Pahalgam Terror Attack
Spread the love

Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો ખાસ તૈયારી સાથે કરવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ આતંકવાદીઓ પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી ISI ની મદદથી આ હુમલાઓને અંજામ આપવામાં સફળ રહ્યા હતા. આ આતંકવાદીઓને હુમલા માટે સરહદ પારથી યોગ્ય તાલીમ આપવામાં આવી હતી.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) બાદ તપાસ એજન્સીઓએ આતંકવાદીઓ સુધી પહોંચવા માટે તપાસની ગતિ વધારી દીધી છે. પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) હુમલાને લઈને સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આતંકવાદીઓ પાસે એક ખાસ મોબાઇલ એપ હતી જેના ઉપયોગથી તેઓ પહેલગામના ગાઢ જંગલોમાંથી બાયસરન વિસ્તારમાં પહોંચી શક્યા હતા. જ્યાં આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી ગોળી મારીને 26 પ્રવાસીઓની નિર્મમ હત્યા દીધી હતી.

ગુપ્તચર સુરક્ષા એજન્સી સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ પહેલગામના ગાઢ જંગલોમાં આવેલા પર્યટન સ્થળ સુધી પહોંચવા માટે આલ્પાઇન ક્વેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો. અગાઉ પણ આતંકવાદીઓએ જમ્મુના જંગલોમાં આતંકવાદી હુમલા કરવા માટે આ એપનો ઉપયોગ કર્યો હતો.

પહેલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) પહેલા જંગલોમાં આ એપનો ઉપયોગ કરવામાં આવ્યો

સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે, એપને ટ્રેક પણ કરવામાં આવી હતી અને તેનાથી બચવા માટે આતંકવાદીઓએ પહેલગામના જંગલોમાં તેનો ઉપયોગ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન દ્વારા, આતંકવાદીઓ જ્યાં પ્રવાસીઓની ભારે ભીડ હતી તે પર્યટન સ્થળ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.

પહલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) કેસની તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ તેમને ભારતીય ગુપ્તચર એજન્સી દ્વારા ટ્રેકિંગથી બચવા માટે મદદ કરી હતી. આ મોબાઇલ એપ પાકિસ્તાન આર્મીના સહયોગથી તૈયાર કરવામાં આવી છે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો

સરહદ પારના હેન્ડલરે આપી તાલીમ

એટલું જ નહીં, મોબાઈલ એપ બનાવ્યા પછી, તેના ઉપયોગ અંગે યોગ્ય તાલીમ પણ આપવામાં આવી હતી. આતંકવાદીઓને સરહદ પારના તેમના હેન્ડલરો દ્વારા આ એપનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વ્યાવસાયિક તાલીમ આપવામાં આવી હતી. ખાસ વાત એ છે કે પહેલગામ આતંકવાદી હુમલામાં (Pahalgam Terror Attack) સામેલ તમામ આતંકવાદીઓને આ એપ ચલાવવાની તાલીમ પણ આપવામાં આવી હતી.

અગાઉ ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી હતી કે પહેલગામ હુમલો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદનું સંયુક્ત કાવતરું છે. આ આતંકવાદી સંગઠનો પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી ISI ના ઈશારે નાના ‘હિટ સ્ક્વોડ’નો ઉપયોગ કરીને આતંકવાદી હુમલાઓ કરી રહ્યા છે.

પહલગામ આતંકી હુમલાના આતંકવાદીઓના સ્કેચ

અચાનક, અજાણી રીતે હુમલા કરે છે આતંકીઓની ‘હીટ સ્ક્વોડ’

આતંકવાદીઓ દ્વારા પહેલગામ હુમલા પાછળનો મુખ્ય હેતુ અમરનાથ યાત્રા પહેલા યાત્રાળુઓ અને પ્રવાસીઓમાં ગભરાટ ફેલાવવાનો હતો. આ હુમલા પાછળ લશ્કર-એ-તોયબાનું છુપુ સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ હોવાનું માનવામાં આવે છે.

‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ ના ‘હિટ સ્ક્વોડ’ અને ‘ફાલ્કન સ્ક્વોડ’ આવા હુમલા કરવામાં કાબેલ માનવામાં આવે છે. આ આતંકવાદી મોડ્યુલોને ખીણમાં ટાર્ગેટ કિલિંગ કરવા તેમજ ગાઢ જંગલો અને ઊંચાઈવાળા વિસ્તારોમાં છુપાઈ રહેવા માટે તાલીમ આપવામાં આવી છે. ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) નું ‘ફાલ્કન સ્ક્વોડ’ આતંકવાદી હુમલાનું એક નવું મોડ્યુલ છે અને એવું કહેવાય છે કે તેની પાસે અત્યાધુનિક શસ્ત્રો છે. આ ટુકડી હિટ એન્ડ રનની મોડસ ઓપરેન્ડીથી કાર્યરત છે. ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW) સાથે પણ કામ કરે છે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “Pahalgam Terror Attack: પાકિસ્તાની સેનાએ બનાવી આપી મોબાઈલ એપ અન્યથા આતંકવાદીઓ પહલગામના ગાઢ જંગલોમાંથી પ્રવાસીઓ સુધી ન પહોંચી શક્યા હોત”
  1. […] વડા મોહન ભાગવતે કાશ્મીરમાં તાજેતરના પહલગામ આતંકવાદી હુમલાને (Pahalgam Terror Attack) ધર્મ અને અધર્મ વચ્ચેની […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *