ભાજપ (BJP) દિલ્હી વિધાનસભા ચુંટણીમાં બે તૃતિયાંશ બહુમતી મેળવવા તરફ છે. વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. મતગણતરી ચાલુ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં તમામ 70 વિધાનસભા બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. દિલ્હીમાં 60.54 ટકા મતદાન થયું હતું, જે 2020ની સરખામણીમાં લગભગ 2.5 ટકા ઓછું છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે અને ભાજપ (BJP) ને સંપૂર્ણ બહુમતી મળી છે. ભાજપ (BJP) ની જીત બાદ પાર્ટી સમર્થકોએ જીતની ઉજવણી શરૂ કરી દીધી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ તેમને જીત માટે અભિનંદન પાઠવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી
દિલ્હીમાં ભાજપ (BJP) ની જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું, ‘જનશક્તિ સર્વોપરી છે’! વિકાસ જીત્યો, સુશાસન જીત્યું. તેમણે કહ્યું કે આ અમારી ગેરંટી છે. આ સાથે અમે એ પણ સુનિશ્ચિત કરીશું કે વિકસિત ભારતના નિર્માણમાં દિલ્હી મહત્વપૂર્ણ ભૂમિકા હોય.
जनशक्ति सर्वोपरि!
— Narendra Modi (@narendramodi) February 8, 2025
विकास जीता, सुशासन जीता।
दिल्ली के अपने सभी भाई-बहनों को @BJP4India को ऐतिहासिक जीत दिलाने के लिए मेरा वंदन और अभिनंदन! आपने जो भरपूर आशीर्वाद और स्नेह दिया है, उसके लिए आप सभी का हृदय से बहुत-बहुत आभार।
दिल्ली के चौतरफा विकास और यहां के लोगों का जीवन उत्तम…
દિલ્હીના મારા તમામ ભાઈ-બહેનોને મારા વંદન અને અભિનંદન
તેમણે લખ્યું કે ભાજપ (BJP) ને ઐતિહાસિક જીત અપાવવા માટે દિલ્હીના મારા તમામ ભાઈ-બહેનોને મારા વંદન અને અભિનંદન! આપે આપેલા ભરપૂર આશીર્વાદ અને પ્રેમ માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર.
વિકસિત ભારતના નિર્માણમાં દિલ્હી મહત્વની ભૂમિકા હશે
પીએમ મોદીએ લખ્યું કે અમે દિલ્હીના સર્વાંગી વિકાસ માટે અને અહીંના લોકોનું જીવન વધુ સારું બનાવવા માટે કોઈ કસર છોડીશું નહીં, આ અમારી ગેરંટી છે. આ સાથે અમે એ પણ સુનિશ્ચિત કરીશું કે વિકસિત ભારતના નિર્માણમાં દિલ્હી મહત્વપૂર્ણ ભૂમિકા હોય.
તેમણે ટ્વિટર પર લખ્યું કે મને મારા તમામ ભાજપના કાર્યકરો પર ખૂબ ગર્વ છે, જેમણે આ વિશાળ જનાદેશ માટે દિવસ-રાત કામ કર્યું. હવે અમે અમારા દિલ્હીવાસીઓની સેવા માટે વધુ મજબૂત રીતે સમર્પિત થઈશું.

[…] મુજબ ભાજપ સતત સક્રીય જોવા મળી રહ્યો છે. ભાજપે […]