દીલ્હી વિધનસભાની ચુંટણીને હજુ વાર છે ત્યાં આમ આદમી પાર્ટી (AAP) એ કમર કસી છે. 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ ગુરુવારે જાહેર કરવામાં આવ્યા. જાહેર કરવામાં આવેલા 11માંથી છ ઉમેદવારો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ હતા જે પાર્ટી બદલીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આવતા વર્ષની શરૂઆતમાં જેની અપેક્ષા છે તેવી આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) એ ગુરુવારે તેના 11 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં છ એવા નેતાઓનો પણ સમાવેશ થાય છે જેઓ તાજેતરમાં ભાજપ અને કોંગ્રેસમાંથી AAPમાં જોડાયા છે. આ બાબત વર્ષોથી આમ આદમી પાર્ટી સાથે નિસ્વાર્થ કાર્યરત વફાદાર કાર્યકર્તાઓમાં અસંતોષનું કારણ બનવાની સંભાવના રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે
First list of AAP candidates for Delhi Elections is OUT‼️
— AAP (@AamAadmiParty) November 21, 2024
All the best to all the candidates ✌️🏻
फिर लायेंगे केजरीवाल ! 🔥#PhirLayengeKejriwal pic.twitter.com/YTbnqpzqEC
આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા લિસ્ટમા ભાજપના ભૂતપૂર્વ નેતાઓ બ્રહ્મ સિંહ તંવર, અનિલ ઝા અને બી બી ત્યાગી તથ ભૂતપૂર્વ કોંગ્રેસી નેતાઓ ચૌધરી ઝુબેર અહમદ, વીર ધીંગાન અને સુમેશ શોકીનને AAP ઝંડા અને સિમ્બોલ હેઠળ ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા લિસ્ટમાં મુળ આમ આદમી પાર્ટીના જ જે નેતાઓને જાળવી રાખવામાં આવ્યા છે તેમાં રોહતાસ નગરના ભૂતપૂર્વ ધારાસભ્ય સરિતા સિંહ, બદરપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય રામસિંહ નેતાજી અને 2020ના વિશ્વાસ નગરના ઉમેદવાર અને મહારાષ્ટ્ર અને ગોવા AAPના પ્રભારી દીપક સિંઘલાનો સમાવેશ થાય છે.