નવા વર્ષના પ્રથમ દિવસે, 1 જાન્યુઆરી, 2025 ના રોજ વિશ્વની વસ્તી 8.09 અબજ સુધી પહોંચવાની સંભાવના છે. 2024 માં 141 કરોડની અંદાજિત વસ્તી સાથે ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. યુએસ સેન્સસ બ્યુરોના અંદાજ મુજબ 2024માં વિશ્વની વસ્તીમાં 71 મિલિયનથી વધુ લોકોનો વધારો થવાની ધારણા છે. યુએસ સેન્સસ બ્યુરોના જણાવ્યા મુજબ, ‘1 જાન્યુઆરી, 2025ના રોજ અંદાજિત વિશ્વની વસ્તી 8,092,034,511 હશે, જે વર્ષ 2024 કરતા 71,178,087 (0.89 ટકા) વધુ છે.’
જાન્યુઆરી 2025 માં વિશ્વભરમાં દર સેકન્ડે આશરે 4.2 જન્મ અને 2 મૃત્યુ થવાની ધારણા છે. ઉછાળો 2023માં વિશ્વભરમાં માનવ વસ્તીમાં 75 મિલિયનનો વધારો થયો હતો તેની તુલનામાં આ વર્ષે વસતી વધારો 0.9 ટકા ઓછો હતો.
2025 માં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો
જુલાઈ 2024 સુધીમાં, ભારત અંદાજિત 1,409,128,296 (આશરે 141 કરોડ) વસ્તી સાથે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હતો. ભારત પછી બીજા સ્થાને ચીનની વસ્તી 1,407,929,929 (લગભગ 140.8 કરોડ) વસતી છે. ત્યાર બાદ યુનાઇટેડ સ્ટેટ્સ આવે છે, જેની નવા વર્ષના દિવસે અંદાજિત વસતી 341,145,670 છે. વર્ષ દરમિયાન, યુ.એસ.ની વસ્તીમાં વાર્ષિક ધોરણે 2,640,171 લોકોનો વધારો થયો છે જે લગભગ 0.78% છે.
યુએસ સેન્સસ બ્યુરો પોપ્યુલેશન ક્લોક માટે ટૂંકા ગાળાના અંદાજોને અપડેટ કરવા માટે દર વર્ષના અંતે સુધારેલા વસ્તી અંદાજનો ઉપયોગ કરે છે. બ્યુરો અનુસાર, દરેક કેલેન્ડર મહિનામાં દૈનિક વસ્તી ફેરફારને સ્થિર માનવામાં આવે છે.