Spread the love

– ડાઉન સર્વરની સમસ્યા ઠીક કરી દેવામાં આવી

– લગભગ 12:45 વાગ્યાથી વોટ્સએપ ડાઉન હતું

– દુનિયાના અનેક દેશોમાં અસર થઈ

– ભારતના કરોડો યુઝર્સ ભોગવી રહ્યા છે હાલાકી

મેસેજિંગ એપ વોટ્સએપ ડાઉન

વિશ્વની સૌથી મોટી સોશિયલ મેસેજિંગ એપ વ્હોટ્સએપનું સર્વર લગભગ 12.45 વાગ્યાથી વ્હોટ્સએપ સમગ્ર ભારત અને વિદેશમાં અનેક દેશોમાં ડાઉન થઈ ગયું હતું જે આશરે 2:20 વાગ્યે ફરીથી સમસ્યાઓ ઠીકકરી દેવામાં આવી હતી . ભારતભરના આશરે 48 કરોડ જેટલા યુઝર્સને હાલ આ સર્વર ડાઉન થતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

સાયબર એટેકની આશંકા

આજે બપોરે લગભગગ પોણા એક વાગ્યાથી ડાઉન થયેલા વોટ્સએપ અને એને લઈને મેટા કંપની દ્વારા ઓફિશિયલી “અમે કામ કરી રહ્યા છીએ અને સમસ્યા ટૂંક સમયમાં દૂર કરી દવામાં આવશે” માત્ર આ મુજબ કહેવાતા કેટલાક નિષ્ણાંતો વોટ્સએપ પર સાયબર એટેક થયાની આશંકા વ્યક્ત કરવા લાગ્યા હતા.

વોટ્સએપ ડાઉન થતા ટ્વિટર પર યુઝર્સે ઉડાડી ઠેકડી

બેલા સીયાઓ નામના યુઝરે આવું ટ્વિટ કરી મજા લીધી..

સેન્સીબલ ટ્વીટ નામના યુઝરે અલગ જ અંદાજ બતાવ્યો

મિર્ઝા નામના યુઝરે બહુમાળી મકાન પર લોકો ઉભા હોય એવું પિક્ચર અપલોડ કરીને વોટ્સએપ ડાઉન થવાની ઘટનાની મજા લીધી હતી.

આખરે બપોરે લગભગ બે વાગીને વીસ મિનિટે વોટ્સએપ એપ ફરીથી રાબેતા મુજબ કાર્ય કરતી થઈ ગઈ હતી.


Spread the love