મહાકુંભ 2025માં રવિવારે મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક કરવામાં આવ્યો તે વ્યાસાનંદ ગિરી મહાકુંભમાં અન્ય મહામંડલેશ્વરોની જેમ જ પ્રથમ દૃષ્ટિએ દેખાય છે અને નિરંજની અખાડામાં ફરતા જોવા મળે છે પરંતુ એક બાબત તેમને અન્ય અખાડા સંતોથી અલગ પાડે છે તે એ છે કે તે ભૂતપૂર્વ યુએસ આર્મી કમાન્ડરના પુત્ર છે. વ્યાસાનંદ ગિરી આ વિષય પર કોઈ પ્રશ્નનો જવાબ આપતા નથી, પરંતુ પંચાયતી અખાડા શ્રી નિરંજનીના મહંત રવિન્દ્ર પુરીએ તે તે ભૂતપૂર્વ યુએસ આર્મી કમાન્ડરના પુત્રની બાબત સાચી હોવાની પુષ્ટિ કરી હતી.
તેમણે પીટીઆઈને કહ્યું, “તે યુએસ આર્મીના ભૂતપૂર્વ વરિષ્ઠ કમાન્ડરનો પુત્ર ટોમ છે અને એક આઈટી કંપનીમાં સારી નોકરી કરતો હતો. પરંતુ તેને આધ્યાત્મિકતા પ્રત્યે એવી લગન લાગી કે તેણે બધું જ છોડી દેવાનું નક્કી કર્યું.”
#WATCH | Prayagraj, UP | Pattabhishek of Vyasanand Giri Maharaj was done at Niranjani Akhara in the presence of Swami Kailashanand Giri Maharaj. Laurene Powell Jobs, wife of the late Apple co-founder Steve Jobs also performed the ritual pic.twitter.com/rKxppUOx1Q
— ANI (@ANI) January 12, 2025
ટોમને મહામંડલેશ્વર બનાવાયા
મહાકુંભ 2025 માં અનેક બાબતો વિશેષ બની રહી છે ત્યારે ભૂતપૂર્વ યુએસ આર્મી કમાન્ડરના પુત્ર ટોમની મહામંડલેશ્વર વ્યાસાનંદ ગિરી બનવાની આધ્યાત્મિક યાત્રા વિશે વિગત આપતાં પુરીએ કહ્યું, “ટોમ આઇટી સેક્ટરમાં કામ કરતો હતો. ધીમે ધીમે આધ્યાત્મિકતા તરફ તેનો ઝોક વધતો ગયો અને તેણે સનાતન ધર્મ અપનાવવાનું નક્કી કર્યું અને આખરે નિવૃત્તિ લીધી. તેણે યોગ અને ધ્યાન કરવાનું શરૂ કર્યું, હિન્દુત્વ અને સનાતની સંસ્કૃતિ પર ઘણું સંશોધન કર્યું. છેલ્લા કેટલાક વર્ષોથી તે અવારનવાર ઋષિકેશ જતો હતો અને મને મળતો હતો.”
તેમણે ખુલાસો કર્યો કે રવિવારે આધ્યાત્મિક સમારોહ પછી તેમણે તે ભૂતપૂર્વ યુએસ આર્મી કમાન્ડરના પુત્ર ટોમને નવું નામ વ્યાસાનંદ ગિરી આપ્યું અને મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક કર્યો.
VIDEO | Maha Kumbh 2025: Vyasanand Giri Maharaj of Niranjani Akhara gets a warm welcome upon his arrival in Prayagraj, UP.
— Press Trust of India (@PTI_News) January 12, 2025
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/79Mt23RBsz
જ્યારે પૂછવામાં આવ્યું કે જો વિદેશીઓ હિંદુ રીતિ-રિવાજો અપનાવે તો તેમને મહંત કેવી રીતે બનાવી શકાય, તો તેમણે કહ્યું, “એવું નથી. આમાંના ઘણા વિદેશીઓ ખુબ સારા આધ્યાત્મિક છે. જ્યારે તેઓ ધ્યાન માં જાય છે ત્યારે તેઓ તેમાં લીન થઈ જાય છે.”
તેમણે કહ્યું, “અમે જોયું છે કે ઘણા ભારતીયો મચ્છર કરડવાથી પરેશાન થઈ જાય છે અને ધ્યાન કરતી વખતે ઊંઘ આવવા લાગે છે. જ્યારે ટોમના કિસ્સામાં અમે જોયું કે તે લાંબા સમય સુધી ધ્યાન કરી શકે છે.
પાંચ વર્ષમાં 30 મહામંડલેશ્વર બનાવ્યા
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે 2019ના કુંભથી નિરંજની અખાડા દ્વારા કેટલા મહામંડલેશ્વરો બનાવવામાં આવ્યા છે, ત્યારે તેમણે કહ્યું, “મને લાગે છે કે અમે અત્યાર સુધીમાં 30 મહામંડલેશ્વરો બનાવ્યા છે. ટોમ અમેરિકા અને મલેશિયા જેવા દેશોના પાંચ-છ વિદેશીઓમાંનો એક છે.”
તેમણે કહ્યું કે વિવિધ ધર્મોમાં માનનારા ઘણા વિદેશીઓ સમગ્ર વિશ્વમાં સનાતનથી પ્રેરિત છે અને તેથી જ તેઓ સનાતન ધર્મ અપનાવી રહ્યા છે અને તેઓ તેમના મૂળ તરફ પરત ફર્યા હોવાનું અનુભવે છે.
તેમણે કહ્યું, “આવા ઘણા મુસ્લિમો પણ છે, જેમાંથી લગભગ 100 લોકોએ મારો સંપર્ક કર્યો છે. તેઓ સનાતન ધર્મ અપનાવીને સન્યાસી બનવા માંગે છે. મને બિન-હિન્દુઓ તરફથી સેંકડો ફોન આવે છે.”