Spread the love

  • દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા
  • બે ડઝનથી વધુ એન્ટી ડ્રોન સિસ્ટમ
  • એર ડિફેન્સ મિસાઈલ અને રાફેલને પણ એક્શન મોડમાં

જી-20 સમિટને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભારત દ્વારા કોઈપણ પ્રકારના ડ્રોન હુમલાને રોકવા માટે પણ સંપુર્ણ તૈયારીઓ કરી લીધી છે. એરપોર્ટને ખાસ રુપે સુરક્ષિત કરવામાં આવ્યુ છે કારણ કે તમામ મહેમાનો માત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જ ઉતરશે. લેન્ડિંગ પહેલા એરક્રાફ્ટની ઉંચાઈ જે જગ્યાએ સૌથી ઓછી હોય છે એવા લેન્ડિંગ પહેલા રનવેના એપ્રોચ એરિયાને સંપૂર્ણપણે સુરક્ષિત કરવો આવશ્યક છે તે બાબતને ધ્યાનમાં રાખીને સેનાએ એર ડિફેન્સ માટે વ્હીકલ માઉન્ટેડ એન્ટિ-ડ્રોન સિસ્ટમ્સ અને લેસર ડેઝલર તહેનાત કર્યા છે, વ્હીકલ માઉન્ટેડ એન્ટિ-ડ્રોન સિસ્ટમ્સ અને લેસર ડેઝલર કોઈપણ પ્રકારના ડ્રોન અથવા નો ફ્લાઇંગ ઓબ્જેક્ટને સોર્ફ અને હાર્ડ કિલ પર નિષ્કિય કરી શકે છે. જોકે એક સિસ્ટમ દ્વારા 24 કલાક મોનિટર કરવુ શક્ય ન હોઈ બે સિસ્ટમો એકસાથે તહેનાત કરવામાં આવી છે બન્ને સિસ્ટમ ચોવીસ કલાક કામ કરી શકે છે. આ ઉપરાંત સિસ્ટમો કેટલીક હોટલોની છત પર પણ સ્થાપિત કરવામાં આવી છે આ સિસ્ટમ 10 કિલોમીટરની રેન્જથી દુશ્મન ડ્રોનને ટ્રેક કરી શકે છે અને તેને 3 થી 5 કિલોમીટરના અંતરે સોફ્ટ કીલ હેઠળ સરળતાથી જમીન પર પાડી શકે છે.

માહિતી અનુસાર બે ડઝન કરતાં વધુ એન્ટી ડ્રોન સિસ્ટમ તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હીની આસપાસ લોંગ રેન્જ રડાર સ્વાતિ પણ તહેનાત કરાઈ છે. લોંગ રેન્જ રડાર સ્વાતિની નજર હેઠળ દરેક હવાઈ લક્ષ્ય છે. એર સ્પેસ સેનિટાઈઝેશન માટેની જવાબદારી એરફોર્સ નિભાવી રહ્યુ છે, એર સ્પેસ સેનિટાઈઝેશન અંતર્ગત કોઈપણ ચીજ જેના પર પ્રતિબંધ છે તેવી નીચી ઉડતી વસ્તુ, એરક્રાફ્ટ અથવા ડ્રોન જેવી કોઈ ચીજ આકાશમાં હોવી જોઈએ નહીં.

G-20 સમિટની સુરક્ષા માટે ભારતીય વાયુસેનાએ ઓપરેશન ડાયરેક્શન સેન્ટર બનાવ્યું છે. આ કેન્દ્ર સીધું દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડાયેલું છે. વાયુસેનાએ ‘G-20’ સમિટ દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને એર ડિફેન્સ મિસાઈલ અને રાફેલને પણ એક્શન મોડમાં રાખ્યા છે. દિલ્હીમાં G-20 સમિટ દરમિયાન પેરાગ્લાઈડર્સ, પેરામોટર્સ, હેંગ ગ્લાઈડર્સ, UAVs, UASS, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, રિમોટલી પાયલોટ એરક્રાફ્ટ, હોટ એર બલૂન, નાના એરક્રાફ્ટ જેવા પેટા-કન્વેન્શનલ એરિયલ પ્લેટફાર્માને ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.