Spread the love

મહારાષ્ટ્રમાં તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો વિપક્ષ માટે કલ્પના બહારના હતા. ભાજપના નેતૃત્વ હેઠળ મહાયુતિએ વિપક્ષના સુપડા સાફ કરી દીધા હતા. પરિણામ બાદ વિપક્ષે EVM સાથે છેડછાડનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ રાજ્યના મુખ્ય ચૂંટણી કાર્યાલય EVM મશીનોમાં નોંધયેલા મત ને VVPT સ્લિપોની ગણતરી કરી હતી. રાજય ચુંટણી કાર્યાલય દ્વારા કુલ  1,440 મશીનોમાં VVPAT સ્લિપ્સ અને EVM માં નોંધાયેલા મતોની ગણતરી કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરના અધિકારક્ષેત્ર હેઠળ ભારતીય ચૂંટણી પંચ (ECI) ના નિર્દેશો અનુસાર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. દરેક વિધાનસભા મતવિસ્તારમાં રેન્ડમ રીતે પાંચ ઈવીએમ પસંદ કરવામાં આવ્યા હતા.

EVM અને પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થયા પછી VVPAT સ્લિપ ઉમેદવાર મુજબ ગણવામાં આવે છે. VVPAT સ્લિપની ગણતરી રાજકીય પક્ષોના કાઉન્ટિંગ એજન્ટોની હાજરીમાં થઈ હતી.

નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી કિરણ કુલકર્ણીએ કહ્યું કે, “આ એક ખૂબ જ નક્કર ક્રોસ-ચેકિંગ કવાયત છે જે EVM મશીનોની ગણતરીમાં ચોકસાઈ દર્શાવે છે. શું આનાથી વધુ મજબૂત ક્રોસ-ચેકિંગ હોઈ શકે?”

VVPAT અથવા વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ એ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો સાથે જોડાયેલ એક સ્વતંત્ર સિસ્ટમ છે જેમાં મતદાન કર્યા બાદ મતદારો તેમનો તેમણે જેને આપ્યો હોય તે ચકાસી શકે છે.

જ્યારે મત આપવામાં આવે છે, ત્યારે ઉમેદવારનો સીરીયલ નંબર, નામ અને ચિહ્ન ધરાવતી સ્લિપ છપાય છે અને 7 સેકન્ડ માટે પારદર્શક વિંડો દ્વારા ખુલ્લી રહે છે. આ પ્રિન્ટેડ સ્લિપ આપમેળે કપાઈ જાય છે અને VVPAT ના સીલબંધ ડ્રોપ બોક્સમાં જમા થાય છે.

મહારાષ્ટ્રના ચીફ ઈલેકશન ઓફિસર એસ ચોકાલિંગમે મંગળવારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર દરેક બેઠકમાં પાંચ વીવીપીએટી સ્લીપની ગણતરી કરવામાં આવી હતી અને ઈવીએમના પરિણામ સાથે સરખાવવામાં આવી હતી. 23મી નવેમ્બરે ચૂંટણી પંચે 1445 વીવીએપીટી સ્લીપ્સની ગણતરી કરી હતી અને ઈવીએમના પરિણામ સાથે સરખાવતા કોઈ વિસંગતતા મળી આવી ન હતી.

રાજ્યના ચૂંટણી કાર્યાલયે પોસ્ટલ બેલેટ અને EVM પરિણામની ગણતરીમાં વિસંગતતાના વલણ અંગે વિરોધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને પણ ફગાવી દીધી છે. શિવસેના (UBT)ના ધારાસભ્ય વરુણ સરદેસાઈએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની ગણતરી અને EM પરિણામમાં વલણ સમાન હતું પરંતુ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં વિસંગતતાઓ જોવા મળી હતી.

મતગણતરીના ઓબ્ઝવર અને ઉમેદવારોનાી પ્રતિનિધિઓની હાજરીમાં 23મી નવેમ્બરે (ચૂંટણી પરિણામના દિવસે) વીવીપીએટી સ્લીપ્સ ગણવામાં આવી હતી. ચૂંટણી પંચે કહ્યું કે ‘‘મહારાષ્ટ્રની વીવીપીએટી યુનિટની સ્લીપ્સ સંબંધિત કન્ટ્રોલ યુનિટ ડેટા (ઈવીએમ પ્રમાણેના મત) સાથે સરખાવવામાં આવ્યા હતા. વીવીપીએટી સ્લીપ્સની અનુસારના મતની સંખ્યામાં અને ઈવીએમ કન્ટ્રોલ યુનિટના મતની સંખ્યામાં કોઈ વિસંગતતા મળી નથી (એટલે કે મતોની સંખ્યા સરખી જ હતી) ચૂંટણી પંચે જણાવેલી પદ્ધતિનું અનુપાલન કરવામાં આવ્યું હતું.’ દરેક મત ગણતરી કેન્દ્ર પર કરા.લી આ પ્રક્રિયાનું સીસીટીવી પર રેકોર્ડિંગ કરાયું હતું. જેનું ફૂટેજ સાચવી રાખવામાં આવ્યું છે.

અધિકારીઓએ કહ્યું કે પોસ્ટલ બેલેટની સંખ્યા EVMમાં પડેલા મતોની સંખ્યા કરતાં ઘણી ઓછી હતી અને વલણોની તુલના કરવી એ નિરર્થક કવાયત હતી. “રાજ્યની ચૂંટણીમાં 6 કરોડ ઈવીએમ વોટની સરખામણીમાં લગભગ 5.5 લાખ પોસ્ટલ બેલેટ નાખવામાં આવ્યા હતા. વલણોની તુલના કરવી શક્ય નથી,” એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

તેમણે એ પણ ધ્યાન દોર્યું કે પોસ્ટલ બેલેટનો ઉપયોગ મુખ્યત્વે મતદારો દ્વારા સરકારી સેવાઓમાં કરવામાં આવે છે, જે EVM માં મતદાન કરનારા મતદારોની વિશાળ વિવિધતાની તુલનામાં એક સાંકડા ક્રોસ-સેક્શનનું પ્રતિનિધિત્વ કરે છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *