7 ઓક્ટોબરે હમાસના આતંકીઓએ ઈઝરાયેલ પર અચાનક ઘાતક હુમલો કરી દીધો હતો જેમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. આતંકીઓ બાળકો અને મહિલાઓ સહિત ઘણા લોકોને બંધક બનાવીને લઈ ગયા હતા. આ આતંકી ઘટના બાદ ઈઝરાયેલે હમાસ પર પ્રતિ હુમલા શરુ કર્યા હતા. આજે પણ બંને બાજુથી હુમલાઓ ચાલુ છે ત્યારે ઈઝરાયેલ ઉપરના હમાસના આતંકી હુમલા માટે આતંકીઓને કોના તરફથી મદદ મળી હતી તે મુદ્દે મોટો ઘટસ્ફોટ થયો છે.
હમાસે ઈઝરાયેલ પર હુમલો કરવા માટે જે હેંગ ગ્લાઈડર્સનો ઉપયોગ કર્યો હતો તે ચીનમાં બનાવવામાં આવ્યા હતા. આ દાવો ચાઈનીઝ મૂળની પત્રકાર, બ્લોગર અને એક્ટિવિસ્ટ જેનિફર ઝેંગ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે સાથે સાથે તે એમ પણ કહી રહી છે કે તે નથી જાણતી કે આ કેટલું સાચું છે. પરંતુ આ ગ્લાઈડર ચીનના હુનાન પ્રાંતના ઝુઝોઉ વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે. પોતાના દાવાના પ્રમાણમાં જેનિફરે પોતાના X એકાઉન્ટ પર કરેલી પોસ્ટમાં હમાસ દ્વારા ઈઝરાયેલ પર આતંકી હુમલો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા હેંગ ગ્લાઈડર્સ અને ચીનની કંપની દ્વારા બનાવવામાં આવતા હંગ ગ્લાઈડર્સના ફોટોગ્રાફ પણ રજૂ કર્યા છે.
હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કરવા માટે જે હેંગ ગ્લાઈડરનો ઉપયોગ કર્યો હતો તે ચીનમાં બનેલા છે. આ દાવો ઇન્ટરનેશનલ પ્રેસ એસોસિએશનના સભ્ય અને ચીની નાગરિક જેનિફર ઝેંગે કર્યો છે. તેણીએ આ દાવો જેનિફર ઝેંગ દ્વારા તેના X હેન્ડલ Inconvenient Truths માં કર્યો છે.
જેનિફરને ખાતરી નથી કે આ ગ્લાઈડર ચીનમાં બનેલા છે. પરંતુ તેણે દાવો કર્યો છે કે ચીનના કેટલાક નાગરિકો કહી રહ્યા છે કે આ ગ્લાઈડર હુનાન પ્રાંતના ઝુઝોઉમાં બનેલા છે. જ્યારે જેનિફરે તેની તપાસ કરી ત્યારે તે ઝુઝોઉની ફેક્ટરીની વેબસાઈટ પર પહોંચી, જ્યાં સમાન ગ્લાઈડર્સની તમામ વિગતો ઉપલબ્ધ હતી.
ચીની સેનાએ હમાસ કમાન્ડર દાયફને ટ્રેનિંગ આપી હતી
આ ઘટસ્ફોટ કર્યો તેના થોડા સમય પહેલા 11 મી ઓક્ટોબરે જેનિફરે વધુ એક X પોસ્ટ કરી હતી જેમાં તેણે સ્પષ્ટપણે દાવો કર્યો હતો કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું કાર્યાલય હમાસ અને ઈરાન સાથે સીધા સંપર્કમાં છે. તેણે એ પણ જણાવ્યું કે હમાસ કમાન્ડર મોહમ્મદ દયેફને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા તાલીમ આપવામાં આવી છે.
જેનિફરે દાવો કર્યો છે કે શી જિનપિંગે હમાસ કમાન્ડર મોહમ્મદ દાયફને કોઈપણ અવરોધ, ખચકાટ વિના સતત સમર્થન આપવાનું કહ્યું છે. તેમની ઓફિસ CCP સંપૂર્ણપણે હમાસના સમર્થનમાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે દાયફે ચીનના શિજિયાઝુઆંગ શહેરમાં સ્થિત પીપલ્સ લિબરેશન આર્મીની ઓર્ડનન્સ એન્જિનિયરિંગ કોલેજમાંથી ટ્રેનિંગ લીધી છે. તેણે ગાંસુ પ્રાંતમાં એક ચીની મુસ્લિમ મહિલા સાથે લગ્ન પણ કર્યા છે.
ચીન સતત પેલેસ્ટાઈનને મદદ કરતુ આવ્યુ છે… આ રહ્યા પુરાવા
ઈઝરાયેલ પર હુમલો થયો ત્યારે સમગ્ર વિશ્વ ઈઝરાયેલના સમર્થનમાં આવી ગયું હતુ. સમગ્ર વિશ્વ હમાસનો વિરોધ કરી રહ્યું છે ત્યારે ચીનના વિદેશ મંત્રાલયે હમાસને સમર્થન આપતા કહ્યું હતુ કે બંને પક્ષોએ યુદ્ધ બંધ કરવું જોઈએ. જેથી શાંતિ સ્થાપી શકાય. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ચીનની સીસીપી (ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી) નો પેલેસ્ટાઈન સાથે જૂનો સંબંધ છે.
ચીન પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (PLO)ની રચના થઈ ત્યારથી સતત સમર્થન કરી રહ્યું છે. માઓ ઝેડોંગ અને ડેંગ શિયાઓપિંગના સમયમાં ચીને PLOના નેતા યાસર અરાફાતને પોતાના જૂના મિત્ર ગણાવ્યા હતો. ચીને પેલેસ્ટાઈનને ઘણી વખત પૈસા અને હથિયારોથી ખુલ્લેઆમ મદદ પણ કરી છે.
પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ હમાસે ઈઝરાયેલ પર કરેલા હુમલા પહેલા ચીન ગયા હતા
2023માં જૂન માહિનામાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ ચીનની મુલાકાતે ગયા હતા. તેઓ ત્યાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા. અબ્બાસ પાંચમી વખત ચીનની મુલાકાતે ગયા ત્યારે ચીને કહ્યું હતું કે ચીન અને પેલેસ્ટાઈન મિત્રો છે. ચીન હંમેશા તેમની મદદ કરતું રહેશે.