- હીમા દાસે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે
- આંતરરાષ્ટ્રીય સ્તરના દોડવીર છે હિમા દાસ
- ધીંગ એક્સપ્રેસ ના હુલામણા નામે ઓળખાય છે હિમા દાસ
આસામ સરકારે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત દોડવીર હિમા દાસને ડીએસપીના પદ પર નિયુક્ત કર્યા
આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે બુધવારે રાત્રે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ‘ધીંગ અક્સપ્રેસ’ નાં હુલામણા નામે જાણીતા 20 વર્ષની ઉંમર ધરાવતા અર્જુન એવોર્ડથી સન્માનિત દોડવીર હિમા દાસને ડીએસપીના પદ પર નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં રાજ્યની એકીકૃત રમત નીતિમાં બદલાવ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા અને ઉદ્યોગ પ્રધાન ચંદ્રમોહન પાટોવરીએ પત્રકારોને જણાવ્યું હતું કે, કેબિનેટે રાજ્યના વિવિધ વિભાગ જેવા કે પોલીસ, આબકારી, પરિવહન વગેરે વિભાગમાં વર્ગ -1 અને વર્ગ -2 ના અધિકારી તરીકે નિમણૂક કરીને રાજ્યની એકીકૃત રમત નીતિમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. હિમા દાસને આસામ પોલીસમાં ડીએસપી રેન્ક અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવશે અને ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ અને રાષ્ટ્રમંડળ રમતોમાં ચંદ્રક વિજેતા વર્ગ – 1 અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હિમા દાસ IAAF વર્લ્ડ યુ 20 ચેમ્પિયનશીપમાં વૈશ્વિક ટ્રેક ઇવેન્ટના કોઈપણ ફોર્મેટમાં ગોલ્ડ મેડલ જીતનાર ખરેખર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે.
‘ ધીંગ એક્સપ્રેસ’ હિમા દાસે ટ્વીટ કરી આભાર માન્યો
આસામની 20 વર્ષીય ભારતીય દોડવીર અનેે ‘ધીંગ અક્સપ્રેસ’ હુલામણું નામ ધરાવતા હિમા દાસને ડીએસપીના પદ પર નિયુક્ત કરવાના રાજ્ય સરકારના નિર્ણયનો હિમા દાસે ટ્વીટ કરીનેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેે આભાર વ્યક્ત કર્યો હતો.
આસામ પોલીસે હિમા દાસને ડીએસપી તરીકે આવકાર્યા
કેન્દ્રીય ખેલકૂદ મંત્રી કિરણ રિજીજુએ આસામ સરકારે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત દોડવીર હિમા દાસને ડીએસપીના પદ પર નિયુક્ત કરવાના નિર્ણયને આવકાર્યો હતો. કિરણ રિજીજુએ ટ્વીટ કરીને આસામ સરકારને અભિનંદન આપ્યા હતા.