સોશિયલ મેસેજિંગ એપ વ્હોટ્સએપ બે કલાકના આઉટેજ બાદ 2.30 કલાકે ફરી કાર્યાન્વિત થઈ છે. વ્હોટ્સએપના ઈતિહાસના સૌથી મોટું સર્વર ડાઉન, ભારતના અંદાજે 48 કરોડ અને વિશ્વના અન્ય યુઝર્સને હાલાકી પડી હતી. મ્યાનમારની સેનાએ પોતાના લોકો પર જ કરી એર સ્ટ્ર્ર્રાઈક: હવાઈ હુમલામાં ગાયકો અને સંગીતકારો સહિત 80થી વધુ લોકોના મોત, 100 થી વધુ ઇજાગ્રસ્ત. ‘સિતરંગ’ ચક્રવાતે મચાવી તબાહી: બાંગ્લાદેશમાં 11 લોકોના મોત, સોમવારે આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરામાં ‘રેડ’ એલર્ટ જારી કરવામાં આવ્યું, સરકારે લગભગ 2.5 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બીજી નવેમ્બરે બપોર સુધીમાં કરવામાં આવે તેવા સંકેતો સૂત્રો દ્વારા મળી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં યોજાવાની શક્યતા છે. વડોદરાના સંવેદનશીલ એવા પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારો, આગચંપી અને તોડફોડના બનાવ બન્યા હતા. આખરે પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. સમગ્ર વિસ્તારમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ કરાયુ હતું. |