શુક્રવારે 7.7ની તીવ્રતાના ભૂકંપના (Earthquake) કારણે મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભારે તબાહી સર્જાઈ હતી. મ્યાનમારમાં અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયા છે જોકે યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર મૃત્યુનો આંકડો 10,000 સુધી જઈ શકે છે. મ્યાનમારમાં સતત ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાઈ રહ્યા હોવાને કારણે લોકોમાં ડરનું વાતાવરણ ફેલાયું છે. મ્યાનમારમાં શુક્રવારે રાત્રે 11:56 કલાકે ફરી 4.2ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) આવ્યો, જેના કારણે વધુ વિનાશ સર્જાવાની સંભાવના દર્શાવાઈ રહી છે.
આ ભૂકંપના કારણે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક 30 માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ છે, જેમાં 43 કામદારો ફસાયા છે. આ પછી, બેંગકોકમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.
म्यामांर में शक्तिशाली भूकंप के बाद से भारी नुकसान हुआ है। इस भूकंप में सैकड़ों लोगों की मौत हो गई है। पीएम मोदी ने इस भूकंप के बाद चिंता जाहिर की थी। इसके बाद अब भारत की ओर से म्यांमार को 15 टन से अधिक की राहत सामग्री भेजी गई है।#Earthquake #ThailandEarthquake… pic.twitter.com/UeVydZVRcL
— Zee News (@ZeeNews) March 29, 2025
મ્યાનમારના જુન્ટા ચીફ મિન આંગ હ્લાઈંગે સરકારી ટીવી પર એક નિવેદનમાં પુષ્ટિ કરી કે ભૂકંપમાં 144 લોકોના મોત થયા છે અને 732 લોકો ઘાયલ થયા છે. તેણે “કટોકટીની સ્થિતિ” જાહેર કરી છે અને આંતરરાષ્ટ્રીય સહાય માટે અપીલ કરી છે.
ભારતે મ્યાનમારની મદદ માટે C-130J એરક્રાફ્ટમાં લગભગ તંબુ, ધાબળા, સ્લીપિંગ બેગ, ખોરાક, પાણી શુદ્ધિકરણ અને દવાઓ સહિત લગભગ 15 ટન રાહત સામગ્રી મોકલી છે.

અત્યાર સુધીમાં ભૂકંપના (Earthquake)14 ઝટકા
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, મ્યાનમારમાં 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ અત્યાર સુધીમાં રિક્ટર સ્કેલ ઉપર 3 થી 5 વચ્ચેની તીવ્રતા ધરાવતા 14 આફ્ટરશોક્સ આવી ચૂક્યા છે. તેમાં સૌથી શક્તિશાળી 6.7 તીવ્રતાનો આંચકો હતો, જે મુખ્ય ભૂકંપની લગભગ 10 મિનિટ પછી આવ્યો હતો.

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ મ્યાનમાર અને થાઈલેન્ડને મદદની ઓફર કરી છે. તેમણે ભૂકંપ બાદ બંને દેશો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે ઇન્ડોનેશિયા ભુકંપ પ્રભાવિત વિસ્તારોમાં પુનઃનિર્માણમાં મદદ કરશે.
બેંગકોકમાં ભૂકંપ બાદ 10 લોકોના મોત થયા છે અને 16 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત, બેંગકોકના કેટલાક વિસ્તારોમાં 101 લોકો ગુમ છે, જેમાં બાંધકામ સાઇટ્સ પર કામ કરતા કામદારોનો પણ સમાવેશ થાય છે.
