– ભારતે ન્યુઝીલેન્ડને 20 વર્ષ બાદ હરાવ્યું
– રોહિત શર્માની ઐતિહાસિક સિદ્ધિ
– રોહિત શર્મા રચી શકે છે નવો રેકોર્ડ
આજે રમાઈ રહી છે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વકપની મેચ
ભારતમાં રમાઈ રહેલા વન-ડે ક્રિકેટ વિશ્વકપની મેચ આજે ધર્મશાળામાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ભારતને જીતવા માટે 274 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
20 વર્ષથી ન્યુઝીલેન્ડ સામે પરાજયનો સીલસીલો તોડતો વિજય
ન્યુઝીલેન્ડના ટાર્ગેટનો પીછો કરતા ભારતે ન્યુઝીલેન્ડને ચાર વિકેટે હરાવીને પરાજયના સીલસીલો તોડ્યો છે. ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડ સામે છેલ્લા 20 વર્ષથી નહોતુ જીતી શક્યુ. આજની ભારતની જીતનો પાયો રોહિત શર્માએ નાખ્યો હતો અને કર્ણધાર વિરાટ કોહલી રહ્યો હતો.વિરાટ ખાલી એ 104 બોલમાં 95 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ સામેની જીતથી ભારત 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સર્વોચ્ચ સ્થાને આવી ગયું છે.
રોહિત શર્માએ તોડ્યો ડિવિલિયર્સ નો રેકોર્ડ
વર્લ્ડકપ 2023માં ભારતીય કેપ્ટન રોહિત શર્મા જબરજસ્ત ફોર્મમાં છે. જોકે આજની ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી મેચમાં અર્ધસદી ચૂકી ગયો હતો અને 115.00 રનની સ્ટ્રાઇકથી 40 બોલમાં 4 ચોગ્ગા અને 4 સિક્સર્સની મદદથી 46 રન બનાવ્યા હતા. જોકે મેચ દરમિયાન રોહિત શર્માએ અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી.
રોહિત શર્માએ આજની મેચમાં જ્યારે પોતાની ઈનિંગની ચોથી સિક્સર ફટકારી ત્યારે વર્લ્ડકપમાં સૌથી વધુ સિક્સ મારનાર બીજા નંબરનો બેટ્સમેન બની ગયો હતો. રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન એબી ડી વિલિયર્સના વર્લ્ડકપમાં 37 સિક્સર ફટકારવાનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિત શર્માએ આજનો મેચની ચોથી સિક્સર ફટકારી ત તેની વર્લ્ડકપમાં ફટકારેલી 38મી સિક્સર છે.
કોણ છે પ્રથમ નંબર પર ?
વર્લ્ડકપમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના નામે બોલે છે. વિશ્વકપમાં ક્રિસ ગેલે સૌથી વધુ 49 સિક્સર ફટકારી છે. હવે રોહિત શર્મા 38 સિક્સર સાથે બીજા સ્થાને છે. જો રોહિત શર્મા આ વિશ્વકપમાં વધુ 12 સિક્સર ફટકારશે તો વર્લ્ડકપમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની જશે. વિશ્વકપ માં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન તરિકે ત્રીજા સ્થાને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સ છે. ડી વિલિયર્સે 37 સિક્સ ફટકારી છે. જ્યારે રિકી પોન્ટિંગે 31 અને બ્રેન્ડન મેક્કુલમે 29 સિક્સ ફટકારી છે.