ઈઝરાયેલ અને ઇરાન વચ્ચેના તનાવમાં ગત મહિને એક અમેરિકી ગુપ્ત દસ્તાવેજ લીક થઇ જવાના કેસમાં સીઆઇએએ નેશનલ ડીફેન્સ વિભાગ સાથે સંકળાયેલા એક વ્યકિતની ધરપકડ કરી છે. આ દસ્તાવેજમાં એવો ઘટ્ટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે ઇઝરાયેલ હવે ઇરાન પર હુમલાની તૈયારી કરી રહ્યું છે.
અમેરિકી સંરક્ષણ વિભાગે આ અંગે પોતાના ગોપનીય દસ્તાવેજમાં ઇઝરાયેલ અંગેની માહિતી જાહેર કરી જેના કારણે ઇરાનને સાવધ થવાની પણ તક મળી ગઇ હતી.
આ સંદર્ભમાં સીઆઇએ સાથે કામ કરતાં આસીફ ડબ્લ્યુ. રહેમાન નામના એક એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. રહેમાન સીઆઇએના વિદેશી ઓપરેશન ડેસ્ક પર કામ કરે છે.
અનેક અત્યંત ગુપ્ત દસ્તાવેજો તે હાંસલ કરી શકે છે અને પોતાની આ પોઝીશનનો ગેરઉપયોગ કરીને ઇઝરાયેલના હુમલા અંગેની માહિતી તેણે ટેલીગ્રામ ચેનલ પર લીક કરી દીધી હતી જે અમેરિકી અખબારોમાં પ્રસિધ્ધ થઇ હતી. અગાઉ અમેરિકાના અધિકારીએ એવો દાવો કર્યો હતો કે આ દસ્તાવેજો કંઇ રીતે લીક થયા તે તેમને ખ્યાલ જ નથી.
બાદમાં તુર્ત જ આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તા.8 નવેમ્બરે આ દસ્તાવેજો લીક થયા હતા. ઇરાને તા.1 ઓક્ટોબરે ઇરાને ઇઝરાયેલ પર જે હુમલો કર્યો તેનો જવાબ આપવા ઇઝરાયેલ તૈયારી કરી રહ્યું હતું. પણ તેની માહિતી લીક થઇ જતાં ઇઝરાયેલને તેનો વ્યૂહ ફેરવો પડ્યો હતો. વાસ્તવમાં અમેરિકી એજન્સીઓએ આ સીઆઇએ જાસૂસને તાલીમ આપી હતી પણ તેનો ઉપયોગ અમેરિકા વિરુધ્ધ જ કર્યો હતો.