– દર્શકોએ 10/10 આપતા રેટિંગ પદ્ધતિ બદલી
– 2,17,270 લોકોએ 10માંથી 10 રેટિંગ આપ્યું
– પ્રેક્ષકોનો ધસારો જોતા સ્ક્રીન 300% વધારવા પડ્યા
અનેક વિઘ્નો પાર કરીને થિયેટરમાં રિલીઝ થઈ ધ કાશ્મીર ફાઈલ્સ
હિંદી ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીની કાશ્મીરમાં હિંદુઓના નરસંહાર અને હિંદુઓને પહેરેલી કપડે પોતાની માતૃભૂમિથી ભાગી જવાની ફરજ પાડતા સમયગાળાની ઐતિહાસિક દસ્તાવેજ સમાન ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ થિયેટરમાં 11મી માર્ચના રોજ રિલીઝ થઈ છે. ફિલ્મ રિલીઝ થતાં પહેલા જ ફિલ્મોએ અટકાવવાના પ્રયાસ થયા હતા. અંતે જોકે બધા જ પડકારોનો સામનો કરતા ફિલ્મ રિલીઝ થઈ અને દર્શકોમાં જબરદસ્ત લોકપ્રિય પણ થઈ. ફિલ્મ માત્ર 12 કરોડના બજેટમાં કહેવાતા કોઈ પણ મોટા સ્ટાર વગર બનેલી આ ફિલ્મ આવનારા સમયમાં કલેક્શનના સઘળા રેકોર્ડ તોડી નાખે તો નવાઈ નહી.
IMDb એ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ માટે રેટિંગ પદ્ધતિ બદલી
પ્રીરિલીઝ અનેક વિઘ્નો પાર કરીને રિલીઝ થયેલી ધ કાશ્મીર ફાઈલ્સ સામેના વિઘ્નો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ફિલ્મોને દર્શકોના અભિપ્રાય મુજબ રેટિંગ આપતી લોકપ્રિય વેબસાઇટ IMDb (ઇન્ટરનેટ મૂવી ડેટા બેઝ) પર લાખો દર્શકોએ આ ફિલ્મને 10માંથી 10 રેટિંગ આપ્યું છે. જોકે, વેબસાઈટના મેનેજમેન્ટને દર્શકો પાસેથી મળતા ફિલ્મના રેટિંગમાં કંઈક ગડબડ હોવાનું માનીને IMDbએ રેટિંગની રીત બદલી નાખી છે. અત્યાર સુધી ફિલ્મને 2.20 લાખ જેટલા દર્શકોએ 10માંથી 10 રેટિંગ આપ્યું હતું. દર્શકોએ ફિલ્મ જોયા બાદ પોતાના અભિપ્રાય મુજબ રેટિંગ આપ્યું હશે એવું અત્યાર સુધી માનતી અને એ જ પેટર્ન ઉપર ફિલ્મનું રેટિંગ આપતી વેબસાઈટ IMDbને ધ કાશ્મીર ફાઈલ્સ ને અપાતા રેટિંગમાં કંઈક અસામાન્ય વોટિંગ જેવું લાગતા ફિલ્મના રેટિંગની ગણતરી ચેન્જ કરી નાખી છે. પોતિના રેટિંગ પેજ પર IMDbએ કહ્યું હતું, ‘અમારા રેટિંગ મિકેનિઝમને આ ફિલ્મ પર અસામાન્ય રેટિંગ ગતિવિધિ થતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. અમારી રેટિંગની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે વૈકલ્પિક વેઇટ કેલક્યુલેશનની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.’ રેટિંગની રીતમાં ફેરફાર થતાં ડિરેક્ટર અગ્નિહોત્રીએ કહ્યું હતું કે આ અસામાન્ય તથા અનૈતિક છે. IMDb પર શરૂઆતમાં જ્યાં 10 માંથી 10 રેટિંગ દેખાતું હતુ તે રેટિંગ પદ્ધતિ બદલાતા હાલમાં આ ફિલ્મને 10માંથી 8.3 રેટિંગ મળ્યું છે.
600 સ્ક્રીન વધારીને 2000 કરવામાં આવ્યા
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ નવા રેકોર્ડ્સ બનાવી રહી છે. કાશ્મીરી હિંદુઓની હિજરત તથા અમાનુષી નરસંહારના સૅન્સિટિવ સબ્જેક્ટ પર બનેલી નીડર અને સત્યને ઉજાગર કરતી ફિલ્મે 3 દિવસમાં બજેટ કરતાં 125% વધુ કલેક્શન કરી લીધું છે અને જે રીતે સોશ્યલમિડીયા અને માઉથ ટુ માઉથ પબ્લિસીટી થઈ રહી છે અને દર્શકોજે રીતે ફિલ્મને વખાણી રહ્યા છે તે જોતાં આવનારા સમયમાં ધ કાશ્મીરફાઈલ્સબોલિવૂડનિ બધા જ રેકોર્ડ તોડી નાખશે એવું દેખાઈ રહ્યું છે.. બોલિવૂડની કદાચ આ પહેલી એવી ફિલ્મ છે, જેના બિઝનેસમાં ત્રણ દિવસમાં જ 325%નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મની પહેલા દિવસની કમાણી 3.5 કરોડ હતી. બીજા દિવસે 8.5 તથા ત્રીજા દિવસે 15.10ની કમાણી કરી હતી. પહેલા દિવસે ફિલ્મ માત્ર 600 સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી. જોકે, રવિવાર, 13 માર્ચે ફિલ્મ માટે દર્શકોની સંખ્યા વધતાં સ્ક્રીન 600થી વધારીને 2000 કરવામાં આવી છે. દરેક શહેરમાં ફિલ્મના શો ડબલથી વધારે કરી દેવામાં આવ્યા છે. 12 કરોડના બજેટમાં બિગ સ્ટાર વગર બનેલી આ ફિલ્મે ત્રણ દિવસમાં 27 કરોડથી વધુ કમાણી કરી છે.