Spread the love

– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ

– આજે બનાસકાંઠા જિલ્લાની દિયોદર સીટનું વિશ્લેષણ

2022 નું  વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે દિયોદર સીટનું વિશ્લેષણ વાંચો.

દિયોદર વિધાનસભા મતવિસ્તાર (Deodar Assembly Constituency)

ઉત્તર ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની દિયોદર બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ચૌદમાં નંબરની બેઠક છે. દિયોદર બેઠક બનાસકાંઠા લોકસભા અંતર્ગત આવતી સામાન્ય બેઠક છે. દિયોદર બેઠકમાં સમસ્ત દિયોદર તાલુકો તેમજ ડીસા તાલુકાના પશ્ચિમ વિભાગના 52 ગામોનો સમાવેશ થાય છે. દિયોદર બેઠકમાં કુલ 2,34,962 મતદારો છે.

દિયોદર બેઠકની ઉત્તરે થરાદ અને ધાનેરા બેઠક, પૂર્વમાં ડીસા અને કાંકરેજ બેઠક, દક્ષિણમાં કાંકરેજ બેઠક જ્યારે પશ્ચિમમાં વાવ બેઠકમાં સમાવિષ્ટ ભાભર અને વાવ તાલુકો આવેલા છે.

દિયોદર બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. પણ 1967માં તેને નાબુદ કરી 1972માં ફરી સ્થાપિત કરવામાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં દિયોદરમાંથી કોંગ્રેસના શિવાભાઈ ભુરીયા ભાજપના કેશાજી ચૌહાણ સામે માત્ર 972 મતની પાતળી સરસાઈથી જીત્યા હતાં.

દિયોદર બેઠકનો ઈતિહાસ જોઈએ

વર્ષ વિજેતા પક્ષ સરસાઈ

1962 ગુમાનસિંહજી વાઘેલા કોંગ્રેસ 19660
1972 ગુલાબસિંહ વાઘેલા કોંગ્રેસ 13085
1975 લીલાધર વાઘેલા કોંગ્રેસ 2333
1980 કાલુભાઈ તારક કોંગ્રેસ 11770
1985 માનસિંહજી વાઘેલા કોંગ્રેસ 5716
1990 ભેમાભાઈ પટેલ જનતા દળ 678
1995 ગુમાનસિંહજી વાઘેલા ભાજપ 6790
1998 લીલાધર વાઘેલા ભાજપ 9229
2002 ભેમાભાઈ પટેલ અપક્ષ 16895
2007 અનિલકુમાર માળી ભાજપ 20392
2012 કેશાજી ચૌહાણ ભાજપ 20809
2017 શિવાભાઈ ભુરીયા કોંગ્રેસ 972

આમ, દિયોદરમાં થયેલી કુલ 12 ચૂંટણીઓમાંથી કોંગ્રેસ 6 વાર, ભાજપ 4 વાર જ્યારે જનતા દળ અને અપક્ષ એક-એક વાર વિજયી થયા છે. 1962 થી 1990 સુધી એકપણ ચૂંટણી ન હારનાર કોંગ્રેસ 1990 પછી ગત વખતે 2017માં માંડ માંડ 972 મતથી ચૂંટણી જીતી હતી. આ બેઠકનો ભૂતકાળ જોતાં દિયોદર જીતવું કોંગ્રેસ માટે અઘરું લાગી રહ્યું છે.

શુક્રવારે કાંકરેજ બેઠકનું વિશ્લેષણ


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *