ડૉ. બાબાસાહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar) એવા કદાચિત એકમાત્ર નેતા છે જેમણે રાષ્ટ્રમાં અસમાનતા દૂર કરી તે રાષ્ટ્રને વિકસિત, સક્ષમ અને આધુનિક બનાવવાના વિચાર રજૂ કર્યા હોય અને તે વિચારો આજે પણ એટલાજ પ્રસ્તુત દેખાતા હોય. સમતા અને સમાનતાયુક્ત વિકસિત, સક્ષમ, આધુનિક રાષ્ટ્ર પ્રસ્થાપિત કરવા અથવા તે તરફ રાષ્ટ્રને દોરી જતી ન માત્ર કેડી કંડારવી અપિતુ તે કેડી તરફ જવા દીવાદાંડી પણ દર્શાવવાનું કાર્ય ડૉ. બાબાસાહેબ આંબેડકરે (Dr. Babasaheb Ambedkar) તે સમયે કર્યું છે. કોઈપણ રાષ્ટ્રના શાસનનો પાયો તે રાષ્ટ્રની સંસ્કૃતિ, ઇતિહાસ, ધર્મ પરંપરા, સમાજવ્યવસ્થા, રાજકીય ઇતિહાસ, લોકપરંપરા અને લોકમાનસ છે. જે એ પાયાને સમજવાની દૃષ્ટિ તથા તેને પ્રતિપાદિત કરવાની પ્રતિબદ્ધતા ધરાવતા હોય તેવા મહાપુરુષો જે રાષ્ટ્રને સમતા અને સમાનતાયુક્ત વિકસિત, સક્ષમ, આધુનિક રાષ્ટ્ર તરફ દોરી જવા સમર્પિત હોય, કુશળ લોકસંગઠક હોય, સક્ષમ નેતૃત્વ ક્ષમતા હોય અને રાષ્ટ્ર બાબતે સ્પષ્ટ દૃષ્ટિકોણ હોય તે સમતા અને સમાનતાયુક્ત વિકસિત, સક્ષમ, આધુનિક રાષ્ટ્ર બનવાના રસ્તે શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણ તરફ દોરી શકે તેવા વિચારો દર્શાવી શકે છે. આવા જ મહાપુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar) હતા.
બંધારણમાં “બંધુત્વ” શબ્દ ડૉ. બાબાસાહેબ આંબેડકરની દેન ((Dr. Babasaheb Ambedkar)
ડૉ. બાબાસાહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar) રાષ્ટ્રને શ્રેષ્ઠ રાષ્ટ્ર તરફ દોરી જતી જે રૂપરેખા રજૂ કરી હતી તે આવશ્યક છે. આ એ રૂપરેખા છે જે દેશને રાષ્ટ્રને વિકસિત, સક્ષમ અને આધુનિક રાષ્ટ્રમાં બદલવાની શક્તિ ધરાવે છે. રાષ્ટ્રની સંસ્કૃતિથી ડૉ. બાબાસાહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar) સુપેરે પરિચિત હતા. તેમણે 1916 માં તેમના શોધ પ્રબંધ “કાસ્ટ ઇન ઈન્ડિયા” માં લખ્યું છે કે ભારતમાં સર્વવ્યાપી સાંસ્કૃતિક એકતા છે. જોકે, સમાજ અગણિત જાતિઓમાં વહેંચાયેલો છે છતાં એક સંસ્કૃતિથી બંધાયેલો છે. તેમણે લખ્યું કે રાષ્ટ્ર કેવળ એક સંસ્કૃતિથી ઉભો ન રહી શકે રાષ્ટ્રને ઉભા રહેવા માટે સાંસ્કૃતિક એકતાની સાથે સાથે સામાજીક એકતા પણ એટલું જ મહત્વ છે.” આ વિચારને એક ડગલું આગળ વધારતા ડૉ. બાબાસાહેબ આંબેડકરે (Dr. Babasaheb Ambedkar) જ્યારે બંધારણ નિર્માણમાં મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા ત્યારે બંધારણના આમુખમાં “બંધુત્વ” શબ્દ ખાસ ઉમેર્યો અને તે ઉમેરતા બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને 21 ફેબ્રુઆરી, 1948ના રોજ પત્રમાં લખ્યું, ડ્રાફ્ટિંગ કમિટીએ બંધારણના આમુખમાં “બંધુત્વ” શબ્દ ઉમેર્યો છે, ભારતમાં બંધુત્વ અને સદ્ભાવનાની ખૂબ આવશ્યક છે. સુશાસનની કલ્પનાનો આધાર શાસકની ઓળખ ઉપર પણ છે, કેવી હોવી જોઈએ ઉત્તમ સુશાસકની ઓળખ તેનો ઉત્તર ડૉ. બાબાસાહેબ આંબેડકરે (Dr. Babasaheb Ambedkar) 4 એપ્રિલ 1938ના રોજ મુંબઈ વિધાનસભામાં કહેલું વાક્ય, “હું કોઈપણ પ્રકારના ભેદભાવમાં માનતો નથી, હું પ્રથમ ભારતીય છું, પછી હિંદુ કે મુસલમાન,’ આ વાત મને માન્ય નથી. વાસ્તવમાં તો હું પહેલા ભારતીય છું અને અંતે પણ ભારતીય છું.” પણ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આ વાત સબ કા સાથ સબ કા વિકાસમાં પડઘાતી જોઈ શકાય છે.

જ્ઞાનનો ઉપયોગ રાષ્ટ્ર કલ્યાણ માટે થવો જોઈએ. ડૉ. બાબાસાહેબ આંબેડકરે (Dr. Babasaheb Ambedkar) પોતાના જ્ઞાનનો ઉપયોગ ભારતને રાષ્ટ્ર કેવી રીતે બનાવી શકાય તેને માટે કર્યો. તેમનું રાષ્ટ્ર ચિંતન “બહુજન સુખાય-બહુજન હિતાય” જે
सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत।
ના ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ વારસામાં નિહિત જોઈ શકાય.
ગરીબી નિવારણ અને ખેતી અંગે ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચાર
ડૉ. બાબાસહેબ આંબેડકરનો (Dr. Babasaheb Ambedkar) અર્થશાત્રનો વિશેષ અભ્યાસ હતો તેમના આર્થિક વિચારના કેન્દ્રમાં ગરીબી નિવારણ, અસમાનતાની નાબૂદી અને લોકોના શોષણનો અંત આવે તે હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar) માનતા કે ભારતે વિશ્વની ગતિ સાથે કદમ મિલાવવા ઉદ્યોગોને પ્રાધાન્ય આપવું પડશે. ભારતે કૃષિપ્રધાન દેશ તરીકેની ઓળખ, વિચાર અને માન્યતામાંથી બહાર આવવું પડશે અને દેશ ઝડપથી ઔદ્યોગીકરણ તરફ આગળ વધે તેની હિમાયત કરી હતી. જોકે ડૉ. આંબેડકર ખેતી અને ખેડૂતની અવગણના નહોતા કરતા. તેઓ ભારતની ખેતી, ખેડૂત, ગ્રામ્ય ગરીબી, ખેતીમાં ઘટતી આવક, ગ્રામીણ રોજગારી, ખેતી ઉપર નિર્ભર વસ્તી અને ઔદ્યોગીકરણ અંગે તેઓ આર્થિક સિદ્ધાંતોના મજબૂત આધાર ઉપર પોતાના વિચારો રજૂ કરતા હતા. અને તેથી જ ડૉ. આંબેડકરે કહ્યું હતું કે, ઉદ્યોગીકરણની સાથે સાથે ખેતીની અવગણના ન થવી જોઈએ કારણ કે ભારતની વધતી વસ્તીની અન્ન અને ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડવા માટે મહત્વની ભૂમિકા ભજવશે. ઝડપી ઉદ્યોગીકરણ થાય તો પણ ખેતી જ તેનો પાયો બનશે. તે એવો મજબૂત પાયો બનશે કે જેની ઉપર આધુનિક ભારતનું આધિતંત્ર બાંધી શકાશે.
ડૉ. બાબાસહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar) કહ્યું છે કે, ખેતીની ઉત્પાદકતા વધારવા, ગ્રામ્ય ગરીબી, બેરોજગારી ઘટાડવા માટે ઔદ્યોગીકરણ આવશ્યક છે. કૃષિમાં જે વધારાના મજૂરો છે તે જો ઉદ્યોગોમાં કાર્ય કરશે તો કૃષિ ઉપર બોજો ઘટશે. એના બે ફાયદા થશે, પ્રથમ, ઉદ્યોગોમાં કામ કરવાથી વધારાની આવક થશે જેથી બચત થશે. બીજો, ઉદ્યોગોની આવકમાંથી થયેલી બચત કૃષિ માટે મૂડી બનશે અને કૃષિનો વિકાસ કરવામાં સહાય બનશે. ઔદ્યોગીકરણ થવાથી ખેતીની જમીનનું વિભાજન થવાની સમસ્યાનું પણ નિવારણ થશે.
ખેતી અને ઉદ્યોગોનું ઉચિત નિયમન દેશને વિકસિત, સક્ષમ, આધુનિક રાષ્ટ્ર તરફ દોરી જાય છે તેવી જ રીતે જળ નિયમન પણ પાયાગત બાબત છે. ડૉ. આંબેડકર 1942 થી 1946 દરમિયાન વાઈસરોયના મંત્રીમંડળમાં શ્રમ, સિંચાઈ અને ઉર્જા વિભાગ સંભાળતા હતા ત્યારે જળ પ્રબંધન માટે કાર્ય કર્યા એટલું જ નહી ભવિષ્ય માટે પાયો પણ નાંખ્યો. ડૉ. બાબાસાહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar) માનતા હતા કે, ‘જળ એ સંપત્તિ છે એ વાસ્તવિકતા છે અને તેને બદલી ન શકાય. જળ સાર્વજનિક સંપત્તિ છે અને તેનું વિતરણ યોગ્ય રીતે થવું જોઈએ.’

બહુઉદ્દેશીય નદીઓ-ખીણ વિકાસ યોજના
ડૉ. બાબાસાહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar) સમક્ષ દેશની નદીઓ/ખીણોના વિકાસની વાત આવી ત્યારે તેમણે અમેરિકાની ટેનેસી વેલી યોજનાનો તલસ્પર્શી અભ્યાસ કરીને નદીના વધારાના પાણીને રોકવું, તેમાંથી તળાવ-સરોવરનું નિર્માણ કરવું, વીજળી નિર્માણ કરવી, સિંચાઈ માટે, જંગલોની જાળવણી અને જળ પરિવહન માટે ઉપયોગ કરવો એ આધાર ઉપર બહુહેતુલક્ષી યોજના બનાવી. જોકે ત્યારબાદ ચોક્કસ વ્યક્તિને ક્રેડિટ આપવાના પ્રયાસો થતા ગયા. આ દરમિયાન તેમણે જેનો પાયો નાંખ્યો એવી દામોદર વેલી યોજના, મહાનદી વેલી યોજના તેમજ સોન નદી યોજનાનો શ્રેય જવાહરલાલ નેહરુને આપ્વામાં આવે છે. આ બાબતે સુખદેવ થોરાટ કહે છે, “ત્યારબાદ કટકમાં એક પ્રસંગે નેહરુની હાજરીમાં ડૉ. ખોસલાના અધ્યક્ષ પદે એક સમારંભ યોજાયો હતો, ડૉ. આંબેડકર ત્યારે મંત્રીમંડળમાં નહોતા. નેહરુએ એ સમારંભમાં “આ બંધ આધુનિક ભારતના મંદિર છે” એવું નિવેદન કર્યું હતુ ત્યારે ડૉ. ખોસલાએ પોતાના અધ્યક્ષીય ભાષણમાં વિનમ્રતાપૂર્વક સ્પષ્ટતા કરતા કહ્યું, ‘આ યોજનાનો પ્રારંભ કરવામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનો (Dr. Babasaheb Ambedkar) મોટો ફાળો હતો. નેહરુ જેને આધુનિક ભારતના મંદિર કહે છે તેનો પાયો નાખવાનું કાર્ય ડૉ. બાબાસાહેબ આંબેડકરે (Dr. Babasaheb Ambedkar) 1942 થી 1946 દરમિયાન કર્યું હતું.
ખનીજ નીતિ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચાર
આજનું વિશ્વ બેટરી અને નાનકડી ચિપ આધારિત થયું છે ત્યારે ખનીજ શક્તિ બનીને ઉભર્યા છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે (Dr. Babasaheb Ambedkar) ભારતની ખનીજ સંપત્તિ અંગે કહ્યું, કોઇપણ સરકારની ખનીજ નીતિ તેની ઔદ્યોગગિક નીતિ ઉપર આધારિત હોવી જોઈએ.” તેમણે આગળ કહ્યું, ભારતમાં જે ખનીજોની અછત છે તેની નિકાસ નિયંત્રિત કરવી જોઈએ અને ખનીજ કાચા સ્વરૂપમાં નિકાસ કરવામાં ન આવે પરંતુ તે માટે આપણા દેશમાં જ સંબંધિત ઉદ્યોગો સ્થાપવા લાભદાયક છે. અહિં આત્મનિર્ભર ભારત દ્રષ્ટિગોચર થાય તો નવાઇ પામવા જેવું નથી.
રાષ્ટ્ર વિરોધી શક્તિઓથી અળગા રહેવા તરફ અંગુલિનિર્દેશ
આ બાબતો રાષ્ટ્રને નીતિઓના રસ્તે રાષ્ટ્રને વિકસિત, સક્ષમ અને આધુનિક રાષ્ટ્ર તરફ કેવી રીતે દોરી શકાય આ ઉપરાંત ડૉ. આંબેડકર દેશને જેનાથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેવી દરેક બાબતો જેમ કે ચીનની વિસ્તારવાદી નીતિ, ઈસ્લામિક કટ્ટરવાદ, સમાન સિવિલ કોડ, વસ્તી નિયંત્રણ, દેશ વિરોધી વામપંથી વિચારધારા વગેરે ઉપર નિર્ભિક રીતે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. રાષ્ટ્રને વિકસિત, સક્ષમ અને આધુનિક બનાવવાનું એક પાસુ દેશ વિરોધી શક્તિઓનું નિયમન કરવાનું અને તેનાથી સામાન્ય લોકોને અળગા રહેવા દોરવાનું તથા સુરક્ષિત રાખવાનું પણ છે. વિશ્વ સમક્ષ વામપંથના વિષને નાથવા પ્રયાસરત છે ત્યારે ડૉ. આંબેડકરના સામ્યવાદ ઉપરના નિરીક્ષણ ધ્યાન આપવા જેવા છે. આંબેડકર સામ્યવાદીઓના ઘોર વિરોધી હતા. તેમનું માનવું હતું કે, સામ્યવાદીઓ હિંસક અને અરાજક હોય છે, તેઓ કોઇ નીતિ-મૂલ્યોનું પાલન કરતા નથી અને સામયવાદનો વિશ્વમાં પ્રસાર થાય તો તે માનવજાત માટે જોખમ રૂપ છે.

ડૉ. આંબેડકરે વિદેશીઓએ પ્રચારિત કરેલી આર્યો બહારથી આવ્યા તે થિયરીને ફગાવી દીધી હતી. 1916માં પોતાના “કાસ્ટસ ઈન ઈન્ડિયા” આ લખ્યું, “યુરોપિયનોએ જ્ઞાતિ વ્યવસ્થામાં રંગભેદ સ્થાનને અયોગ્ય સ્થાન આપી દીધું. ડૉ. કેનકરે સાચું જ કહ્યું છે કે બધા રાજા-મહારાજાઓ પછી તે આર્ય વંશના હોય કે દ્રવિડ વંશના બધા આર્યો જ હતા. વિદેશી વિદ્વાનોએ ભારતમાં આવીને ભેદરેખા દોરી.” આ ઉપરાંત ડૉ. બાબાસાહેબ આંબેડકર પોતાના ગ્રંથ ” હુ વેર ધ શૂદ્રાઝ” માં લખે છે કે, “શૂદ્રો સુર્યવંશી આર્યો હતો.”
ડૉ. આંબેડકર ભારત પ્રેમી હતા તેમણે “એન્શિયન્ટ ઈન્ડિયન કૉમર્સ” માં લખ્યું, ‘નવજાત માનવીય સંસ્કૃતિ માટે ભારતનું સ્થાન સુયોગ્ય છે. સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે અને પોતાની ક્ષમતા અનુસાર પોતાને વિકસિત કરવા માટે પ્રકૃતિથી પ્રાપ્ત ઉપહારનો યોગ્ય ઉપયોગ કરવાની દૃષ્ટિથી આદિ જાતિઓને પણ ઈર્ષ્યા થાય તે રીતે પ્રકૃતિએ ભારતને ભરપૂર આપ્યું છે.
શાસક માટે રાષ્ટ્રને વિકસિત, સક્ષમ, આધુનિક રાષ્ટ્ર બનાવવા માટે તેની જનતા વિશે સમાનતાની દૃષ્ટિ અભિપ્રેત છે ત્યારે ડૉ. આંબેડકર 22 એપ્રિલ, 1927 ના રોજ ‘બહિષ્કૃત ભારત’ માં ‘હિંદુ ધર્મનો સિદ્ધાંત’ શીર્ષક હેઠળ લખે છે, “હિંદુ ધર્મનો ઈસાઈ અને મુસ્લિમ ધર્મના સિદ્ધાંત કરતા અનેકગણો સમતાવાદી છે. મનુષ્ય ઈશ્વરનું સંતાન છે, ઈશ્વરનુ રૂપ છે, આ વાત હિંદુ ધર્મ નિર્ભયતાથી કહે છે. અહિં બધા જ ઈશ્વરના રૂપ છે. અહિં ઉંચ કે નીચ નથી- એ આ ધર્મનો મહાન સિદ્ધાંત છે. સમતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે આનાથી મોટો બીજો કોઇ આધાર નથી.’
આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, કૃષિ વિકાસ, વામપંથના પડકાર, મુસ્લિમ કટ્ટરતા, ખનીજ, પાણી વિતરન, વીજળી વિતરણ જેવા અનેક વિષયો ઉપર ડૉ. આંબેડકરના વિચારો જોતા તેમણે સુશાસન માટે ચિંધેલો માર્ગ દેખાયા વગર રહેતો નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના બંધારણ નિર્માતા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને આપી અંજલિ.
सभी देशवासियों की ओर से भारत रत्न पूज्य बाबासाहेब को उनकी जयंती पर कोटि-कोटि नमन। यह उन्हीं की प्रेरणा है कि देश आज सामाजिक न्याय के सपने को साकार करने में समर्पित भाव से जुटा हुआ है। उनके सिद्धांत एवं आदर्श आत्मनिर्भर और विकसित भारत के निर्माण को मजबूती और गति देने वाले हैं। pic.twitter.com/Qhshv4uK7M
— Narendra Modi (@narendramodi) April 14, 2025
[…] ભરતા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ 14 એપ્રિલ, ડૉ. ભીમરાવ રામજી આંબેડકરના જન્મદિવસને “આંબેડકર દિવસ” (Ambedkar […]
[…] (Avimukteshwarananda) કહ્યું કે, હું ડૉ. બાબાસાહેબના બંધારણને પડકારતો નથી, આપણે બાબા […]