Spread the love

ખ્યાતિ દવે

  • 9 ઓગસ્ટે મનાવાય છે વિશ્વ આદિવાસી દિવસ
  • શું છે આદિવાસી દિવસના પરિમાણો
  • જાણવા જેવી કેટલીક વાસ્તવિકતાઓ

9મી ઑગસ્ટે જ વિશ્વ મુળનિવાસી દિવસ ઉજવવાનું એક ચોક્કસ કારણ છે અને  વિશ્વ મુળનિવાસી દિવસ નક્કી કરવા પાછળની મંશા ખરેખર આદિવાસીઓને સન્માન આપવાની છે ખરા કે પછી કોઇ ચોક્કસ એજંડા છે એની તપાસ થવી જોઈએ.

આપણા દેશને આઝાદ થયે આજે કેટકેટલા વર્ષો વિતી ગયા છતાં ભારતીય સમાજએ પશ્ચિમની માનસિક ગુલામીમાંથી આજદિન સુધી બહાર નથી આવ્યો. તેના અનેક ઉદાહરણો છે, પરંતુ અહી એક નજીકનું ઉદાહરણ આપીશ. ૯મી ઓગસ્ટનું જેને આપણે ‘વિશ્વ મૂળનિવાસી દિન’ તરીકે ઉજવીએ છીએ. 

આ દિવસ પાછળનું સત્ય જાણવું જરૂરી છે.

વિશ્વ મૂળનિવાસી દિનનો વિચાર કેવી રીતે આવ્યો?

કેથોલિક મિશનની મદદથી કોલંબસ 1492માં ભારત શોધવા નીકળ્યો. પરંતુ તે અમેરિકા પહોચી ગયો. ત્યાંના લોકોને તેણે ઇન્ડિયન તરીકે ઓળખાવ્યા પાછળથી તેને ખ્યાલ આવ્યો કે તે ભારત નહિ પરંતુ બીજા કોઈ દેશમાં પહોચી ગયો. આથી, તેણે ઇન્ડિયનને રેડ ઇન્ડિયન તરીકે ઓળખાવ્યા. સમય જતા ત્યાં કોલોનીઓ બનાવવા અંગ્રેજોએ મૂળ નિવાસીઓ ઉપર અત્યાચારો શરુ કર્યા. સમયાંતરે થયેલા અત્યાચારોને લીધે હાલ તેઓની વસ્તી 2016માં માત્ર 7 લાખ 90 હજાર રહી ગઈ છે.  ઈ.સ. 1492 માં 12 ઓક્ટોબરે કોલંબસે અમેરિકાની ધરતી ઉપર પગ મુકેલો તેને 500 વર્ષ થવાની ઉજવણી નિમિત્તે અમેરિકાના મૂળ નિવાસીઓ પર કોલંબસે મેળવેલા વિજયની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. આ ઉજવણીનો અમેરિકાની મૂળનિવાસી પ્રજાએ પ્રચંડ વિરોધ કર્યો કોલંબસ ચાલ્યા જાઓનું આંદોલન ચલાવ્યું જેથી અમેરિકાની અંગેજ પ્રજા પોતાના પૂર્વજોના કાળાકરતૂતો દુનિયા સામે ના આવે તે બીકે આ ઉજવણીને બંધ રાખી અને આ આંદોલનને શાંત કરવા ત્યાના વંચિત અને ઉપેક્ષિત મૂળનિવાસીઓને કથિત ઉદ્ધાર કરવાના નામે અમેરિકાએ આ દિવસે “ઇન્ડીજીનીયસ પીપલ ડે”  એટલે કે, “અમેરિકન મૂળનિવાસી દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

9મી ઓગસ્ટે કઈ વૈશ્વિક ઘટના ઘટી હતી?

સંયુક્ત રાષ્ટ્ર (UN) પણ અમેરિકાના ટેકામાં ૧૨મી ઓક્ટોબરે જ ‘વિશ્વ મૂળનિવાસી દિન’ ઉજવવાનું હતું, પરંતુ અમેરિકામાં થયેલા પ્રચંડ વિરોધને પગલે અન્ય દિવસ ઉપર વિચારના કરવામાં આવી અને છેલ્લે ૯મી ઓગસ્ટ નક્કી કરવામાં આવ્યો. આ તારીખ રાખવા પાછળ પણ એક ષડ્યંત્ર છે આ દિવસે સન 1610માં અગ્રેજો અને અમેરિકાના મૂળ નિવાસીઓ વચ્ચે યુદ્ધ ખેલાયું આ યુધ્ધમાં એક કબીલો સંપૂર્ણખત્મ થઇ ગયો. મૂળ નીવાસીઓની આ હારે પોતાની ગુલામીનો માર્ગ ખોલી દીધો હતો. આથી આ દિવસને અંગ્રેજો પોતાની જીતની ઉજવણીના રૂપમાં જુએ છે.

આ દિવસ સાથે ભારતને કઈ લેવાદેવા કેમ નથી?

અંગ્રેજો દ્વારા ભારતની એકતા તોડવા માટે અનેક કાવતરાઓ ભૂતકાળમાં થયેલા જેમાં ભાગલા પાડોને રાજ કરોની થીયરી વાપરવામાં આવેલી. અંગ્રેજોએ ભારતના લોકોના માનસ ઉપર એવું અંકિત કરવાનો પ્રયાસ કર્યો કે ભારતના ગામો અને શહેરોમાં રહેનારા લોકો આર્યો કે જે ભારતની બહારથી આવેલા છે અને તેમણે ભારતની જનજાતિને જંગલમાં ખદેડી દીધા છે. પરંતુ વેદકાળથી લઈને આજના DNA – વિજ્ઞાને પ્રમાણભૂત કરી બતાવ્યું છે કે ભારતમાં સૌ એકજ પૂર્વજોના સંતાન છે. મુસલમાનો અને અંગ્રેજોના આવતા પહેલા ભારતમાં સૌ લોકો ભારતિયો મૂળનિવાસી જ હતા. એકવાર જનજાતિ બહુલ રાજ્યોની ૧૮ જનજાતિઓના સંમેલનમાં પ્રશ્નો પૂછાયેલા જેમકે, ઈશ્વર વિષે શું માનવું છે?, ધરતી સાથે આપણો શું સંબંધ છે?,  જેના તમામ જવાબો ભારતના દરેક ખૂણે વસતા દરેક નાગરિકના જવાબ જેવો જ હતો.

છતાં વિશ્વ મૂળનિવાસી દિન માટે કોણ અને કેમ સક્રિય?

થોડા સમય પહેલા સંસદમાં કર્ણાટકના સાંસદતરીકે મલ્લિકાર્જુન ખડગેએ કહેલુકે જો રોહીન્ગ્યા બહારથી આવ્યા છે તો તમ આર્યો પણ બહારના જ છો ને. તમેપણ ભારતમાંથી ચાલ્યા જાઓ. (જોકે આ વિધાનને સંસદની કાર્યવાહીમાંથી કાઢી દેવામાં આવેલું) પરંતુ આવા લોકોના ભરોસે પશ્ચિમી જગત ભારતમાં પોતાના ધર્યા ખેલ કરાવવાની પેરવીમાં છે. જનજાતિ સિવાયના શેષ સમાજને આર્યોનું લેબલ આપીને ભાગલા પાડીને ઝેર ભરવાની ગંદી રમત રમાઈ રહી છે. મૂળ નિવાસીના બહાના હેઠળ જનજાતિ સમાજને પોતે અલગ છે તેવી અનુભૂતિ કરાવીને ભારતના ભાગલા પાડવાની કોશિશ થઇ રહી છે.

ભારત પશ્ચિમી ચાલનો ભોગના બંને તે માટે કલ્યાણ આશ્રમના સંસ્થાપક શ્રી બાલાસાહેબ દેશપાંડેજીએ તે સમયના તત્કાલીન પ્રધાનમંત્રી સ્વ. શ્રી પી. વી. નરસિન્હારવજીને આ ષડયંત્રથી વાકેફ કરેલા. 2007ની 13મી સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રે મૂળનિવાસીઓના અધિકારોની ઘોષણા કરેલી જેમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે શ્રી અજય મલ્હોત્રા એ ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરતી વખતે પણ અધિકૃત સ્પસ્ટતા કરેલી કે ભારતમાં રહેનાર દરેક મૂળનિવાસી ભારતીય છે.

કેટલીક બાબતોની પુષ્ટી:

પરમસત્યને ઉદ્ઘોષિત કરતા શ્રદ્ધેય ડૉ. બાબાસાહેબ આંબેડકરજી એ કહેલુકે, સૌથી પહેલી વાતતો એ છે કે, એનું કોઈ પ્રમાણ નથીકે આર્યો ભારતની બહારથી આવ્યા હતા અને તેમણે અહીના નિવાસીઓ ઉપર આક્રમણ કર્યું. જે બાબત કોનરાલ્ડ એલ્સ્ટના “ઇન્ડીજીનીઅસ ઇન્ડિયન્સ ફ્રોમ અગત્સ્ય ટુ આંબેડકર” માં સુવિદિત છે.

ભારતીય સંવિધાનના અનુચ્છેદ 366 (25)માં પણ જનજાતિ સમાજને હિંદુ સમાજનું અભિન્ન અંગ કહેવામાં આવ્યો છે, હિંદુ વિવાહ અધિનિયમ ૧૯૫૫ની ધારા ૨(બે)માં પણ આ જ પરીભાષા આપવામાં આવી છે.

શ્રી કાર્તિક ઉરાંવ (પૂર્વ સંસદ, કોંગ્રેસ પક્ષ) ના માટે, “હું વનવાસીઓના ઉરાંવ સમુદાયથી આવું છું. હનુમાનજી અમારા આડી ગુરુ છે અને તેમણે જ અમને રામ નામની દીક્ષા આપી છે. ઓ રામ, ઓ રામ કહેતા કહેતા જ અમે ઉરાંવના નામથી ઓળખાવા લાગ્યા. અમે હિંદુ જ જન્મેલા અને હિંદુ જ મરીશું.”

શ્રી રામધારીસિંહ દિનકરે પણ કહેલું કે, “ આર્યોના ભારતની બહારથી આવવા વાળી વાતનો જોરશોરથી પ્રચાર કરનારા મિ. મ્યુર જે બધાની આગેવાની કરતા હતા તેમણે પણ અંતે નિરાશ થઈને સ્વીકારવું પડેલું કે કોઈપણ પ્રાચીન પુસ્તક કે ગાથા થઈ એ વાત સિદ્ધ નથી થતી કે આર્યો કોઈ અન્ય દેશમાંથી ભારતમાં આવ્યા હતા.”

ગુજરાતમાં પાટાડુંગરી ડેમની દીવાલની બિલકુલ પાછળની બાજુ જ બાબાદેવનું ડુંગર ઉપર સ્થાનક આવેલું છે સાથે સાથે સમાજની કુળદેવીમાં જગતજનની માતા ચામુંડા નું મંદિર પણ આવેલું છે. આ આદિવાસી સમાજની અંદર ખૂબ જ શ્રદ્ધા ભાવથી લોકો એના દર્શને જાય છે.

આદિવાસી સમાજ પોતાની આગવી રામાયણ ધરાવે છે.

આમ ઉપરની તમામ બાબતોથી સ્પષ્ટ થાય છે કે, 9મી ઓગસ્ટે ઉજવાતો વિશ્વ મૂળનિવાસી દિનએ હકીકતમાં એક દુખદ ઘટના સાથે જોડાયેલો દિવસ છે જેને પશ્ચિમી જગત ભોળા આદિવાસીઓને ભરમાવી પોતાના વિજય દિનના રૂપમાં ઉજવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ તેને અને આદિવાસી સમાજને કોઈ લાગતું વળગતું નથી ઉપરથી તે દિવસે અમેરિકાના મૂળ નિવાસીઓ ઉપરતો આદિવાસી સમાજ ઉપર તો ક્રુરતા આચરવામાં આવેલી. અને જયારે ભારતની વાત આવે છે ત્યારે ભારતમાં તો બધા જ મૂળ નિવાસી ભારતીય જ છે તો પછી તેની ઉજવણી શેની હોય….. વિચાર માંગી લે તેવી બાબત છે.

  • ખ્યાતિ દવે

(વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા)


Spread the love