જ્યોર્જીયામાં હિન્દુઓના સમર્થનમાં હિન્દુફોબિયા (Hinduphobia) વિરુદ્ધ બિલ રજૂ થયું છે. જો આ બિલ કાયદો બનશે, તો તે જ્યોર્જિયાના દંડ સંહિતામાં સુધારો કરાશે. આ સુધારો હિન્દુફોબિયાને (Hinduphobia) સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરશે અને યુએસમાં હિન્દુઓ વિરુદ્ધ નફરતના ગુનાઓ અને ઉશ્કેરણી વિરુદ્ધ યોગ્ય સજા પણ નિર્ધારીત કરાશે.
ભારતના પડોશી દેશોમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા અને ગુનાહિત ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં લઘુમતી હિન્દુઓ સાથે બર્બરતાની હદ વટાવી દેવામાં આવી છે. આ સંજોગોમાં અમેરિકાના મહત્વના રાજ્ય જ્યોર્જીયાએ હિન્દુઓના સમર્થનમાં એક બિલ પસાર કર્યુ છે. જ્યોર્જીયાએ હિન્દુફોબિયા (Hinduphobia) અને હિન્દુ વિરોધી કટ્ટરતાને વ્યાખ્યાયિત કરવા માટે એક બિલ રજૂ કર્યુ છે.

હિન્દુફોબિયા (Hinduphobia) બિલને રિપબ્લિકન અને ડેમોક્રેટિક સેનેટરનું સમર્થન
રિપબ્લિકન સેનેટર સીન સ્ટીલ અને ક્લિન્ટ ડિક્સન, અને ડેમોક્રેટિક સેનેટર જેસન એસ્ટેવ્સ અને ઈમેન્યુઅલ ડી. જોન્સે સંયુક્ત રીતે આ બિલને ટેકો આપ્યો છે. આ સેનેટ બિલ 375 જ્યોર્જીયા કોડમાં એક નવી જોગવાઈ ઉમેરવાનો પ્રયાસ છે. જે હિન્દુફોબિયાને (Hinduphobia) હિન્દુ ધર્મ વિરોધી અપમાનજનક અને અપમાનજનક વલણ અને વર્તનના સમૂહ તરીકે વ્યાખ્યાયિત કરે છે. જો આ બિલ કાયદો બનશે, તો તે જ્યોર્જિયાના દંડ સંહિતામાં સુધારો કરાશે. આ સુધારો હિન્દુફોબિયાને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરશે અને યુએસમાં હિન્દુઓ વિરુદ્ધ નફરતના ગુનાઓ અને ઉશ્કેરણી વિરુદ્ધ યોગ્ય સજા પણ નિર્ધારીત કરાશે.

ઉત્તર અમેરિકાના હિન્દુઓના સંગઠન (CoHNA)એ આ બિલ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, જ્યોર્જીયા આ પ્રકારનું બિલ રજૂ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે અને જો તે પસાર થશે તો તે ફરી એકવાર ઇતિહાસ રચશે. આ મહત્વપૂર્ણ કાયદા મુદ્દે સેનેટર સીન સ્ટીલ સાથે કામ કરવાનો અમને ગર્વ છે અને જ્યોર્જીયા અને યુનાઈટેડ સ્ટેટ્સમાં હિન્દુ સમુદાયને સમર્થન આપવા બદલ સેનેટર એમેન્યુઅલ જોન્સ, સેનેટર જેસન એસ્ટેવ્સ અને સેનેટર ક્લિન્ટ ડિક્સન સાથે તેમનો આભાર માનીએ છીએ.

પ્યુ રિસર્ચ સેન્ટરના 2023-24ના ધાર્મિક લેન્ડસ્કેપ સ્ટડી મુજબ યુનાઈટેડ સ્ટેટ્સમાં લગભગ 2.5 મિલિયન હિન્દુઓ છે. જે રાષ્ટ્રીય વસ્તીના લગભગ 0.9 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આમાંથી, 40,000થી વધુ હિન્દુઓ જ્યોર્જીયાના નિવાસી છે. તેથી જ્યોર્જીયામાં આ બિલ પસાર કરવામાં આવ્યું છે. જો તે કાયદો બનશે તો ઈતિહાસ રચાશે તેમાં કોઈ બેમત નથી.