Spread the love

NPCI દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર સપ્ટેમ્બરની સરખામણીમાં ઓક્ટોબરમાં ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 10 ટકા અને મૂલ્યમાં 14 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ભારતમાં UPIનો ઝડપી ઉપયોગ સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ બની રહ્યો છે. હાલમાં, યુપીઆઈનો ઉપયોગ એ દેશની સૌથી સરળ ચુકવણી પ્રણાલીઓમાંની એક છે. યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ)ના ઉપયોગમાં સતત વધારો થઈ રહ્યો છે.

ભારતમાં યુપીઆઈનો ઉપયોગ એ દેશની સૌથી સરળ ચુકવણી પ્રણાલીઓમાંની એક છે. યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ)ના ઉપયોગમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં UPIનો ઉપયોગ જે ઝડપથી વધી રહ્યો છે તે સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ બની રહ્યો છે. NPCIએ શુક્રવારે આ માહિતી આપ્યા મુજબ ઓક્ટોબર મહિનામાં દેશમાં UPI દ્વારા લગભગ 23.5 લાખ કરોડ રૂપિયાના 16.58 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા. એપ્રિલ 2016માં UPI લોન્ચ થયા પછીનો આ સૌથી મોટો આંકડો છે.

ઓક્ટોબર મહિનામાં થયા દૈનિક UPI વ્યવહારો

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોની સંખ્યામાં 10 ટકા અને મૂલ્યમાં 14 ટકાનો વધારો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બરમાં, સરેરાશ દૈનિક વ્યવહારની સંખ્યા 501 મિલિયન હતી અને મૂલ્ય રૂ. 68,800 કરોડ હતું જે ઓક્ટોબર મહિનામાં વધીને દૈનિક UPI વ્યવહારો 535 મિલિયન થયા હતા જેનું સરેરાશ દૈનિક વ્યવહારનું મૂલ્ય રૂ. 75,801 કરોડ હતું.

IMPS દ્વારા 467 મિલિયન વ્યવહારો

સપ્ટેમ્બર મહિનામાં તાત્કાલિક ચુકવણી સેવા (IMPS) દ્વારા 430 મિલિયન થયા હતા જેની સરખામણીમાં ઓક્ટોબર મહિનામાં 9 ટકા વધુ જેટલા લગભગ 467 મિલિયન વ્યવહારો થયા હતા. ઓક્ટોબર મહિનામાં IMPS દ્વારા ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય સપ્ટેમ્બરના રૂ. 5.65 લાખ કરોડની સરખામણીએ 11 ટકા વધીને રૂ. 6.29 લાખ કરોડ થયું હતું. ઓક્ટોબરમાં ફાસ્ટેગ દ્વારા ટ્રાન્ઝેક્શનની સંખ્યા 8 ટકા વધીને 345 મિલિયન થઈ ગઈ છે. સપ્ટેમ્બરમાં આ આંકડો 318 મિલિયન હતો. ગયા મહિને ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય રૂ. 6,115 કરોડ હતું, જે સપ્ટેમ્બરમાં રૂ. 5,620 કરોડ હતું.

આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ પર 126 મિલિયન વ્યવહારો

NPCI ડેટા અનુસાર, ઓક્ટોબર મહિનામાં આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AEPS) પર 126 મિલિયન વ્યવહારો થયા હતા, જે સપ્ટેમ્બરમાં 100 મિલિયન કરતા 26 ટકા વધુ છે. ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. માર્ચ 2021 માં, ગ્રાહક ખર્ચમાં ડિજિટલ વ્યવહારોનો હિસ્સો 14 થી 19 ટકા હતો, જે હવે વધીને 40 થી 48 ટકા થઈ ગયો છે.

આ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક (એપ્રિલ-સપ્ટેમ્બર)માં UPI આધારિત વ્યવહારોની સંખ્યા 52 ટકા વધીને 78.97 અબજ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 51.9 અબજ હતી. તે જ સમયે, આ વર્ષના પ્રથમ છ મહિનામાં, UPI ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 83.16 લાખ કરોડ રૂપિયાથી 40 ટકા વધીને 116.63 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “Economy: ઓક્ટોબર મહિનામાં UPI થી થયા 23.5 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ટ્રાન્ઝેક્શન”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *