Spread the love

ક્રિકેટ વિશ્વ કપની સેમી ફાઈનલમાં ભારતે ધમાકેદાર પ્રદર્શન કરતાં ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં શાનદાર રીતે પ્રવેશ કર્યો છે. હવે બીજી સેમી ફાઇનલમાં જીતનારી ટીમ સામે ભારત અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમશે. અત્યારે જે રીતે ભારતની ટીમ રમી રહી છે તે જોતાં ભારતની વિશ્વ વિજેતા બનવાની શક્યતા સૌથી વધારે છે.

આજની સેમી ફાઈનલમાં બેટિંગ કરતાં વિરાટ કોહલીએ 50 મી સદી ફટકારીને મહાન સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડીને સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. સાથે સાથે ભારતના વિજયમાં પોતાની બોલિંગથી સૌથી મોટો ફાળો આપનાર મોહમ્મદ શમીએ શાનદાર 7 વિકેટ લીધી છે. આ સાથે શમીએ આ વર્લ્ડ કપમાં 50 વિકેટ પૂરી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બોલર

ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં મોહમ્મદ શમીએ કુલ 7 વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કનો સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. શમી હવે વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બોલર બની ગયો છે. શમીએ વર્લ્ડ કપમાં કુલ 54 વિકેટ લીધી છે. શમીએ માત્ર 17 ઈનિંગ્સમાં 50 વિકેટ લીધી છે જ્યારે આ સ્ટાર્કે 20 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

સૌથી ઓછા બોલમાં 50 વિકેટ લેનાર બોલર

શમીએ 50 વિકેટ ન માત્ર ઓછી ઇનિંગમાં ઝડપી છે પરંતુ આ સિદ્ધિ તેને સૌથી ઓછા બોલમાં પણ મેળવી છે. સ્ટાર્કે 941 બોલમાં 50 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી હતી જ્યારે શમીએ 795 બોલમાં 50 વિકેટ ઝડપી છે. શમીએ પોતાના શાનદાર પ્રદર્શનથી સાબિત કરી દીધું છે કે તે વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ ઝડપી બોલરોમાંથી એક છે. શમીના આ બેજોડ પ્રદર્શનને કારણે ભારતે કીવી ટીમને હરાવ્યું છે.

એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર

શમીએ આ વર્લ્ડ કપમાં 23 વિકેટ લીધી છે અને એક જ વિશ્વ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર ભારતીય બોલર બની ગયો છે. મોહમ્મદ શમીએ ઝહીર ખાનનો રેકોર્ડ તોડી દીધો છે. ઝહીરખાને 2011ના વર્લ્ડ કપમાં 21 વિકેટ ઝડપીને આ રેકોર્ડ કર્યો હતો અને ત્યારે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી.

વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર

આ વર્લ્ડ કપમાં શમીએ 23 વિકેટ લીધી છે. આ સાથે મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં કુલ 54 વિકેટ ઝડપીછે અને ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથને પણ પાછળ છોડી દીધા છે. આ બંનેએ વર્લ્ડ કપમાં 44-44 વિકેટ લીધી હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.