અજબ-ગજબ વાયરલ વિડીયો (Viral Video) આજકાલ સોશ્યલ મીડિયા ઉપર ડગલેને પગલે જોવા મળી રહ્યા છે. તાજેતરમાં એક એવો જ વિડીયો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં એક યુવક ખતરનાક કોબ્રા સાથે રમત કરતો હોય તેમ જોવા મળી રહ્યો છે. આ વિડીયોને લાખો લોકોએ જોયો છે. આ વીડિયોને જોતા દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

સોશ્યલ મીડિયા ઉપર અનેક લોકો જુદા જુદા પ્રકારના વિડીયો બનાવીને પ્રચારિત કરતા જોવા મળે છે. કેટલાક લોકો ખરેખર નિર્ભય હોય છે જેમને દુનિયાના સૌથી ખતરનાક સાપથી પણ બીક લાગતી હોતી નથી. સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોએ (Viral Video) દર્શકોને અચંબિત કરી દીધા છે તેમને વિડીયો જોતા આંખો ઉપર વિશ્વાસ થઈ રહ્યો ન હોય તેવો વિડીયો છે. આ વાયરલ વિડીયોમાં (Viral Video) એક યુવક કોબ્રા સાપ સામે આરામથી બેઠેલો જોવા મળી રહ્યો છે, અને તે વિશાળ કોબ્રા સાથે ખતરનાક રમત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોબ્રાની ગણતરી દુનિયાના સૌથી ખતરનાક સાપમાં થાય છે.
વાયરલ વિડીયો (Viral Video) માં ખતરનાક દ્રશ્યો
વિડીયોની શરૂઆતમાં સાપ આક્રમક હોય એમ દેખાઇ રહ્યો છે, અને યુવકને ચેતવણીઆપતો હોય તેમ તેતી ફેણ પણ ફેલાવી રહ્યો છે. જોકે થોડાક જ સમય બાદ સાપ જાણે નમ્ર થઈ ગયો હોય તેમ જોઈ શકાય છે. યુવક સાપ સાથે રમત કરતા આગળ વધે છે અને ધીમે રહીને સાપની ફેણને સ્પર્શ કરે છે. એટલું જ નહી તેનું માથુ પણ સાપની ફેણ સાથે અડાડી દેતો જોઈ શકાય છે. આ દૃશ્ય જોનારાના શ્વાસ અદ્ધર કરી દે છે. જોકે દ્રશ્ય ડરામણું પણ છે, જે માણસ અને સાપ વચ્ચેના અસામાન્ય સંબંધને દર્શાવે છે.

ઘણા લોકોએ તે માણસની હિંમત અને સકારાત્મકતાની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક લોકોએ વિશ્વના સૌથી ઝેરી પ્રાણીઓમાંના એકની આટલી નજીક જઈને તે કેટલું મોટું જોખમ લઈ રહ્યો હતો તે તરફ ધ્યાન દોર્યું.
🐍Cobra Cuddling: Man's Wild Encounter with Scaly Friend Leaves Internet Hissing for More
— RT_India (@RT_India_news) April 7, 2025
Who needs a therapist when you can bond with a boa?
📹: IG panjipetualang_real pic.twitter.com/vy5HPo7vjO
આ વાયરલ વીડિયો (Viral Video) સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર ‘RT_India’ નામના હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને જ્યારે ઈન્સ્ટાગ્રામ ‘Panji Petualang’ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને 69 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. થોડા સમય પહેલા પોસ્ટ કરાયેલ આ વીડિયો હજુ પણ યુઝર્સનું ધ્યાન ખેંચી રહ્યો છે, જેના પર ત્રણ મિલિયનથી વધુ સંવાદ થયા છે.

કોબ્રા સાપને ખતરનાક કેમ માનવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે કોબ્રા દુનિયાના સૌથી ખતરનાક અને ઝેરી સાપમાંનો એક માનવામાં આવે છે કારણ કે તેનું ઝેર ન્યુરોટોક્સિક હોય છે, જે માનવ ચેતાતંત્ર પર હુમલો કરે છે અને થોડીવારમાં સ્નાયુઓને લકવાગ્રસ્ત કરી શકે છે અથવા વ્યક્તિનો શ્વાસ બંધ થઈ શકે છે અને જો સમયસર સારવાર ન મળે તો તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.
ચેતવણી : દેવલિપિ ન્યુઝ માને છે કે આ પ્રકારે સાપ સાથેની રમત જીવલેણ થઈ શકે છે
[…] કાસરગોડમાં ગુરુવારે બની હતી જેનો વિડીયો વાયરલ થયો હતો. મળતા સમાચાર મુજબ કેરળ લોક […]
[…] જાય છે. આ રીતે જ બેદરકારી દર્શાવતો એક વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. […]