પ્રયાગરાજ મહાકુંભમાં મુલાયમની મૂર્તિ પર મહાભારત છેડાયું છે. મુર્તિ ઉપર અખાડા પરિષદ ભડકી ઉઠી છે અને અને કહ્યું કે મુલાયમ હત્યારા છે, મહાકુંભમાં મુલાયમની મૂર્તિનું શું કામ છે, મૂર્તિ જોઈને દુઃખ થાય છે, SP કાર સેવકો હત્યાનું પ્રાયશ્ચિત કરવા માંગતી હોય તો મથુરામાં ઈદગાહમાંથી કન્હૈયાની જમીન અપાવે.
મહાકુંભમાં મુલાયમસિંહની મૂર્તિ મુકાતા મહાભારત
મહાકુંભમાં મુલાયમસિંહની મૂર્તિ મુકાતા મહાભારત શરૂ થઈ ગયું છે. સમાજવાદી પાર્ટી અને મુલાયમ સિંહના સમર્થકોએ મુલાયમ સિંહની પ્રતિમા સ્થાપિત કરતા અખાડા પરિષદ ભડકી છે. અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ રવીન્દ્ર પુરી મહારાજે કહ્યું કે આજે ઘા તાજા થઈ ગયા છે, મનમાં ભારે પીડા થઈ રહી છે, સંતોમાં રોષ છે, હું તેને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો.
સમાજવાદી પાર્ટીનું ચાલે તો?
તેમણે કહ્યું, ‘સંતોના હત્યારાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે. અયોધ્યામાં કાર સેવકોને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેનારાની મૂર્તિ મહાકુંભમાં સ્થાપિત કરવાનો શું આશય? મુર્તિ લગાવવાથી પ્રાયશ્ચિત નહી થાય. જો સમાજવાદી પાર્ટીનું ચાલે તો તે અહિં આઝમ ખાનની પ્રતિમા પણ લગાવી દે, જો સપાને પ્રાયશ્ચિત જ કરવું હોય તો તેણે અયોધ્યાની જેમ મથુરામાં કન્હૈયાલાલનું મંદિર બનાવવું જોઈએ અને ઈદગાહમાંથી જમીન અપાવવી જોઈએ.
#MahaKumbh: #Controversy erupts over #installation of #Mulayam's #statue in fair area https://t.co/COPjW3EPrR
— Economic Times (@EconomicTimes) January 13, 2025
અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે આજે તેમને તે દિવસ યાદ આવ્યો જ્યારે તેઓ અયોધ્યા કાર સેવામાં ગયા હતા અને તેમના માથા પર ઘા થયો હતો, ઘાનું નિશાન દર્શાવતા તેમણે કહ્યું હતું કે આત્માને દુઃખ થાય છે. સંતોમાં, કાર સેવકોના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.