– ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા ગયા હતા
– ભાજપના મહિલા કાર્યકરે ઈસુદાને નશાની હાલતમાં ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો
– ઈસુદાને ષડયંત્ર ગણાવી માનહાનીનો દાવો કરવાનુ જણાવ્યુ
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીનો લિકર ટેસ્ટ પોઝીટીવ આવ્યો
કમલમ ઘેરાવ મામલે ઈસુદાન ગઢવી ઉપર ભાજપના મહિલા કાર્યકર દ્વારા નશાની હાલતમાં ગેરવ્યવહાર કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તે સંદર્ભમાં આજે ઈસુદાન ગઢવીનો લિકર ટેસ્ટ પોઝીટીવ આવતા રાજકીય વાતાવરણ જબરજસ્ત ગરમાયુ છે. ગત 12 મી ડિસેમ્બરના રોજ ઈસુદાન ગઢવી તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે હેડ ક્લાર્ક પરિક્ષાના પેપર લિક મામલે ભાજપનો વિરોધ તથા ભાજપના કાર્યાલય કમલમનો ઘેરાવ કરવા કમલમ ખાતે પહોંચ્યા હતા. ભાજપના કાર્યાલય કમલમના દરવાજા બંધ કરવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો જબરજસ્તી પૂર્વક કમલમમાં ઘુસી ગયા હતા, થોડાક જ સમયમાં પોલીસ પહોંચી ગઈ હતી જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પર બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. આ ઘર્ષણ બાદ ભાજપના મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન સહિતના નેતાઓ અને કાર્યકરો પર છેડતીનો આરોપ મુકતા ઇસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઇસુદાનનો બ્લડનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો હતો, જ્યારે આજે તેમનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હવે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેસનમાં દાખલ FIR દાખલ કરવામાં આવશે.
ઈસુદાન અને આમ આદમી પાર્ટીના પ્રતિક્રિયા
ઈસુદાન ગઢવીનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવતા રાજકીય વાતાવરણમાં ગરમાટો વ્યાપી ગયો છે. ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે ઈસુદાને મીડિયાને જણાવ્યું કે, ભાજપ નિન્મકક્ષાની રાજનીતી કરે છે. મેં મારી જિંદગીમાં ક્યારેય દારૂ નથી પીધો, ઈશ્વરના સોગંધ ખાઉ છું કે મેં ક્યારેય દારૂ પીધો નથી અને પીવાનો પણ નથી. મને ગોળી મારશો તો પણ જનતા માટે મરી જવા તૈયાર છું. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા નેતા મહેશ સવાણીએ ઈસુદાનના લિકર રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં સવાણીએ જણાવ્યું હતું કે ઈસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો તો બીજો રિપોર્ટ પોઝિટિવ કેવી રીતે આવ્યો ? ઘટનાના 12 દિવસ પછી રિપોર્ટ કેમ આવ્યો ? આ ઉપરાંત ઘટનાના સીસીટીવી ફૂટેજ હજી કેમ બહાર આવ્યા નથી ?