ભારતનાં ઈતિહાસમાં વણકરનો પ્રભાવ ઘણો હતો. વણકરોના સંઘ હતા એટલે કે વણકરો એકતાના તાણાવાણાથી બંધાયેલા હતાં. વણકરો નાં ગૌરવશાળી ઈતિહાસ નુ વિસ્તૃત અને ઐતિહાસિક તથ્યો સહિત વર્ણન આગળના બે ભાગમાં કરવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો.
આજે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જાહોજલાલીનો આ ઈતિહાસ ધરાવતા ગૌરવશાળી વણકરોએ કેવી રીતે, કઈ પરિસ્થિતિમાં અને કયા કારણોસર જાહોજલાલી ગુમાવી.
વણકરોનો ગૌરવશાલી ઇતિહાસ ભાગ 1 વણકરોનો ગૌરવશાળી ઇતિહાસ ભાગ 1 વાંચવા અહીં ક્લિક કરો
વણકરોની જાહોજલાલીનો સમયગાળો અત્યંત પ્રભાવશાળી છે. વણકરના વ્યવસાય અને વણકરની જાહોજલાલીની પડતીની શરૂઆત લગભગ સોળમી સદીમાં થઈ હશે એવું અનુમાન લગાવી શકાય કારણકે કાપડનું વ્યવસાયિક ઉત્પાદન કરતા વણકરોને સલ્તનત યુગમાંની નિયુક્તિ રાજ પરિવાર તથા રાજ્યના કર્મચારીઓ માટે કાપડ વણવા કરવામાં આવવા માંડી તથા વણાટકામ માટે અલાયદી જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી. આ વ્યવસ્થાથી એવું બન્યું હોઈ શકે કે કાપડનું ઉત્પાદન નિયંત્રિત થઈ ગયુ હશે જેનાથી વણકરો ની આવક પણ ઓછી થવા માંડી હશે વિદેશોમાં જે કાપડની નિકાસ થતી હતી એની ઉપર ઓછા ઉત્પાદનથી વિપરીત અસર પડી હશે, જો કે અલાયદી જગ્યા અને કાપડની નિયમિત અને ચોક્કસ માંગને કારણે વણકરો રોજગાર તો ટકાવી શક્યા પરંતુ પોતાના જીવન ધોરણને ટકાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો.
વણકરોનો ગૌરવશાળી ઇતિહાસ ભાગ 2 વાંચવા અહીં ક્લિક કરો
સલ્તનત યુગમાં વિપરીત બનતી જતી પરિસ્થિતિમાં માંડ માંડ પોતાનુ જીવન ધોરણ જાળવવાની મહેનત કરતા વણકરની જાહોજલાલી ઉપર સૌથી મોટો અને મરણતોલ ફટકો પડયો 1630 માં સમગ્ર ભારતમાં પડેલા ભીષણ દુષ્કાળને કારણે. ઈ.સ. 1630 થી ઈ.સ. 1647 સુધી સમગ્ર ભારત ભીષણ દુષ્કાળના ભરડાની લપેટમાં આવી ગયુ. દુષ્કાળને કારણે કાપડ બનાવવા માટે આવશ્યક એવાં કપાસનુ ઉત્પાદન લગભગના બરાબર થયું. ભીષણ દુષ્કાળને કારણે વણાટકામ સાથે સંકળાયેલા વણકરોની માઠી દશા બેઠી, એવું કહી શકાય કે આ સમયગાળામાં જ વણકરોએ અન્ય વ્યવસાય તરફ નજર કરી તથા અનુકુળતા મુજબ અન્ય વ્યવસાય અપનાવવાની ફરજ પડી. બીજી તરફ ભારતમાં જેવી રીતે વણાટકામના વ્યવસાય ઉપર વણકરોનો એકાધિકાર હતો એવી જ રીતે લગભગ દરેક વ્યવસાય કરતા સમુદાયોનો જે તે વ્યવસાય ઉપર એકાધિકાર હતો આ સમુદાયો જાતિ અથવા જ્ઞાતિના નામે ઓળખાતા હતા અને આ સમુદાયો અન્ય જાતિના લોકોને પોતાના વ્યવસાયમાં સ્વીકારી શકે તેવી સ્થિતિ નહોતી તેથી વણાટકામ સિવાયના અન્ય વ્યવસાય તરફ વળેલા વણકરોને તે અન્ય વ્યવસાયમાં માત્ર મજુરીનું કામ જ ઉપલબ્ધ થયું. આ વિપરિત પરિસ્થિતિમાં જ્યાં ઘણાં વણકરો પોતાનો પરંપરાગત વણાટકામનો વ્યવસાય છોડી અન્ય વ્યવસાય તરફ વળ્યા ત્યારે મોટાભાગના વણકરોએ પોતાના પરંપરાગત વ્યવસાયને જ પકડી અને ટકાવી રાખ્યો.
સમગ્ર ભારતમાં પડેલા ભીષણ દુષ્કાળ વખતે વિપરીત પરિસ્થિતિમાં પણ વણાટકામને પકડી અને ટકાવી રાખવાનું પરિણામ દુષ્કાળ ની સ્થિતિ થી બહાર આવ્યા બાદ સુખદ સ્વરૂપ જોવા મળ્યું. પ્રસિદ્ધ ઈતિહાસકાર શ્રી આર.સી. દત્ત પોતાના સંશોધનમાં જણાવે છે કે ” ભારતમાં વણાટકામ રાષ્ટ્રીય ઉદ્યોગ ગણી શકાય એવો હતો. વિશ્વમાં ઉત્પાદિત થતાં કાપડમાંનુ 95% કાપડ ભારતમાં ઉત્પાદિત થતુ હતુ. જેમાં સિંહફાળો બંગાળનો હતો. બંગાળના શાહબાદ જીલ્લામાં જ લગભગ 1 લાખ વણકર પરિવારો સુતરાઉ તેમજ રેશમી કાપડ વણવા નાં વ્યવસાય સાથે સંકળાયેલા હતાં.
સમય ઝડપથી બદલાઈ રહ્યો હતો ભારતમાંથી સલ્તનત અને હિંદુ રાજાઓ નાં યુગની પડતીની અને અંગ્રેજ ગુલામીની શરૂઆત થઈ ગઈ હતી. સૌથી વિપરીત એવા ભીષણ દુષ્કાળને સહન કરીને પણ જે વણકરો પોતાનો પરંપરાગત વ્યવસાય અને ગૌરવશાળી ઈતિહાસને બચાવી શક્યા હતા એ વણાટકામના વ્યવસાયની સત્તરમી સદીમાં પડતીની શરૂઆત થઈ ગઈ. બીજી રીતે કહીએ તો અંગ્રેજી શાસન અને વણકરો ની જાહોજલાલીની પડતીની શરૂઆત એક સાથે જ થઈ. વણાટકામ નાં વ્યવસાયની પડતીમાં અંગ્રેજી શાસનની શું ભૂમિકા હતી ?
ક્રમશઃ