રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રાજનીતિ શીખવનારા તેમના માર્ગદર્શક એલેક્ઝાન્ડર ડુગિને ભારત વિશે તેમના વિચારો શેર કર્યા છે. અખંડ ભારતના વિચારથી પ્રભાવિત, એલેક્ઝાન્ડર ડુગિન ભારતને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક શક્તિ તરીકે જુએ જુએ છે. તેમણે પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વમાં ભારતની વધતી ભૂમિકા અને ભારતની પ્રાચીન પરંપરાઓને પુનર્જીવિત કરવાના પ્રયાસોની ખૂબ પ્રશંસા કરી.
રશિયન રાજકીય ચિંતક અને ફિલસૂફ એલેક્ઝાન્ડર ડુગિને ભારતને “અખંડ ભારત” તરીકે જોવાની વાત કરી હતી. તેમણે તેને માત્ર ભૌગોલિક વિસ્તરણ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક શક્તિ ગણાવી. ડુગિન માને છે કે ભારતની પ્રાચીન વૈદિક પરંપરાઓ અને તેના ઊંડા સાંસ્કૃતિક મૂળિયામાં વિશ્વને નવી દિશા આપવાની ક્ષમતા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં ડુગિને કહ્યું કે તેમણે ભારતની પ્રાચીન વૈદિક પરંપરાઓને આધુનિકતા સાથે જોડવાનું કામ કર્યું છે. ડુગિનના મત અનુસાર, પીએમ મોદીના પ્રયાસોને કારણે ભારત પોતાના સાંસ્કૃતિક વારસાને સાચવીને પોતાની ઓળખ બનાવી વૈશ્વિક મંચ ઉપર એક એવી શક્તિ તરીકે ઉભરી આવ્યું છે.
ભારતની ઝડપથી વિકસતી વૈશ્વિક શક્તિની ચર્ચા કરતા ડુગિને કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે આર્થિક, તકનીકી અને આત્મનિર્ભરતાના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેમના મતે, ભારતની પ્રગતિ વૈશ્વિક શક્તિ સંતુલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
હિન્દુત્વ: માત્ર વિચારધારા નહીં, જીવનશૈલી છે
ડુગિને હિંદુત્વને જીવનશૈલી તરીકે વર્ણવતા માનવીય મૂલ્યોનું પ્રતીક ગણાવ્યું. તેમણે તેને અહિંસા, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરતું ગણાવ્યું હતું. ડુગિને કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં હિંદુત્વે ભારતને વિશ્વ ગુરૂ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરી છે.
ડ્યુગિને બ્રિક્સને (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા), નવી વિશ્વ વ્યવસ્થાનું પ્રતીક ગણાવ્યું. તેમણે કહ્યું કે આ સંગઠન શક્તિના સંતુલનને મજબૂત બનાવે છે અને સ્પર્ધાને બદલે સહકારને પ્રોત્સાહન આપે છે. તેમણે બ્રિક્સમાં ભારતની ભૂમિકાને મહત્વની ગણાવી હતી.
ભારતની આધ્યાત્મિક શક્તિ
ડુગિને ભારતને આધુનિકતા અને આધ્યાત્મિકતાનો અનોખો સમન્વય રજૂ કરતી શક્તિ તરીકે દર્શાવી કહ્યું કે ભારતની પ્રાચીન આધ્યાત્મિક પરંપરાઓ અને સાંસ્કૃતિક મૂલ્યોને કારણે તે વિશ્વ માટે માર્ગદર્શક બનવાની ક્ષમતા ધરાવે છે. ડુગિને અંતમાં કહ્યું કે, ભારતની પ્રાચીન પરંપરાઓ અને આધુનિક પ્રગતિ મળીને તેને નવી વિશ્વ વ્યવસ્થાનો મુખ્ય આધારસ્તંભ બનાવે છે અને પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં સંતુલન અને શાંતિ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.