WEF
Spread the love

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) ના અધ્યક્ષ અને CEO બોર્ગે બ્રેન્ડે આગાહી કરી છે કે સુધારાની મદદથી ભારતનો વિકાસ દર 7-8% સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રેન્ડે કહ્યું કે, “ભારતમાં અપાર સંભાવનાઓ છે.”

બ્રેન્ડે કહ્યું કે, ‘ભારતે આ વર્ષે 6 ટકાના દરે આર્થિક વિકાસ કરી રહ્યું છે. ભારતમાં જો રોકાણમાં સુધારો, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ, શિક્ષણ અને સંશોધન અને વિકાસ હજુ થવો જોઈએ તો એવું કોઈ કારણ નથી કે ભારત ફરી ગતિ પકડી ન શકે અને 7 ટકા, 8 ટકાના દરે વૃદ્ધિ ન પામી શકે.

ભારત પાસે સ્ટાર્ટઅપ્સની અપાર શક્તિ

WEF અધ્યક્ષે કહ્યું, “અમે આશા રાખીએ છીએ કે થોડા વર્ષોમાં કુલ વૈશ્વિક વિકાસમાં ભારતનો હિસ્સો 20 ટકા થઈ જશે. આ તદ્દન અવિશ્વસનીય છે. અને બીજી વસ્તુ જે ભારતને શક્તિ આપે છે તે છે ભારત પાસે સ્ટાર્ટઅપ્સની અપાર શક્તિ. ભારતમાં 1,20,000 થી વધુ સ્ટાર્ટઅપ્સ છે. મને લાગે છે કે હવે 120 થી વધુ યુનિકોર્ન છે. તેથી મને લાગે છે આ ઇકોસિસ્ટમ ભવિષ્યના વિકાસ માટેનો આધાર પણ છે.”

ભારત ટૂંક સમયમાં 10 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે

શું 2047 સુધીમાં ભારતનું વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય શક્ય છે? એવા પ્રશ્નનો ઉત્તર આપતા WEF અધ્યક્ષ બ્રેન્ડે કહ્યું કે ભારત ટૂંક સમયમાં 10 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે, ભારતના પક્ષમાં એ બાબત પણ છે કે બિઝનેસ હવે ડિજિટલ વેપાર અને સેવાઓ પર વધુને વધુ વિકાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું. “તે પરંપરાગત ચીજવસ્તુઓ કરતાં ત્રણ ગણી ઝડપથી વધી રહી છે. અને આ એવા ક્ષેત્રો છે જેમા ભારત ખૂબ જ મજબૂત છે.”

ડિજિટલાઇઝેશન પર શું કહ્યું?

વર્કફોર્સના વધુ ડિજિટાઇઝેશનથી ઉદ્ભવતા કેટલાક મુખ્ય પડકારો અથવા તકો વિશેના પ્રશ્નના જવાબમાં, બ્રેન્ડે કહ્યું, “તે ઉત્પાદકતામાં વધારો કરે છે. અને ઉત્પાદકતા ઓછા સંસાધનો સાથે વધુ ઉત્પાદન કરવા સમાન છે. અને ચોક્કસપણે, આ કેટલીક રોજગારીનો પડકાર બનશે જે આજે બેક ઓફિસ અથવા અન્ય નોકરીઓમાં છે. પરંતુ જો ડિજિટાઇઝેશન લોકોને એવા ક્ષેત્રોમાં સ્ઠઠળાંતરિત કરે કે જેમાંથી મૂલ્ય શૃંખલામાં વધુ ઉત્પાદન કરી શકાય તો વધુ સારું વળતર મળી શકે છે, વધુ ઉત્પાદન કરી શકય છે.”

WEF અધ્યક્ષે જણાવ્યું કે, ભારત માટે નવી તકનીકોના સંદર્ભમાં ચોક્કસપણે ઘણી તકો છે, પરંતુ ટૂંકા ગાળામાં તે પડકારો પણ ઉભા કરે છે. કારણ કે લોકોએ ઉચ્ચ કૌશલ્ય અને પુન:કૌશલ્ય મેળવવું પડશે.”

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના જણાવ્યા અનુસાર, 20 જાન્યુઆરીથી શરૂ થનારી પાંચ દિવસીય બેઠકમાં વિકાસને પુનઃપ્રારંભ કરવા, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને સામાજિક અને આર્થિક સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવાના માર્ગો પર વિચાર કરવામાં આવશે. વૈશ્વિક બેઠકમાં 130 થી વધુ દેશોના લગભગ 3,000 નેતાઓ ભાગ લેશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *