Video
Spread the love

એક વિડીયો (Video) જે ચેન્નઈ (ChennaI) નો છે તેમાંની ઘટનાએ માનવતા અને બહાદુરીનું એક અદ્ભુત ઉદાહરણ દર્શાવ્યું છે. ઘટના એમ છે કે ત્રીજા ધોરણમાં ભણતો નવ વર્ષના બાળકને રસ્તાના છેડે વરસાદના ભરાયેલા પાણીમાં વિજળીના કરંટ લાગતા ભરાયેલા પાણીમાં પડી ગયો હતો. બાળક કરંટથી તરફળતો હતો ત્યારે જ એક અજાણ્યા યુવકે પોતાના જીવની પરવા કર્યા વગર એ નિર્દોષ બાળકનું જીવન બચાવી લીધુ હતું. આ સમગ્ર ઘટના નિકટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી અને વીડિયો વાયરલ (Viral Video) થયો છે જેમાં કન્નનના સાહસ અને માનવીય સંવેદનાને દરેક કોઈ વખાણ કરી રહ્યુ છે.

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા માટે વોટ્સએપ ચેનલ ફોલો કરો

ચેન્નઈમાં વરસાદ પછી રસ્તાઓ પર પાણી ભરાયા હતા ત્યારે જ એક નવ વર્ષનુ બાળક વિજળીના કરંટની અડફેટમાં આવીને પાણીમાં પડી ગયો હતો અને તરફડી રહ્યો હતો, બચાવ માટે બૂમો પાડી રહ્યો હતો. તરફડતા બાળકને જોઈને ત્યાં ઉભેલા લોકોમાં સાહસ નહોતુ કે તેની મદદ કરે અને સૌ જોતા ઉભા હતા. ત્યારે યુવક કન્નન પોતાની બાઈક લઈઅને આવ્યો, બાળકને તરફડતો જોતા જ તે પોતાની બાઈક રોકી દીધી અને એક ક્ષણ પણ વિચર કર્યા વગર પોતાના જીવને જોખમમાં નાખીને પાણીમાં કૂદીને બાળકને ઉગારી લીધો.

આ વિડીયોમાં (Video) દેખાતી ઘટના એક બાળકના જીવ બચાવવા પુરતી સિમિત નથી, પરંતુ માનવતા, સાહસ અને માનવીય સંવેદનાનું સૌથી સુંદર ઉદાહરણ પ્રસ્તુત કરે છે. આ ઘટનાનો વાયરલ વીડિયો (Viral Video) જોઈને લોકો પ્રેરણા મેળવી રહ્યા છે.

વાયરલ વિડીયોની (Viral Video) ઘટના બહાદુરી અને માનવતાનું ઉદાહરણ

વાયરલ વીડિયો (Viral Video) માં દેખાતી આ ઘટના ચેન્નઈના અરુંબક્કમ વિસ્તારમાં ઘટી હતી. ત્રીજા ઘોરણમાં ભણનારો બાળક શાળામાંથી ઘરે પરત ફરી રહ્યો છે વરસાદને કારણે પાણી ભરાયેલું હતુ અને બાળક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. બાળક જંકશન બોક્સ પાસેથી પસાર થયો ત્યારે તેનો પગ એક તુટીને ખુલ્લા અને વિજળીનો પ્રવાહ ચાલુ હતો તેવા તાર પર પડ્યો હતો. બાળક કરંટથી તરત પાણીમાં પર પડી ગયો અને બચાવવા માટે બૂમો પાડવા લાગ્યો.

બાળક તરફડતા તરફડતા બચાવ માટે બુમો પાડી રહ્યો હતો ત્યારે ત્યાંથી બાઈક પર જઈ રહેલ કન્નન નામના યુવકની નજર પડી. પહેલા કન્નનને લાગ્યુ કે બાળક લપસીને પડી ગયો હશે પણ જેવો જ તે તેની પાસે પહોચ્યો તો જોયુ કે બાળકનુ શરીર ખૂબ કંપી રહ્યુ છે. ત્યારે એ સમજી ગયો કે બાળકને કરંટ લાગ્યો છે.

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા માટે વોટ્સએપ ચેનલ ફોલો કરો

કન્નને પોતાના જીવનની ચિંતા કર્યા વગર પાણીમાં ઉતરીને બાળકનો જીવ બચાવવાની કોશિશ કરી. ખુદને કરંટ લાગવા છતા તેણે બાળકને પાણીમાંથી ખેંચીને બહાર કાઢ્યો. ત્યારબાદ તેણે સ્થાનીક લોકોની મદદથી બાળકને પ્રાથમિક ઉપચાર આપ્યો અને તરત હોસ્પિટલ પહોચાડ્યો.

કન્નને કહ્યુ કે મે મદદ માટે લોકોને બુમ પાડી પરંતુ કોઈ આવ્યુ નહી તેથી મેં બાળકની પાસે જઈને જોયુ તેને સ્પર્શ કર્યો તો મને પણ વીજળીનો ઝટકો લાગ્યો.. પણ છતા પણ મે તેને ખેંચી લીધો ત્યારબાદ અમે તેની છાતી દબાવી જેથી તે શ્વાસ લઈ શકે. પ્રાથમિક ઉપચાર આપ્યો અને તેને હોસ્પિટલ લઈ ગયા. સોશ્યલ મીડિયા ઉપર વાયરલ વિડીયો (Viral Video) જોઈને કન્નનની બહાદુરી માટે લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને રિયલ હીરો બતાવી રહ્યા છે અને તેની માનવતાને નમન કરી રહ્યા છે.

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા માટે વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “Video: બાળક પાણીમાં પડતા લાગ્યો કરંટ, તરફડી રહ્યો હતો.. લોકો જોતા રહ્યા.. ત્યારે યુવકે કૂદીને બાળકનો બચાવ્યો જીવ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *