Murshidabad Violence
Spread the love

Murshidabad Violence: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં છેલ્લા ઘણા દિવસોથી વક્ફ સુધારા અધિનિયમ, 2025ના વિરોધમાં હિંસા થઈ રહી છે. જેના સંદર્ભે ભરાયેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ એક નિવેદન બહાર પાડ્યું છે.

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદની હિંસા (Murshidabad Violence) સહિત ઘણા વિસ્તારોમાં તાજેતરના દિવસોમાં વક્ફ કાયદાના વિરોધમાં હિંસાનું તાંડવ જોવા મળ્યું છે જેમાં હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આ અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હવે લોકોને શાંતિની અપીલ કરી છે. મુખ્યમંત્રીએ શનિવારે (19 એપ્રિલ, 2025) એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. તેમણે રાજ્યમાં પરિસ્થિતિ સુધારવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી. આ ઉપરાંત, તેમણે પોતાના નિવેદનમાં રાજ્યમાં હિંસા ભડકાવવા માટે ભાજપ (BJP) અને આરએસએસને (RSS) જવાબદાર ઠેરવ્યા છે.

મુર્શિદાબાદની હિંસા (Murshidabad Violence) માટે મમતાના આરોપ

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, “પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તેના સાથી પક્ષો અચાનક ખૂબ જ આક્રમક બની ગયા છે. આ સાથી પક્ષોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પણ શામેલ છે. મેં પહેલા RSSનું નામ લીધું ન હતું, પરંતુ હવે મને તેમની ઓળખ કરવાની ફરજ પડી છે.” તેમણે આગળ કહ્યું કે, “આ શક્તિઓ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની પૃષ્ઠભૂમિનો ઉપયોગ ઉશ્કેરણી કરવા માટે કરી રહી છે. તેઓ આ પૃષ્ઠભૂમિનો ઉપયોગ વિભાજનકારી રાજકારણ માટે કરી રહ્યા છે. તેઓ ‘ભાગલા પાડો અને રાજ કરો’ ની રમત રમવા માંગે છે. આવી સ્થિતિમાં, હું તમને શાંત રહેવાની અપીલ કરું છું.”

રમખાણો પાછળના ગુનેગારો સામે કાર્યવાહી કરી રહ્યા છીએ – મુખ્યમંત્રી

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, “અમે સાંપ્રદાયિક રમખાણોની નિંદા કરીએ છીએ અને તેમને રોકવા જરૂરી છે. રમખાણો પાછળના ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ આ સાથે આપણે પરસ્પર અવિશ્વાસ અને શંકા ટાળવી જોઈએ. બહુમતી અને લઘુમતી સમુદાયોએ એકબીજાનું ધ્યાન રાખવું જોઈએ.”

મમતા બેનરજીએ લગાવ્યા ભાજપ અને આરએસએસ પર આરોપ

મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ અને આરએસએસ પર આરોપ લગાવતા કહ્યું, “તેઓ રાજ્યમાં રમખાણો ભડકાવવા માંગે છે અને રમખાણો દરેકને અસર કરે છે. અમે બધાને પ્રેમ કરીએ છીએ. અમે સાથે રહેવા માંગીએ છીએ. અમે રમખાણોની નિંદા કરીએ છીએ. અમે રમખાણોની વિરુદ્ધ છીએ. તેઓ ફક્ત સંકુચિત ચૂંટણી લાભ માટે અમને વિભાજીત કરવા માંગે છે. અમે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને માનવ જીવન અને ગૌરવનું રક્ષણ કરવા માટે કડક પગલાં લીધાં છે. બે પોલીસ અધિકારીઓને હટાવવામાં આવ્યા છે. પોલીસે તપાસ હાથ ધરી છે. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.”


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *