલાશે નહીં. તેમને પાઠ ભણાવવો પડશે, મને આશા છે કે આ ટૂંક સમયમાં આમ કરી શકાશે. આજે આવા રાક્ષસોનો સામનો કરવા માટે આપણને દુર્ગા જેવી શક્તિની, 18 હાથવાળી શક્તિની આવશ્યકતા છે.

‘સંગઠન શક્તિ’ એ જ અસલી શસ્ત્ર

પહેલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) ને યાદ કરતા ભાગવતે દેશવાસીઓને યાદ અપાવ્યું કે 1962ના યુદ્ધે ભારતને શીખવ્યું કે આત્મમુગ્ધ રહીને યુદ્ધો લડી શકાતા નથી. હવે સમય આવી ગયો છે જ્યારે આપણે દરેક મોરચે સતર્ક, સંગઠિત અને કઠોર બનવું જોઈએ. તેમણે કહ્યું, ‘આપણને ફક્ત દુઃખ જ નથી થયું પણ ગુસ્સો પણ આવ્યો છે.’ અને આ ગુસ્સાનો જવાબ આતંકના સમર્થકોને પૂરી શક્તિથી આપવામાં આવશે.’ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે “રાવણની જેમ “ધર્મના નામે નરસંહાર” કરનારા આતંકવાદીઓનો અંત લાવવામાં આવે તે જ હવે એકમાત્ર રસ્તો છે.

સંઘના (RSS) વડાએ કહ્યું કે જો આપણે એક થઈશું, તો કોઈ આપણી તરફ ખરાબ ઇરાદાથી જોવાની હિંમત નહી કરે અને જો કોઈ આવું કરશે તો તેની આંખો કાઢી લેવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈના પ્રત્યે ઘૃણા કે શત્રુતા રાખવી આપણા સ્વભાવમાં નથી, પરંતુ મુંગા રહીને નુકશાન સહન કરવું પણ આપણા સ્વભાવમાં નથી. એક સાચા અહિંસક વ્યક્તિએ મજબૂત પણ હોવું જોઈએ. શક્તિ ન હોય કોઈ વિકલ્પ નથી હોતો, પરંતુ જ્યારે શક્તિ હોય ત્યારે જરૂર પડે ત્યારે તે દેખાવી જોઈએ.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘ડેમોગ્રાફિક વોરફેર’ ને ઓળખવાની આવશ્યકતા

ભાગવતે ચેતવણી પણ આપી હતી કે આતંકવાદ ફક્ત બંદૂકથી જ આવતો નથી. વસ્તી વિષયક પરિવર્તન (Demographic Change) પણ એક પ્રકારનું શાંત યુદ્ધ (Silent War) છે, જેને હિન્દુ સમાજે હવે સમજવું પડશે. તેમણે કહ્યું, ‘ભારતનું ભવિષ્ય ત્યારે જ સુરક્ષિત રહેશે જો આપણે વસ્તી સંતુલન અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખીશું.’ કેટલાક તત્વો આ દેશની મૂળ ભાવનાને બદલવા માંગે છે, પરંતુ આપણે આવું થવા દઈશું નહીં.

આજે સમગ્ર રાષ્ટ્ર પહલગામ આતંકી હુમલાની (Pahalgam Terror Attack) બર્બરતા વિરુદ્ધ ખડો છે

ભાગવતે કહ્યું કે પહેલગામ હુમલા (Pahalgam Terror Attack) સામે દેશભરમાં જોવા મળેલી એકતા ‘સંગઠન શક્તિ’નો પુરાવો છે. તેમણે કહ્યું, ‘ધર્મ, જાતિ, ભાષાથી ઉપર ઉઠીને, આજે આખો દેશ આ બર્બરતા વિરુદ્ધ ઉભો છે.’

કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાને લતા મંગેશકર એવોર્ડ અર્પણ કરતા ભાગવતે હિન્દુ ધર્મને માનવતાનો ધર્મ ગણાવ્યો. તેમણે કહ્યું, ‘આજે દુનિયામાં ફક્ત એક જ ધર્મ છે – માનવતા.’ અને આ જ હિન્દુ ધર્મનો વાસ્તવિક આત્મા છે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

2 thoughts on “Pahalgam Terror Attack: આ યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચેનું છે, ‘ડેમોગ્રાફિક વોરફેર’ ને ઓળખવાની આવશ્યકતા… : RSS ચીફ મોહન ભાગવત”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *