– કીમ જોંગ ઉનના પિતાની પુણ્યતિથિ નિમિત્તે જાહેરાત
– તાનાશાહ કીમ જોંગ ઉનની જાહેરાત
– ઉત્તર કોરિયામાં હસવા ઉપર 11 દિવસ પ્રતિબંધ
ઉત્તર કોરિયાના ભેજાગેપ તાનાશાહની અજીબ જાહેરાત
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઉન પોતાના અજીબ પ્રકારના નિર્ણયો લેવા માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે. આવા જ એક અજીબ નિર્ણયની ઉ. કોરિયન સરમુખત્યારે જાહેરાત કરી છે. નવી જાહેરાત મુજબ ઉત્તર કોરિયન નાગરિકો 11 દિવસ સુધી હસી નહીં શકે, ખરીદી નહીં કરી શકે તથા દારુ નહીં પી શકે કારણકે નોર્થ કોરિયાના ભેજાગેપ સરમુખત્યાર કિમ જોંગ ઉને દેશના નાગરિકો પર 11 દિવસ માટે હસવા પર, દારુ પીવા પર અને ખરીદી કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે.
પોતાના પિતા કિમ જોંગ ઈલની 10મી પુણ્યતિથિ નિમિત્તે થોક્યો પ્રતિબંધ
મળતી વિગતો મુજબ કિમ જોંગ ઉન દ્વારા પોતાના પિતા કિમ જોંગ ઈલની 10મી પુણ્યતિથિએ આ આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. શુક્રવારથી લઈને આવનારા 11 દિવસ સુધી ઉત્તર કોરિયામાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શોક જાહેર કરતાં જાહેરાત કરવામાં આવી છે કે લોકો જીવન જરુરિયાતની વસ્તુઓ ખરીદવા માટે પણ બજારમાં નહીં જઈ શકે, હસી પણ નહીં શકે, દારૂ પણ નહીં પી શકે એટલું જ નહીં જો આ 11 દિવસના શોક દરમિયાન કોઈ નાગરિકનુ મોત થશે તો તેના પરિવારજનોને રડવાની પણ મંજૂરી નહીં મળે. સરમુખત્યાર કીમ જોંગ ઉન દ્વારા જાહેર કરવામાં આવેલા શોકના સમયગાળામાં લોકો જન્મદિવસ પણ નહીં ઉજવી શકે નિયમ તોડનારાને આકરી સજાનુ ફરમાન પણ જાહેર કરવામાં આવ્યું છે.