Podcast
Spread the love

આવતા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ આંતરરાષ્ટ્રીય પોડકાસ્ટ (Podcast) હશે. અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન પીએમ મોદીનો ઈન્ટરવ્યુ લેવા ભારત આવશે. આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. અગાઉ વડાપ્રધાન મોદીએ ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથે તેમનું પ્રથમ પોડકાસ્ટ કર્યું હતું.

PM મોદીનું પ્રથમ આંતરાષ્ટ્રીય પોડકાસ્ટ

વડાપ્રધાન મોદી (PM Modi) સોશ્યલ મીડિયામાં થતા ફેરફારો સતત અવગત રહેતા હોય છે. વર્તમાન સમયમાં પોડકાસ્ટ (Podcast) ખુબ જ લોકપ્રિય માધ્યમ બની રહ્યું છે ત્યારે આવતા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ આંતરરાષ્ટ્રીય પોડકાસ્ટ કરશે. પીએમ મોદી અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથે આ પોડકાસ્ટમાં વાત કરશે. ફ્રીડમેને પોતે આ માહિતી આપી છે. ફ્રીડમેને રવિવારે ટ્વિટ કર્યું હતું કે તેઓ ફેબ્રુઆરીના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોડકાસ્ટ (Podcast) નું આયોજન કરશે.

લેક્સ ફ્રિડમેને વિખ્યાત હસ્તીઓ સાથે કર્યું છે પોડકાસ્ટ (Podcast)

લેક્સ ફ્રીડમેન અમેરિકન કમ્પ્યુટર વૈજ્ઞાનિક છે. લેક્સ ફ્રીડમેન 2018 થી પોડકાસ્ટ (Podcast) કરી રહ્યા છે. તેમણે વિવિધ ક્ષેત્રો જેવા કે વિજ્ઞાન, ટેક્નોલોજી, રમતગમત અને રાજકારણની ઘણી વિખ્યાત હસ્તીઓ સાથે પોડકાસ્ટ કર્યા છે.

લેક્સ ફ્રીડમેને તેમના પોડકાસ્ટમાં જે પ્રખ્યાત હસ્તીઓનો ઈન્ટરવ્યુ લીધા છે જેમાં સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્ક, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ, યુએસ પ્રમુખ-ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ, ફેસબુકના સહ-સ્થાપક માર્ક ઝુકરબર્ગ અને યુક્રેનિયન પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીનો સમાવેશ થાય છે.

PM મોદીએ તેમનું પહેલું પોડકાસ્ટ નિખિલ કામથ સાથે કર્યું હતું

વડાપ્રધાન મોદીનું આ બીજું પોડકાસ્ટ હશે. તેમણે ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથે પ્રથમ પોડકાસ્ટ કર્યું હતું. આ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ પોતાના અંગત જીવન, રાજનીતિ અને ભારતના ભવિષ્ય વિશે ખુલીને વાત કરી હતી.

આ દરમિયાન કામથે વડાપ્રધાનને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. પીએમ મોદીએ બધા પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને કામથને પણ કેટલાક સવાલો પણ પૂછ્યા, જેમ કે તમે અત્યાર સુધી કેટલી પોસ્ટ અને પોડકાસ્ટ કર્યા છે. આ મુલાકાતમાં વડા પ્રધાને તેમના બાળપણ, વિદ્યાર્થી જીવનથી લઈને રાજકારણ, આજના રાજકારણીઓ વગેરે જેવા અનેક મુદ્દાઓ પર પોતાના મંતવ્યો ખુલીને શેર કર્યા હતા.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

2 thoughts on “PM મોદીનું પહેલું આંતરરાષ્ટ્રીય પોડકાસ્ટ (Podcast) થશે ફેબ્રુઆરીમાં, કોની સાથે કરશે વાત?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *