મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ લાગ્યો છે.
વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે બહુજન વિકાસ અઘાડી (BVA) ના પ્રમુખ હિતેન્દ્ર ઠાકુર અને તેમના પુત્ર ક્ષિતિજ 19 નવેમ્બર, મંગળવારના રોજ તાવડે નાલાસોપારાથી ભાજપના ઉમેદવાર રાજન નાઈક અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી રહ્યા હતા તે વિરારની હોટલમાં પહોંચ્યા.
બહુજન વિકાસ આઘાડી (BVA)એ આરોપ લગાવ્યો હતો કે તાવડે 5 કરોડ રૂપિયા લઈને હોટલમાં પહોંચ્યા હતા અને પૈસા અહીંના મતદારોને વહેંચવામાં આવી રહ્યા હતા. હોટલમાં ભાજપ અને બહુજન વિકાસ આઘાડી (BVA)ના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
હોટલમાં થયેલા હંગામાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં કેટલાક લોકો હાથમાં નોટો પકડેલા જોવા મળી રહ્યા છે. એક યુવાન ડાયરી સાથે દેખાય છે જે ડાયરીમાં પૈસાનો હિસાબ હોવાનો આરોપ છે.
ચૂંટણી પંચે તાવડે વિરુદ્ધ FIR દાખલ કરી
વિપક્ષના આરોપો બાદ ચૂંટણી પંચે વિનોદ તાવડે અને નાલાસોપારાથી ભાજપના ઉમેદવાર રાજન નાઈક વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. અહેવાલો અનુસાર ચૂંટણી પંચના અધિકારીઓએ તાવડેના રૂમમાંથી 9 લાખ રૂપિયા અને દસ્તાવેજો જપ્ત કર્યા છે. તેનો વીડિયો સામે આવ્યો છે. જોકે, ચૂંટણી પંચે માત્ર એટલું જ કહ્યું છે કે કેટલીક જપ્તી કરવામાં આવી છે.
महाराष्ट्र में वोटिंग से पहले कैश वाला ट्विस्ट…वोटिंग से पहले कैश पर राजनीति में तैश!#ATVideo #SpecialReport #Mumbai #Maharashtra #Election2024 | @anjanaomkashyap pic.twitter.com/2HX9T2iCtK
— AajTak (@aajtak) November 19, 2024
હું કાર્યકર્તાઓની બેઠકમાં ગયો હતો, ચૂંટણી પંચે તપાસ કરવી જોઈએ: વિનોદ તાવડે
વિનોદ તાવડેએ કહ્યું- નાલાસોપારા વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકર્તાઓની બેઠક ચાલી રહી હતી. હું ચૂંટણીના દિવસે આચારસંહિતા વિશે 12 બાબતો જણાવવા ત્યાં પહોંચ્યો હતો. વિરોધી પાર્ટીવાળાઓએ વિચાર્યું કે હું ત્યાં પૈસા વહેંચવા આવ્યો છું. ચૂંટણી પંચ અને પોલીસે આ આરોપોની તપાસ કરવી જોઈએ. હું 40 વર્ષથી પાર્ટીમાં છું. બધા મને ઓળખે છે. હું પણ ઇચ્છું છું કે ચૂંટણી પંચ નિષ્પક્ષ તપાસ કરે.
હોટલના સીસીટીવી બંધ હતા, અમે તેને ચાલુ કરાવ્યા: હિતેન્દ્ર ઠાકુર
હિતેન્દ્ર ઠાકુરે કહ્યું- મને માહિતી મળી હતી કે વિનોદ તાવડે મતદારોને પૈસા વહેંચવા આવી રહ્યા છે. મને લાગ્યું કે તેમના જેવો રાષ્ટ્રીય નેતા આવું નાનું કામ નહીં કરે. મેં હોટેલમાં જઈને જોયું તો ત્યાંના સીસીટીવી કેમેરા બંધ હતા. અમારી વિનંતી બાદ ત્યાંના સીસીટીવી ચાલુ કરવામાં આવ્યા . તાવડે મતદારોને પૈસા વહેંચી રહ્યા હતા. તે હોટલમાં 3 કલાકથી વધુ સમય રોકાયા હતો.
"हितेंद्र ठाकुर और उनके बेटा ने कहा कि मैं पैसे बांटने आया हूं"
— News24 (@news24tvchannel) November 19, 2024
◆ कैश बांटने के आरोप पर बीजेपी के राष्ट्रीय महासचिव विनोद तावड़े ने कहा#VinodTawde | Election Commission | Vinod Tawde pic.twitter.com/najHBqlZps
BVA પાર્ટી અધ્યક્ષનો પુત્ર પણ નાલાસોપારાથી ચૂંટણી લડી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે BVA પ્રમુખ હિતેન્દ્ર ઠાકુરના પુત્ર ક્ષિતિજ ઠાકુર પણ નાલાસોપારા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે એક તબક્કામાં મતદાન થવાનું છે.