એક તરફ દેશમાં વકફ (Waqf Law) કાનૂન મુદે વિરોધ અને ટેકાનું વાતાવરણ છે અને આ વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી ગયો છે તે વચ્ચે તામીલનાડુમાં 150 કુટુંબોના એક ગામની જમીન હોવાનો દાવો કરી આ તમામ કુટુંબોને ‘ગામ’ ખાલી કરી દેવા વકફ બોર્ડે નોટીસ આપતા જબરો વિવાદ સર્જાયો છે.

વેલ્લોર જીલ્લાના કાટુકોલાઈ ગામના લોકોને આ પ્રકારે નોટીસ મળી છે.
વકફના (Waqf) કોઈ વહીવટદારે આપી નોટીસ
સૈયદ અલી સુલતાન શાહ નામના વકફના (Waqf) કોઈ વહીવટદારે આ નોટીસ આપી છે અને તેમાં ગ્રામ્યજનોને તેમના આવાસ ખાલી કરવા અથવા દરગાહ ટેક્ષ ભરવા જણાવાયુ છે. આ ગામમાં રહેતા કુટુંબો તેમના દાદા-પરદાદાના સમયથી રહે છે અને અહી ખેતી કરે છે.
#WATCH | Vellore, Tamil Nadu: Around 150 families in Kattukollai village claim to have received notices declaring their land as Waqf property. pic.twitter.com/IG677NBjiC
— ANI (@ANI) April 15, 2025
જેમાં તમોને આ જમીનના દસ્તાવેજો પણ તેમના નામનો છે. તેઓએ હવે વેલ્લોર જીલ્લા કલેકટર કચેરીએ જઈને તેમની જમીન છીનવી લેવા પ્રયાસ થઈ રહ્યો હોવાનો આરોપ મુકયો હતો. આ સર્વેને 330/1ની જમીન વકફની (Waqf) હોવાનો દાવો કર્યો હતો તથા તેઓને ખેતીની જમીનના પટ્ટા (માલીકીના હકકો) પણ અપાયા છે.

આવી જ નોટીસ અગાઉ થિરૂચીરાપલ્લી જીલ્લામાં સર્જાઈ હતી. જેમાં તામિલનાડુ વકફ બોર્ડ (Waqf Board) એ 480 એકર જમીન પર દાવો કર્યો છે. જેમાં 1500 વર્ષ જૂનુ એક ચોલા-કાળનું એક મંદિર પણ છે.
તેઓને હવે વકફ બોર્ડ પાસેથી નો ઓબ્જેકશન સર્ટી. મેળવવા જણાવાયુ છે. વકફ બોર્ડ દાવો કર્યો કે 1954ના સર્વે મુજબ અહી 18 ગામો વકફ બોર્ડની માલીકીની જમીન પર વસી ગયા છે. સંસદમાં ચર્ચા સમયે લઘુમતી બાબતોના શ્રી કિરણ રીત્જુએ પણ આ દાખલો ટાંકયો હતો.
