ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બોર્ડેર ગાવસ્કર ટ્રોફી સિરીઝની સિડનીમાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચ દરમિયાન ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે. સમગ્ર સિરીઝ અને ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કરનારા અને આ ટેસ્ટમાં કેપ્ટંશિપ કરનારા જસપ્રીત બુમરાહને મેચના બીજા દિવસે મેદાન પર ઈજાગ્રસ્ત થવાને કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું. બુમરાહની ગેરહાજરીને કારણે હવે વિરાટ કોહલી કેપ્ટનશિપની ભૂમિકા નિભાવી રહ્યો છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં મેદાન છોડી રહેલો અને બાદમાં કારમાં બેસીને હોસ્પિટલ જતો જસપ્રીત બુમરાહ જોવા મળે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો જસપ્રીત બુમરાહ સ્કેન માટે હોસ્પિટલ જઈ રહ્યો છે. જો કે તેની ઈજા કેટલી ગંભીર છે તે બહાર આવ્યું નથી. પરંતુ ભારતીય ટીમ અને પ્રશંસકો માટે આ ચોક્કસપણે એક ખરાબ સમાચાર છે.
Jasprit Bumrah has left the SCG: https://t.co/0nmjl6Qp2a pic.twitter.com/oQaygWRMyc
— cricket.com.au (@cricketcomau) January 4, 2025
ભારતીય દિગ્ગજ ખેલાડી રવિ શાસ્ત્રીએ ફોક્સ ક્રિકેટ દરમિયાન કોમેન્ટ્રી દરમિયાન બુમરાહ અંગે કહ્યું, “તે ડોકટરને મળવા જઈ રહ્યો છે, તેનું સ્કેન કરાવવાનું છે… અમને થોડીવારમાં વધુ માહિતી મળશે. અમે આવું જ અનુભવી રહ્યા હતા કે તેને ઠીક નતી.આનાથી શ્રેણી પર મોટી અસર પડી શકે છે.”
સિરીઝનો સૌથી સફળ બોલર જસપ્રીત બુમરાહ
બુમરાહ આ સિરીઝમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર છે. સિડનીમાં પણ બુમરાહ તેની બોલિંગથી ધૂમ મચાવવામાં સફળ રહ્યો છે. અત્યાર સુધી સિડની ટેસ્ટ મેચમાં બુમરાહે 10 ઓવર નાંખી હતી અને 33 રનમાં બે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. પરંતુ હવે બુમરાહ મેદાનની બહાર હોવાથી ચાહકો ખૂબ જ નિરાશ છે. ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે કે બુમરાહની ઈજા વધુ ગંભીર ન હોય.
વિદેશી ધરતી ઉપર સૌથી સફ્ળ બોલર
બુમરાહે આ સિરીઝમાં અત્યાર સુધી 32 વિકેટ ઝડપી ચુક્યો છે. બુમરાહ ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં વિદેશી ધરતી પર રમાયેલી શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર પણ બની ગયો છે.
[…] સિડની ટેસ્ટમાં ભારતની હાર બાદ કોચ ગૌતમ ગંભીર ની મીડિયા સાથે વાતચીત થઈ હતી જેમા ગંભીરે સીધું કહ્યું કે આ આખી ટીમની હાર છે. આ સિવાય ગંભીરે કોહલી અને રોહિત શર્માના પ્રદર્શન પર પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. […]