કોંગ્રેસનું 84મું બે દિવસીય અધિવેશન ગુજરાતના અમદાવાદમાં યોજાયું છે. આજે છેલ્લા દિવસે રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિતના નેતાઓએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યું કે- અમે લોકસભા અને રાજ્યસભામાં કાયદો પસાર કરીશું. જાતિગત વસ્તી ગણતરી અહીંથી કરવામાં આવશે. મને ખબર છે કે, તેલંગાણાની સ્થિતિ દરેક રાજ્ય જેવી જ છે. તેલંગાણામાં 90% વસ્તી ઓબીસી, દલિત, લઘુમતી છે. તેલંગાણામાં માલિકોની યાદીમાં, સીઈઓની યાદીમાં, વરિષ્ઠ મેનેજમેન્ટની યાદીમાં તમને આ 90% નહીં મળે.
અમદાવાદમાં આયોજિત કોંગ્રેસના અધિવેશનમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) તેમના પક્ષના ઇતિહાસ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “100 વર્ષ પહેલાં મહાત્મા ગાંધી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બન્યા હતા અને 150 વર્ષ પહેલાં સરદાર પટેલજીનો જન્મ થયો હતો. તે બંને કોંગ્રેસ પાર્ટીના પાયા છે. તેમણે કહ્યું હતું કે, હું પછાત વર્ગો માટે કામ કરી રહ્યો છું.”

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યું કે, તેલંગાણામાં જાતિજનગણના કરીને અમે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. તેમણે કહ્યું કે, “આપણે શોધવાનું હતું કે, આ દેશમાં કોની ભાગીદારી કેટલી છે. મેં સંસદમાં પીએમ મોદીને કહ્યું હતું કે, તમારે જાતિગત વસ્તી ગણતરી કરાવવી જોઈએ. દેશને ખબર હોવી જોઈએ કે, કેટલા દલિત છે, કેટલા પછાત લોકો છે, કેટલા ગરીબ સામાન્ય વર્ગના લોકો છે.”
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યું કે, “પીએમ મોદી અને RSSએ સ્પષ્ટ કરી દીધું છે કે, અમે જાતિગત વસ્તી ગણતરી કરવા માંગતા નથી. અમે તેને છુપાવવા માંગીએ છીએ. મેં કહ્યું છે કે, તમે ગમે તેટલું છુપાવો, અમે અહીંથી જ જાતિગત વસ્તી ગણતરી પસાર કરીશું. હું ફરીથી પુનરાવર્તન કરી રહ્યો છું કે, અમે આખા દેશમાં 50 ટકા અનામતની દિવાલ તોડી નાખીશું. અમે 50 ટકા અનામતની દિવાલ તોડી નાખીશું. અમે તેલંગાણામાં જે કર્યું, અમે સમગ્ર ભારત માટે દિલ્હીમાં પણ તે જ કરીશું.”

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બાંગ્લાદેશ અને યુએસ ટેરિફ મુદ્દાઓ પર પીએમ મોદીને ઘેર્યા હતા. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યું કે, “આપણા વડા પ્રધાન ગમે ત્યાં માથું ઝુકાવે છે. બાંગ્લાદેશ વિરુદ્ધ નિવેદન આપે છે અને પીએમ મોદી તેનું સમર્થન કરે છે. ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું કે, હવે તેઓ ગળે નહીં લગાવે પણ ટેરિફ લાદશે. પીએમ મોદીની 56 ઇંચની છાતી ક્યાં ગઈ?”
LIVE: Nyaypath – AICC Session | Ahmedabad, Gujarat https://t.co/8snXJNmtEM
— Rahul Gandhi (@RahulGandhi) April 9, 2025
મંગળવારે, પહેલા દિવસે, કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠક ચાર કલાક ચાલી હતી. આજે બીજા દિવસે, મુખ્ય સત્ર સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહ્યું છે, જેમાં દેશભરમાંથી 1700 થી વધુ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ સંમેલનમાં હાજર છે, પરંતુ પ્રિયંકા ગાંધી પહોંચ્યા ન હતા.

CWCની બેઠકમાં 158 સભ્યો હાજર રહ્યા હતા. PCCના તમામ પ્રમુખ, સભ્યો હાજર રહ્યા હતા. ન્યાય પથ બેઠક અને આજે અધિવેશન થયું હતું. રાષ્ટ્રીય મુદ્દા અને ગુજરાતની લઈ રાજનીતિક સ્થિતિ પર ચર્ચા કરવા માટે સમગ્ર દેશના કોંગ્રેસના ટોચના નેતાઓ હાજર છે. ઈતિહાસમાં છઠ્ઠી વખત ગુજરાતમાં આ કાર્યક્રમ થઇ રહ્યો છે.
રાહુલ ગાંધીએ (Rahul Gandhi) મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ઈન્દિરા ગાંધીને કર્યા યાદ
રાહુલ ગાંધીએ (Rahul Gandhi) અધિવેશનમાં ભાષણ આપતા જણાવ્યું કે, તમામ ઉચ્ચ નેતાઓ અને મીડિયા મિત્રોનું સ્વાગત છે. 100 વર્ષ પહેલા મહાત્મા ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા. 150 વર્ષ પહેલા સરદાર પટેલનો આ ધરતીપર જન્મ થયો હતો. ગાંધીજી, સરદાર પટેલજી કોંગ્રેસ પાર્ટીના પાયા છે. કોંગ્રેસ પાર્ટી આજે તેમની જ વિચારધારા પર ટકી રહેલી એકમાત્ર પાર્ટી છે. હાલમા જ અજય લલ્લુએ કહ્યું કે, હું પછાતો, દલિતો, વંચિતો, આદિવાસીઓ માટે ગરીબો માટે કામ કરી રહ્યો છું. તે સત્ય છે. પરંતુ તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં લોકો મારુ નામ યાદ કરશે. જેવા આ શબ્દ તેમના મોઢામાંથી નિકળવ્યાં તો મને એક વાત યાદ આવી. થોડા વર્ષો પહેલા એક પત્રકાર મને મળવા માટે આવ્યા. હિન્દુસ્તાનના જાણીતા પત્રકાર છે. ઓફિસમાં ચર્ચા ચાલી રહી હતી તેમણે મને કહ્યું કે, તેઓ મુશર્રફ કે નવાઝ શરીફના મિત્ર હતા. તેમણે મને કહ્યું કે, તેમણે શરીફ કે મુશર્રફને કહ્યું હતું કે જો તમે હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે શાંતિ લાવશો તો આખી દુનિયા તમને યાદ કરશે. તે સમયે તે પત્રકારે કહ્યું હતું કે, મને એક વાત યાદ આવી હતી કે હું નાનકડો બાળક હતો. મે ઈન્દિરા ગાંધીને સવાલ પુછ્યો કે દાદી મર્યા બાદ તમારા વિશે લોકોને શું કહેવું જોઇએ શું વિચારવું જોઇએ. ઈન્દિરા ગાંધીએ કહ્યું તે મને આજ સુધીનો પરફેક્ટ જવાબ લાગ્યો. ઇંદિરા ગાંધીએ કહ્યું કે, રાહુલ હું મારુ કામ કરુ છું મર્યા બાદ લોકો મારા વિશે શું વિચારે મને કોઇ ફરક નથી પડતો. હું મારા કામ પ્રત્યે વફાદાર છું કદાચ દુનિયા મને ભુલી પણ જાય તો મને મંજૂર છે પરંતુ હું મારા કામ પ્રત્યેની વફાદારી જ મારો ધર્મ છે. સત્ય શું છે અને મારે શું કરવું જોઇએ તે હું કરવા માંગુ છું.