Spread the love

ભારતીય નૌકાદળે તેની પરમાણુ સંચાલિત સબમરીન INS અરિઘાટથી પ્રથમ વખત K-4 SLBMનું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતીય નૌકાદળ અને ડીઆરડીઓએ સમુદ્રમાં ગુપ્ત રીતે સફળ પરીક્ષણો કર્યા હતા. આ મિસાઈલનું પ્રથમ વખત સબમરીન પરથી પરીક્ષણ કરવામાં આવ્યું છે. K-4 મિસાઈલ પરમાણુ હથિયારથી 3500 કિમી સુધી સટીક પ્રહાર કરવા સક્ષમ છે.

આ સફળ પરીક્ષણ બાદ ભારતે સમુદ્રમાંથી પણ પરમાણુ હુમલો કરવાની ક્ષમતા હાંસલ કરી લીધી છે. K-4 SLBM મિસાઈલના સફળ પરીક્ષણ બાદ ભારત સબમરીનથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવતો એશિયા ખંડમાં ચીન પછી બીજો દેશ બની ગયો છે. આ મિસાઈલની રેન્જમાં સમગ્ર પાકિસ્તાન અને અડધા ઉપરાંતનું ચીન આવી જાય છે. K-4 SLBM મિસાઈલના સફળ પરીક્ષણ બાદ વૈશ્વિક સ્તર ઉપર ભારત સંરક્ષણ બાબતે વધુ મજબુત બન્યો છે.

K-4 SLBM એ મધ્યમ રેન્જની સબમરીન-લોન્ચ કરાયેલી પરમાણુ બેલિસ્ટિક મિસાઈલ છે. આ મિસાઈલને ભારતીય નૌકાદળની અરિહંત ક્લાસ સબમરીનમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ પહેલા ભારતીય નૌકાદળ K-15નો ઉપયોગ કરતી હતી. K-4 વધુ સક્ષમ, સચોટ, ટેકનોલોજીકલી એડવાન્સ કહી શકાય તેવી અને સરળતાથી ચલાવી શકાય તેવી મિસાઈલ છે.

K-4 SLBM મિસાઈલ અણુશસ્ત્રો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહી  અણુશસ્ત્રો સહિત આ મિસાઈલની રેન્જ 3500 કિલોમીટર છે. આ મિસાઈલની વિશેષતા એ છે કે તે દેશને બીજી વાર પ્રહાર કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. એટલે કે દેશના પરમાણુ ત્રિપુટીને એવી શક્તિ મળે છે કે જો જમીન પર સ્થિતિ સારી ન હોય તો સબમરીન દ્વારા સમુદ્રની અંદરથી હુમલો કરી શકે છે.

INS અરિહંત અને અરિઘાટ સબમરીન ચાર વર્ટિકલ લોન્ચિંગ સિસ્ટમ ધરાવે છે જેના પરથી આ મિસાઈલને લોંચ કરી શકાય છે. આ K-4 SLBM મિસાઈલનું વજન 17 ટન જ્યારે લંબાઈ 39 ફૂટ, વ્યાસ 4.3 મીટર છે. આ મિસાઈલ પોતાના પડખામાં 2500 કિલો વજનના વ્યૂહાત્મક પરમાણુ હથિયાર સાથે હુમલો કરવા સક્ષમ છે.

મળતી જાણકારી આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભારતીય નૌકાદળમાં ત્રીજી પરમાણુ સબમરીન INS અરિદમન સામેલ થવાની સંભાવના છે. INS અરિદમનને K-4 SLBM અને તેનાથી વધુ મારકણી K-5 બેલિસ્ટિક મિસાઈલોથી સજ્જ કરવામાં આવશે.  K-5 મિસાઈલની રેન્જ 5000 કિલોમીટર સુધી હોવાની ચર્ચા છે. જે ભારતની પરમાણુ શક્તિને વધારે મજબુત બનાવશે.

ભારતીય નૌકાદળ અને ડીઆરડીઓ (DRDO) ની આ અપ્રતિમ સફળતા દેશની સુરક્ષા અને રણનીતિને મજબુત કરવા તરફનું મહત્વનું સોપાન માનવામાં આવી રહ્યું છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *